________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભડાર હતાં, માટે બીજા લેાકેા પણ એમના ડહાપણને લાભ લેવાને ચૂકતા નહિ. શેઠ જમનાદાસભાઇને કવિતા અને સાહિત્ય પ્રત્યે પણ શાખ હતા. એમણે સાહિત્યને લગતા અનેક ગ્રંથનું અવલેાકન કરેલું હતું. શાસ્ત્રવિશારદ જૈનાચાયજી યાનિષ્ઠ મહાત્માશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે રચેલા કયાગ અને ઋષાવાસ્યાપનિષદ્ અને આચાર્ય શ્રી અજિતસાગરસૂરિરચિત ગીતરત્નાકર, કાવ્યસુધાકર, સુરસુન્દરી, ચરિત્ર બહુ જ મનનપૂર્વક એમણે વાંચ્યા હતા. બહેાળા વાંચનથી એમણે સર્વ ધર્મોં ઉપર સમભાવ કેળવ્યા હતા. હાલ શેઠ પ્રાગજીભાઇ પશુ સર્વ ધર્મ પ્રત્યે સમભાવ કેળવી રહ્યા છે. પિતાના સુમાર્ગો પુત્રે સ્વીકાર્વા જ જોઇએ.
સંવત ૧૯૮૩ માં એમને ‘ Cancer ' નાસુરનું દ` લાગુ થયું. શરૂઆતથી જ એમણે નિશ્ચય કરી લીધા હતા કે હવે કિરતારનું તેડું આવ્યું છે. આ દર્દના છેવટને ઇલાજ શોધનાર આજ સુધીમાં કાઈ પણ જનમ્યા નથી ગમે તેવા વિકટ પ્રસંગેા પ્રાપ્ત થાય ત્યારે મહાપુરૂષો પોતાના મનનુ' સમતાલપણુ ગુમાવતા નથી. એ જ એમની મહત્તાની નિશાની છે. નાસુર જેવા ભયંકર અને જીવલેણુ રાગમાં પણ શેઠશ્રી જમનાદાસભાઇએ અજબ શાંતિ જાળવી હતી. મેાટા પુરૂષોને પોતાનું મૃત્યુ સુજી આવે છે તેમજ શેઠશ્રી જમનાદાસભાઇને પોતાનુ મૃત્યુ સુજી આવ્યું હતું. એમણે એ દિવસ અગાઉથી જાહેર કરી દીધું હતુ` કે હવે મારા આત્મા ફ્કત એ દિવસ જ આ લેાકમાં આ દેહમાં રહેવાના છે. હવે અવિધ પૂરી થાય છે માટે તરતજ પરલેાક સીધાવવાનું નક્કી થઇ ચૂકયું છે. સંવત ૧૯૮૪ ફ્રાગણ વદ ત્રીજ શુક્રવારે રાતના આઠ વાગ્યે એમણે આ ફાની દુનિયાને પરિત્યાગ કરીને સંપૂર્ણ શાંતિથી સામે પગલે પરલેાકમાં પ્રયાણ કર્યું. આ પરમપવિત્ર ધર્માંત્માને સત્ર શાંતિ હા ! એમના નિવાસ સદાકાળને માટે પરમકૃપાળુ પરમાત્માના ચણુ માં` હૈ। 1
For Private And Personal Use Only