Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ હર્ષાગાર ..... અનંત ઉપકારી તરણતારણ અરિહંત પરમાત્મા પાસેથી ત્રિપદી મેળવી ગણધર ભગવંતોએ અંતર્મુહૂર્તમાં જ દ્વાદશાંગીની રચના કરી; એના પ્રત્યેક અંગમાં રહેલ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ મોક્ષાભિલાષી આત્માઓ માટે ઉપકારક બની શકે છે. તેમાં પણ ધર્મકથાનુયોગ સર્વજીવો માટે ખૂબ જ ઉપકારક બન્યો છે. | અનાદિ કાળથી સંસાર સમુદ્રમાં અથડાતા જીવોના લલાટે સુખ-દુઃખની ઘટમાળ લખાયેલી જ છે. જીવ સુખી થવા અનેક પ્રયત્ન કરે છે પણ સુખની સાચી વ્યાખ્યા સમજતા નથી પરિણામે દુઃખોની હારમાળા ચાલુ જ રહે છે. કથા સાંભળતાં, વાંચતા પોતાની વ્યથા દૂર કરી શકે તે જ સંસાર સાગર તરી શકે છે. પ્રસ્તુત કથા ખાસ કરીને કર્મની કેવી વિચિત્ર, વિષમ પરિસ્થિતિ હોય છે તેનું હૃદયદ્રાવક ચિત્ર રજૂ કરે છે. ચંદ્રલેખાની કથાએ કોઈનવલકથાનથી પણ ધર્મ આરાધનાના મહિમાને બતાવતી વૈરાગ્યરસથી ભરપૂર બોધદાયક તાત્ત્વિક કથા છે. ચંદ્રલેખાની બાલ્યાવસ્થા સુખચેનમાં વીતી, માતા પિતાનું અગાધ વાત્સલ્ય મળ્યું. એ જ ચંદ્રલેખાને લગ્ન પછી કેવું બુદ્ધિકૌશલ્યવાપરવું પડ્યું અને તે દ્વારા પોતે બોલેલ વચનનું પાલન કરી બતાવ્યું, તેનો આબેહૂબ ચિતાર અહીં આપવામાં આવ્યો છે. દઢ સમ્યક્ત્વના મહિમાને બતાવનાર આ કથારત્નના ગૌરવને શબ્દસ્થ કરવું અમારા જેવા અજ્ઞ માટે અત્યંત કઠીન છે. છતાં વિ.સં. ૨૦૫રના શ્રી દાદાસાહેબ જૈન ઉપાશ્રય, ભાવનગરમાં ચાતુર્માસ બિરાજમાન પ.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મ.ના વ્યાખ્યાનોના આધારે આ લઘુ કથાનું આલેખન કર્યું છે. આમારા જીવનનો સૌ પ્રથમ પ્રયત્ન છે, તેથી તેમાં ક્ષતિ હોવાનો સંભવછે. આમછતાં પ.પૂ.વિદ્વધર્ય આ.શ્રી વિજય શીલચંદ્રસૂરિજી મ. જેવા સંશોધન-સંપાદનના અનુભવીનું માર્ગદર્શન આ શબ્દ સ્વરૂપને પ્રાપ્ત થયું છે, તેથી તે પ્રાયઃ સંપૂર્ણ ક્ષતિમુકત બન્યું છે. તે અમારા સૌના અહોભાગ્ય છે. આ કાર્યમાં ૫.પૂ. આચાર્ય મહારાજ આદિના તથા પૂ.સા.શ્રી દેવીશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ.ના અંતરના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તેથી આ કાર્ય મારાથી શકય બન્યું છે. પ્રાંતે, વર્તમાન પુદ્ગલાનંદી જીવોના આનંદદાયક બોધકદષ્ટાંતોના મર્મને જીવનમાં ઉતારી આત્માને ઓળખી સૌ યથાશીધ્ર સમ્યકત્વ તથા મુકિતપદ પ્રાપ્ત કરે એ જ મનોકામના વિ.સં. ૨૦૫૪, માગશર સુદ-૧૫ તા. ૧૪-૧૨-૧૯૯૭, રવિવાર સા. હર્ષરખાશ્રીજી અમદાવાદ - ૩૮૦૦૦૭. Jain Education International For Private Nersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44