Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ સો ડાહ્યાનો એક મત હોય પણ હજાર ડાહ્યાના અનેક મત હોય, ગામ આખામાં વાત ફેલાઈ ગઈ. મધ્યાહન સમયે સભા ભરાઈ. તમાશાને તેડું ન હોય. આખી સભા ચિક્કાર ! હકડેઠઠ જામી. શાંતિ તો એવી કે ટાંકણી પડે તો પણ અવાજ આવે. પીન ડ્રોપ સાયલન્સ ! રાજા પૂછે છે, "શું મંત્રી ! તમારી બુદ્ધિ નથી પહોંચતી ?" મંત્રી : "આ વિવાદ અપૂર્વ છે. હા-ના કહીને દુઃખ લગાડવામાં પાપ લાગે, વગર પગે પેસે તેવું આ પાપ છે. વળી, અહંકાર એક વસ્તુ છે ને ન્યાય બીજી વસ્તુ છે, માટે મહારાજ ! તેઓને કહો કે, તમે કોઈ જ્ઞાની પાસે જાઓ. આ વાતનો નિવેડો અમે ન લાવી શકીએ.” સરળ વાત કરનાર કપટ નથી કરતો ને કપટી તો કયાંય ગૂંચવી દે. ૪. રાજસભામાં ન્યાય તોળાવવા 5|[D)||(b)(O)||©JA L D O VVVVIVUNT - IT Sી GAYATATAK GDLI IT બહOS olelor OXXXSCOX રાજાને થયું, આ લોકોની વાતનો ઉકેલ ન લાવું તો મારી આબરૂ જાય. આબરૂ ના ભયે તો જીવોએ કંઈક દુઃખ સહ્યા છે. તેણે ગુસ્સાથી કહ્યું, "તમે ચુકાદો ન આપો તો હું આપી દઉં” સત્તા આગળ શાણપણ નકામું. મંત્રીએ કહ્યું, "રાજનું! જેવી આપની ઈચ્છા." ત્યાં મેના બોલી, "અમારો ન્યાય સીધો-સાદો નથી. માટે રાજન ! આપ વિચારપૂર્વક ચુકાદો આપજો." ગર્વીલો રાજા બોલ્યો, "તું મને શું શિખામણ આપે છે? સત્તાધીશ જે કહે તે જ ન્યાય કહેવાય.” મંત્રી મૌન રહ્યા ને રાજાએ પોતાની બુદ્ધિથી ચુકાદો આપતા કહ્યું : "જે બીજ વાવે તેનું અનાજ હોય એવા ન્યાયથી આ પુત્ર પોપટનો જ છે. માટે મેનાને જ્યાં જવું હોય ત્યાં એકલી જાય." Jain Education International For Private 6 Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44