Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ ચારમુષ્ટિવડે લોચ કરી વેશ ગ્રહણ કર્યો. ત્યારબાદ દેવનિર્મિત મનોરમ સુવર્ણકમળ પર બેસી ભવ્યજીવોની સામે શિવસુખદાયક ધર્મનો ઉપદેશ આપતા કેવળીભગવંતે ફરમાવ્યું. "ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ ચાર પુરુષાર્થમાં મોક્ષ ઉત્તમ છે ને તેને માટે ધર્મની આરાધના કરાય છે. અર્થ અને કામ પણ ધર્મથી જ મળે છે. સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષના હેતુઓ છે. તેમાં સમ્યકત્વ મોક્ષનું મૂળ છે. જિનેશ્વરભગવંતોએ પ્રરૂપેલ તત્ત્વો પર શ્રદ્ધા કરવી તે જ સમ્યકત્વ છે. તે નિસર્ગથી ને અધિગમથી એમ બે પ્રકારે છે. તેના સડસઠ ભેદો છે. ૫ ભૂષણ ૪ શ્રદ્ધા ૩ લિંગ પલક્ષણ ૧૦ વિનય ૬ યૂણા ૩ શુદ્ધિ કે આગાર ૫દૂષણ ૬ભાવના ૮ પ્રભાવક ૬ સ્થાન. આમ સડસઠ ભેદે સમ્યકત્વ શુદ્ધ જાણવું. આવાસમ્યગદર્શનથી જીવસમ્યગુજ્ઞાની બને છે અને તેનાથી સમ્યક્ઝારિત્રની આરાધના કરી કર્મના કલેશોનો નાશ કરી પરમપદરૂપ નિર્વાણને પામે છે, અને અજરામરત્વ પામી ફરીથી સંસારમાં આવતો નથી. दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाऽङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ।। બીજ જ્યારે સર્વથા બળી જાય છે ત્યારે જેમ તેમાંથી અંકુરો ફૂટતો નથી તેમ કર્મ રૂપી બીજ બળી ગયે છતે સંસારરૂપી અંકુરો ઊગતો નથી. માટે ભવ્યાત્માઓએ ભવભ્રમણના કારણભૂત મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ અને ધર્મનું આરાધન કરવું જોઈએ. મિથ્યાત્વ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારનું અને દેવ-ગુરુ-ધર્મ ભેદે ત્રણ પ્રકારનું છે. | મિથ્યાત્વ અસાધ્ય રોગસમાન છે, ઉગ્ર વિષ જેવું કાતિલ છે, જીવનો બળવાન શત્રુ છે અને મિથ્યાત્વ જ દુર્ગતિ છે. આ મિથ્યાત્વના ત્યાગથી જીવનું સમ્યકત્વ નિર્મળ થાય છે, આત્મશુદ્ધિ થાય છે ને શુદ્ધાત્માને મોક્ષ દૂર નથી." આવી દેશના સાંભળી મિથ્યાત્વી દેવીએ પ્રગટ થઈ પોતાના અપરાધ ખમાવ્યા અને સમ્યક્ત અંગીકાર કર્યું. ત્યારબાદચંદ્રલેખા કેવળીએ દુર્વલિત રાજા તથા નગરજનોને પ્રતિબોધ પમાડયો. અનુક્રમે વિચરતા વિચરતા, ભવ્યજીવોનો ઉદ્ધારા કરતા, અંત સમયે ચંદ્રલેખા કેવળી તીર્થાધિરાજ શ્રી શત્રુંજયતીર્થ પર પધાર્યા અને અનશન કરી મોક્ષે સિધાવ્યા. આવું ચંદ્રલેખાનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય જીવો ! તમે સદ્ઘતોરૂપી મહાવૃક્ષના મૂળ જેવા અને સદ્ગતિને આપનારા સમ્યકત્વને નિર્મળ બનાવી, તેના દ્વારા ધર્મને આરાધી પરમપદવીને પામો !!! Jain Education International For Priva34 Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 38 39 40 41 42 43 44