Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ "હે ભવ્ય જીવો ! ઝેર ખાવું સારું, આગ સાથે રમત કરવી સારી પણ સંસારના બંધનમાં પડેલા જીવોએ ધર્મમાં પ્રમાદ કરવો યોગ્ય નથી. કારણ કે ઝેર અથવા અગ્નિ તો એક જ જન્મમાં જીવતરનો નાશ કરે છે જ્યારે, ઉત્તમ માનવ ભવ મળ્યો, દેવ-ગુરુ-ધર્મ મળ્યા, આરાધનાની સમગ્ર સામગ્રી મળી છતાં ય પ્રમાદ કરે તો, તે પ્રમાદ સેંકડો ભવો સુધી જીવને મારે. માટે હે જીવો ! તમે પ્રમાદનો ત્યાગ કરી, જે બાવ્રતરૂપ ધર્મવૃક્ષનું મૂળ છે, ધર્મનગરનું દ્વાર છે, મોક્ષમહેલનો પાયો છે, સર્વસંપત્તિનું નિધાન છે, રત્નોનો આધાર જેમ સમુદ્ર છે તેમ જે સધળા ગુણોનો એક આધાર છે, ચારિત્રરૂપી ધનનું પાત્ર છે, તેવા સમ્યકત્વમાં તમે ઉદ્યમ કરો અને કુકર્મોના મર્મને વીંધી નાખનાર, શિવસુખદાયક શુદ્ધ શ્રાવકધર્મનું તમે પાલન કરો. | વળી, પરતીર્થે-પરધર્મમાં ગયેલા મનુષ્યોને મરણસમયે પણ જો સમ્યકત્વ પ્રત્યે ભકિત તથા રાગ હોય તો તેઓ ભવાંતરમાં અવશ્ય મુકિતફળના ભોકતા બને છે. માટે તમે સમ્યકત્વમૂળ બારવ્રતરૂપ શ્રાવકધર્મમાં ઉદ્યમ કરો અને મળેલા માનવભવને સાર્થક કરો." આ રીતે ધર્મદેશના કહી તેઓએ ચંદ્રલેખાને કહ્યું : "ભદ્ર ! તું તો તારા પૂર્વભવને જાણે છે છતાં ય બોધ કેમ પામતી નથી ? તેં શ્રી શત્રુંજય તીર્થ પર શ્રી આદિનાથ ભગવાનની અનશનપૂર્વક આરાધના કરેલી, ને તેને લીધે પ્રાપ્ત થયેલ સમ્યકત્વના પ્રતાપે, અંતસમયે દુર્લલિત રાજા પર કોપ કરવા છતાં તને આટલી સમૃદ્ધિ અને સઘળા લોકને આશ્ચર્ય પમાડનાર બુદ્ધિવૈભવ મળ્યો છે તેનો તને ખ્યાલ નથી ? તું પ્રમાદી બનીને આરાધના શા માટે ચૂકી જાય છે ?" | આ સાંભળી ચંદ્રલેખાનું હૃદય વૈરાગ્યવાસિત બન્યું ને તેણીએ સમ્યત્વ રત્નથી ભૂષિત સુંદર બારવ્રતરૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો. રાજા. તથા બીજા લોકોએ પણ યથાશકિત નિયમો ગ્રહણ કર્યા. ત્યારબાદ સર્વલોકો સૂરિભગવંતને વંદન કરી યથાસ્થાને ગયા. ગ્રંથકાર ભગવંત કથાવસ્તુ બતાવતા બતાવતા આપણને વાસ્તવિકતાની ભૂમિ પર લાવી ઊભા કરી દે છે. કારણ કે વાત ને વાર્તા દ્વારા વાસ્તવિકતાનું ભાન થાય તો જ તે પરિણમે. ચંદ્રલેખા-ચરિત્ર સાંભળતા કેવા ભાવ થયા? - મજા આવી ! - ન્યાય કેમ તોળાય તે જાણવા મળ્યું. - વૈર કેમ બંધાય છે તે જોયું. - સમજણપૂર્વક બદલો કેમ લેવાય છે તે વિચાર્યું. - બધું થયા પછી ધર્મની આરાધના પણ કરવી જોઈએ, તે સાંભળ્યું. ચંદ્રલેખા આપણને શીખ આપે છે કે, જીવનમાં થયું ન થયું બધું ભૂલી જઈ અપ્રમત્તભાવે ધર્મ આરાધી લેવા જેવો છે.” હવે ચંદ્રલેખા, 'હાશ ! પાપોનું પોટલું ઊતારવાનો હવે સમય આવી ગયો છે', એમ વિચારી વ્રતમાં અતિશય દૃઢચિત્તવાળી થઈ અને ગ્રહણ કરેલ વ્રતનું સ્મરણ રહે માટે પર્વતિથિએ સામાયિક-પૌષધાદિ કરે છે, અને પોતાનાં પાપોની શુદ્ધિ કરે છે. એક દિવસ તે પૌષધ લઈને ક્રોધ-માન-માયા-લોભાદિ અંતરંગ શત્રુઓને જીતવા અત્યંત નિશ્ચલ થઈ કાયોત્સર્ગ કરી રહી છે. ત્યારે તે નગરમાં રહેનારી એક સમ્યકત્વી દેવી અને એક મિથ્યાદષ્ટિ દેવી તેનાથી આકર્ષાઈને ત્યાં આવી. તેની સમ્યકત્વમાં દઢતા અને ધ્યાનની નિશ્ચલતા જોઈ પ્રશંસા કરતા સમ્યકત્વી દેવી કહે, "ધર્મમાં આવી દઢતા જવલ્લે જ જોવા મળે છે. ખરેખર ! આ સ્ત્રીને પોતાના ધ્યાનમાંથી ચલાયમાન કરવા દેવો પણ સમર્થ નથી !" Jain Education Interational For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44