Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ એકવાર રાજા દરબારમાં બેઠા હતા ત્યારે વનપાલકે આવીને વધામણી આપી, "રાજન ! નગર બહાર કુસુમાકર નામના ઉદ્યાનમાં અનેક મુનિઓથી પરિવરેલા અતિશય જ્ઞાની શ્રી અભયંકરસૂરિ નામના આચાર્યભગવંત પધાર્યા છે.” આ સાંભળી રાજા અત્યંત આનંદિત થયો. તેણે વનપાલકને જિંદગીભરનું દળદર ફીટી જાય તેટલું ઘન/ ઈનામ આપ્યું અને પોતાના પરિવાર સાથે ગુરુભગવંતને વંદન કરવા તૈયાર થયો. રાજાને આખા દેશનો કારભાર હતો તોય જ્યાં ધર્મની વાત આવી ત્યાં બધું છોડીને તૈયાર થઈ ગયો. આપણે ય ઘર-કુટુંબ-દુકાન માટે આખી જિંદગી વેડફીએ છીએ તો ધર્મ માટે ઘડી-બે ઘડી સમય આપવા તૈયાર થઈએ. રાજા પોતાના રસાલા સાથે ઉદ્યાનમાં પહોંચ્યો. ગુરુભગવંતને ઉલ્લાસપૂર્વક ત્રણ પ્રદક્ષિણા-વંદનાદિ કરી યથોચિત સ્થાને બેઠો. યોગ્ય જાણી ગુરુ મહારાજ દેશના ફરમાવે છે : araraan ૧૯. કેવળી ભગવંતની દેશના Ja reducZOITIT Use Only www.ameraty.org TO Tarters 3

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44