________________
૨૦. વ્રત અંગીકાર – કેવળજ્ઞાન
આ સાંભળી મિથ્યાત્વીદેવી કહે, "તું અતિશયોકિત કરે છે. અચિંત્ય શકિતવાળા દેવો સામે મગતરાં જેવા માનવીનું શું ગજું ? તું જો તો ખરી ! હું ચપટી વગાડતાં આ ચંદ્રલેખાને ધ્યાનભ્રષ્ટ કરું છું."
તે દેવીએ ચંદ્રલેખાને ક્ષુબ્ધ કરવા ભયંકર રાક્ષસોને વિકૃર્યા. તેઓ એ પર્વતને પણ ફોડી નાખે એવા પ્રચંડ અવાજે કહ્યું : "હે મૂઢ સ્ત્રી ! તું આ ધર્મને ત્યજી દેનહિતો અમે તને ગળી જઈશું અને શ્રાવક ધર્મને છોડીમોક્ષને માટે અમારી પૂજા કર નહિતર તારો નાશ નિશ્ચિત છે."
વજપાત જેવાં આ વચનો સાંભળીને પણ અતિનિશ્ચલ ચંદ્રલેખા હૃદયના ભૂષણ સમાન સમ્યક્ત્વથી લેશ પણ ચલિત ન થઈ. એટલે પ્રચંડ પવનથી દૂર થયેલ વાદળાંની જેમ તે રાક્ષસો પણ આકાશમાં વિલીન થઈ ગયા.
આ જોઈ દેવીએ અતિઘોર હાથી અને સિંહોને વિદુર્ગા. પણ ચંદ્રલેખાના ચિત્તનો એક ખૂણો પણ આ ઉપસર્ગથી ક્ષોભ ન પામ્યો. હવે દેવીએ પોતાની માયાવડેદુર્લલિત રાજાનાવાળ પકડીચંદ્રલેખા સામેલાવી કહ્યું, "હે મુગ્ધ ! તું આ કપટ ધર્મને છોડી દેનહિતર આ તારા પ્રિય પતિને મારી નાખીશ !”
આ સાંભળીને પણ ચંદ્રલેખા ક્ષોભ પામ્યા વગર ધ્યાનમાં તત્પર થઈ. ત્યારે તે નકલી રાજા તેની સામે કરુણ સ્વરે રડતો રડતો તેને કહેવા લાગ્યો, "હે પ્રિયે ! તું ધર્મનો ત્યાગ કર જેથી મારું કષ્ટ દૂર થાય. કારણ કે
કુળવધૂઓ પોતાના પ્રાણ આપીને પણ પતિનું રક્ષણ કરે છે." [ આ સાંભળી ચંદ્રલેખાએ વિચાર્યું, પતિ તો ભવોભવ મળે છે. જ્યારે અતિદુપ્રાપ્ય ધર્મ આ જન્મમાં જ મળ્યો છે. વળી, આ પતિ આ ભવમાં જ કામ લાગશે જ્યારે ધર્મ ભવોભવ સહાય કરશે માટે હું વ્રતનું ખંડન નહિ કરું.' આવું ચિન્તન કરતી તે ધર્મથી ડગી નહિ. મેરુ ડગે પણ જેનાં મનડાં નો ડગે.”
તે પરિણામની ધારાએ ચઢવા લાગી. ક્ષણવારમાં તો ક્ષપકશ્રેણિએ ચડી ચાર ઘાતિકર્મોને નાશ કરી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનને પામી.
કસોટી બધાની થાય છે પણ કોઈ વિરલ-વીરલો જ તેનો પાર પામે છે. આ બધું કાંઈ એક ભવમાં સિદ્ધ થતું નથી. કેટલાંય ભવોનો અભ્યાસ હોય ત્યારે આમાંથી પાર પડાય આપણો ભવ પણ અભ્યાસનો છે માટે અભ્યાસ કરતા રહીએ.
જ કેવળજ્ઞાન ઉત્પન્ન થતાવેંત નજીક રહેલા દેવતાઓએ ચંદ્રલેખાનો જય જયકાર કર્યો ને તેમને વેશ આપ્યો. ચંદ્રલેખાએ
RE
>
Jain Education Intematonal
For Private
Personal Use Only
www.jainelibrary.org
33.