Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001800/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વી ચંદ્રલેખા (સચિત્ર) • પ્રવચનકાર · ૫.પૂ.આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.સા. & Person 100 (7) Caec Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ If 18 M Ph / / / | આ.શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ | શ્રી નેમિ નંદન ગ્રંથમાળા-૧૭ ||. || નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે || // શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકર-સૂરિસગુરુભ્યો નમઃ | દઢ સમ્યકત્વી ચંદ્રલેખા (સચિત્ર) : પ્રવચનકાર : પ.પૂ. આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ : અવતરણ: પૂ.સાધ્વી શ્રી હર્ષદેખાશ્રીજી મ. ચિત્રાલેખન : શ્રી જયેન્દ્રભાઈ પંચોલી | પાઠશાળાના વિદ્યાર્થીઓને ભેટ પ્રેરક- આ.શ્રીવિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મ. સૌજન્ય- ડો.પ્રીતમબેન એસ. સિંઘવી. - ધ ગથિ- વાર મારક પ્રકાશક શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુર સ્મારક ટ્રસ્ટ અમદાવાદ ww.jame orary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ દઢ સમ્યકત્વી ચંદ્રલેખા © સર્વાધિકાર સુરક્ષિત પ્રથમ આવૃત્તિ: ૧૫ જાન્યુ. ૧૯૯૮ મૂલ્ય: રૂા. ૬૦-૦૦ પ્રાપ્તિ સ્થાન: ૧. જનકભાઈ એ. શાહ ૩૩૫, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧. ફોન નં. ૨૧૬૩૬૪૬ ૨. સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના અમદાવાદ - ૩૮૦૦૦૧. ૩. જયંતિલાલ કે. શેઠ 'નિશાંત' શ્રી મહાવીર જૈન સોસાયટી ગોધરા - ૩૮૯૦૦૧. ફોન નં. ૪૩૬૩૬ ૪. દેવી-રાજેન્દ્ર આરાધના ભવન ૧, હરીશ એપાર્ટમેન્ટ, જૈન મર્ચન્ટ સો. પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ૫. જૈન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧. મુદ્રક: એમ. બાબુલાલ પ્રિન્ટરી ફતેહભાઈની હવેલી, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન નં. : પ૩પ૭૫૭૭ Jan Education International Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ૫.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્યશ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે વર્ષો પહેલાં પ.પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાથે પાંજરાપોળ જૈન ઉપાશ્રયે ચાતુર્માસ હતા ત્યારે ભાવનાધિકારે ચંદ્રલેખા ચરિત્ર'નું વાંચન કરેલ. તે ખૂબ જ પ્રશંસનીય રહ્યું હતું. ત્યારથી ગુજરાતી ભાષામાં 'ચંદ્રલેખા ચરિત્ર'ની સતત માંગણી થતી રહી છે. વિ.સં. ૨૦૫ર ના ભાવનગરના ચાતુર્માસમાં પણ ભાવિક શ્રાવક-શ્રાવિકાઓએ એ જ માંગણી કરી અને પ.પૂ. શાસનસમ્રાટશ્રીના આજ્ઞાવર્તિની, દાદા સાહેબ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાનપૂ. વિદુષી સાધ્વી શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા પૂ.સાધ્વી શ્રી હષરખાશ્રીજી ને ૫.પૂ. આચાર્ય મહારાજના પ્રવચનોના આધારે આ કથાનું લોકભાગ્ય-સરળ ભાષામાં આલેખન કરવાનું મન થયું અને તેમના પરિશ્રમના મીઠાં/ મધુર ફળ તરીકે અમો આ સચિત્ર ચંદ્રલેખા ચરિત્ર આપનાં કરકમલોમાં રજૂ કરતાં આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. - શ્રી નેમિનંદન ગ્રંથમાળાના સત્તરમા પુષ્પ તરીકે પ.પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.ની પ્રેરણાથી સ્થપાયેલ અમારી સંસ્થા તરફથી આ પ્રથમ પ્રકાશન છે. તે લોકોમાં આદર પામશે જ એવી અમને શ્રદ્ધા છે. આ પ્રકાશનમાં પ.પૂ.આ.શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મ.સા.ના શિષ્ય ૫.પૂ.આ.શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મ.સા. આદિનું સંપૂર્ણ માર્ગદર્શન તથા સહકાર મળ્યો છે. વિશેષ પૂ.સા.શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ.ના ૪૭વર્ષના સંયમ પર્યાય તથા આ પુસ્તિકાના સંપાદિકા પૂ.સા.શ્રી હર્ષદેખાશ્રીજીના ૧૦૮ અઠ્ઠમ તપની પૂર્ણાહુતિના મંગલ પ્રસંગે આ પુસ્તિકા પ્રકાશિત થાય છે. તેથી સોનામાં સુગંધ ભળે છે. કથાના આધારે સુંદર ચિત્રો તૈયાર કરી આપનાર શ્રી જયેન્દ્રભાઈ પંચોલીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તિકાનું સ્વચ્છ સુઘડ રંગીન છપાઈકામ ઝડપથી સમયસર કરી આપવા બદલ એમ. બાબુલાલ પ્રિન્ટરીના સંચાલક શ્રી કીર્તિભાઈ મફતલાલ ગાંધીનો તથા એ સાથે આ કાર્યમાં આર્થિક સહયોગ આપતા સંઘો અને મહાભાગ્યશાળી શ્રાવક-શ્રાવિકાઓનો અમો પ્રકાશક સંસ્થા વતી આભાર માનીએ છીએ અને આવાં સુંદર પ્રકાશનો લોકો સમક્ષ મૂકવાનો લાભ અમોને પુનઃ પુનઃ મળે તેવી આશા રાખીએ છીએ. વિ.સં. ૨૦૫૪, માગશર સુદ-૧૫ તા. ૧૪-૧૨-૧૯૯૭, રવિવાર અમદાવાદ - ૩૮૦૦૦૧. શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ dary.org Jari Lucalimanoma III Page #6 -------------------------------------------------------------------------- ________________ હર્ષાગાર ..... અનંત ઉપકારી તરણતારણ અરિહંત પરમાત્મા પાસેથી ત્રિપદી મેળવી ગણધર ભગવંતોએ અંતર્મુહૂર્તમાં જ દ્વાદશાંગીની રચના કરી; એના પ્રત્યેક અંગમાં રહેલ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ મોક્ષાભિલાષી આત્માઓ માટે ઉપકારક બની શકે છે. તેમાં પણ ધર્મકથાનુયોગ સર્વજીવો માટે ખૂબ જ ઉપકારક બન્યો છે. | અનાદિ કાળથી સંસાર સમુદ્રમાં અથડાતા જીવોના લલાટે સુખ-દુઃખની ઘટમાળ લખાયેલી જ છે. જીવ સુખી થવા અનેક પ્રયત્ન કરે છે પણ સુખની સાચી વ્યાખ્યા સમજતા નથી પરિણામે દુઃખોની હારમાળા ચાલુ જ રહે છે. કથા સાંભળતાં, વાંચતા પોતાની વ્યથા દૂર કરી શકે તે જ સંસાર સાગર તરી શકે છે. પ્રસ્તુત કથા ખાસ કરીને કર્મની કેવી વિચિત્ર, વિષમ પરિસ્થિતિ હોય છે તેનું હૃદયદ્રાવક ચિત્ર રજૂ કરે છે. ચંદ્રલેખાની કથાએ કોઈનવલકથાનથી પણ ધર્મ આરાધનાના મહિમાને બતાવતી વૈરાગ્યરસથી ભરપૂર બોધદાયક તાત્ત્વિક કથા છે. ચંદ્રલેખાની બાલ્યાવસ્થા સુખચેનમાં વીતી, માતા પિતાનું અગાધ વાત્સલ્ય મળ્યું. એ જ ચંદ્રલેખાને લગ્ન પછી કેવું બુદ્ધિકૌશલ્યવાપરવું પડ્યું અને તે દ્વારા પોતે બોલેલ વચનનું પાલન કરી બતાવ્યું, તેનો આબેહૂબ ચિતાર અહીં આપવામાં આવ્યો છે. દઢ સમ્યક્ત્વના મહિમાને બતાવનાર આ કથારત્નના ગૌરવને શબ્દસ્થ કરવું અમારા જેવા અજ્ઞ માટે અત્યંત કઠીન છે. છતાં વિ.સં. ૨૦૫રના શ્રી દાદાસાહેબ જૈન ઉપાશ્રય, ભાવનગરમાં ચાતુર્માસ બિરાજમાન પ.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મ.ના વ્યાખ્યાનોના આધારે આ લઘુ કથાનું આલેખન કર્યું છે. આમારા જીવનનો સૌ પ્રથમ પ્રયત્ન છે, તેથી તેમાં ક્ષતિ હોવાનો સંભવછે. આમછતાં પ.પૂ.વિદ્વધર્ય આ.શ્રી વિજય શીલચંદ્રસૂરિજી મ. જેવા સંશોધન-સંપાદનના અનુભવીનું માર્ગદર્શન આ શબ્દ સ્વરૂપને પ્રાપ્ત થયું છે, તેથી તે પ્રાયઃ સંપૂર્ણ ક્ષતિમુકત બન્યું છે. તે અમારા સૌના અહોભાગ્ય છે. આ કાર્યમાં ૫.પૂ. આચાર્ય મહારાજ આદિના તથા પૂ.સા.શ્રી દેવીશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ.ના અંતરના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તેથી આ કાર્ય મારાથી શકય બન્યું છે. પ્રાંતે, વર્તમાન પુદ્ગલાનંદી જીવોના આનંદદાયક બોધકદષ્ટાંતોના મર્મને જીવનમાં ઉતારી આત્માને ઓળખી સૌ યથાશીધ્ર સમ્યકત્વ તથા મુકિતપદ પ્રાપ્ત કરે એ જ મનોકામના વિ.સં. ૨૦૫૪, માગશર સુદ-૧૫ તા. ૧૪-૧૨-૧૯૯૭, રવિવાર સા. હર્ષરખાશ્રીજી અમદાવાદ - ૩૮૦૦૦૭. For Private Nersonal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ દઢ સમ્યકત્વી ચન્દ્રલેખા या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥ १ ॥ अरिहंतो मह देवो जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इअ सम्मतं मए गहिअं ॥ २॥ શાસ્ત્રકાર ભગવંત સમ્યત્વ પર નાનકડી કથા કહે છે. સમ્યત્વ શું છે ? સમ્યકત્વ એ જ આત્માનું જીવન છે. જેમ શ્વાસ વિનાનું જીવન નકામું તેમ સમ્યકત્વ વિનાનું જીવન નકામું. જેમ આંખ વિનાના મુખની કોઈ કિંમત નથી તેમ સમ્યકત્વ રહિત ધર્મની કોઈ કિંમત નથી. ગમે તેટલા ભવો કર્યા પણ જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવની ગણતરી થતી નથી. | સમ્યકત્વની વ્યાખ્યા શું છે ? "જેમના રાગ-દ્વેષ સદંતર નાશ પામ્યા છે એવા અઢાર દોષ રહિત વીતરાગને જ દેવ માનવા; પંચ મહાવ્રતધારી, કંચન-કામિનીના ત્યાગી, ભિક્ષામાત્રથી આજીવિકા કરનાર, સદાય સદાચારમાં પરાયણ અને ધર્મના ઉપદેશક એવા સાધુ ભગવંતને જ ગુરૂ માનવા; અને અહિંસાપ્રધાન ધર્મને જ સાધો ધર્મ માનવો.” એ સમ્યકત્વ કહેવાય અને આ સમ્યત્વમાં જેનું મન નિશ્ચળ છે તે જ સમ્યકત્વી છે. આવું સમ્યકત્વ ચંદ્રલેખામાં હતું. તે કોણ હતી ? તેનો પૂર્વભવ શું છે? સમ્યકત્વના આરાધનથી તેણીને શો લાભ થયો તે વિચારીએ. આ ચરિત્ર કહેવાનો આશય એ જ કે તેને સાંભળીને આપણે પણ દઢ સમ્યકત્વવંત-શ્રદ્ધાયુકત બનીએ. કારણ કે જ્ઞાનચારિત્ર હોય પણ જો સમ્યકત્વ ન હોય તો એકડા વિનાના મીંડા જેવું છે. માટે સમ્યકત્વ પામવા યત્ન કરવો. કહ્યું છે કે : सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः । सम्यक्त्वमित्रान्न परं हि मित्रं, सम्यक्त्वलाभान्न परो हि लाभः ।। दंसणभद्रो भद्रो.दंसणभद्रस्स नत्थि निव्वाणं । सिज्झंति चरणरहिया दंसणरहिया न सिज्झंति ।। કથા તેને કહેવાય જે થાક ઉતારે. આ કથા પણ તેવી જ છે. આમાં સંસારની ઠોસ હકીકતો ભરેલી છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદનના વૃક્ષોથી છવાયેલો મલયાચલ પર્વત છે. પવન વહે તો ચારેકોર ચંદનની સુગંધ ફેલાઈ જાય. તે પર્વત પર એક વિશાળ વટવૃક્ષ છે. તેના પર અનેક પંખીઓએ પોતાના માળા બનાવ્યા છે અને આવતા-જતા વટેમાર્ગુઓનું તે વિશ્રામસ્થળ છે. આ વૃક્ષ પર પરસ્પર અતિશય પ્રીતિવાળા એક પોપટ-મેનાના યુગલે માળો બનાવ્યો છે. બંને સુખપૂર્વક જીવે છે. ઘણા પશુ-પંખીઓ ભાગ્યશાળી હોય છે અને મનુષ્યોને ગમી જતા હોય છે. આ યુગલ પણ એવું ભિાગ્યશાળી છે. એકવાર વડલા નીચે કોઈ વિદ્યાધર વિશ્રામ લેવા આવ્યો. સૂતા સૂતા તેની નજર ડાળ પર બેઠેલા પોપટ અને એના પર પડી. આંખને ગમી ગયા. મીઠી ભાષા પણ ગમી ગઈ. Jain T omar Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧. પોપટ મેના યુગલ પક્ષી મીઠું બોલે તોય ગમે છે તો માણસ મીઠું બોલે તો કેવું ગમે ? પણ આપણે તો કડવાશ ભરીને બેઠા છીએ. પછી બીજાને કચાંથી ગમીએ ? ગૌતમસ્વામીના રાસમાં કહ્યું છે કે "જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા.” ઉત્તમના મુખમાં મધુરી ભાષા હોય. ઉત્તમ બનવું હોય તો અને બીજાને ગમીએ તેવા થવું હોય તો મધુર અને હસતે મોઢે બોલવું. યુગલ મધુર સ્વરે બોલી રહ્યું છે. એ સાંભળી વિદ્યાધરને થયું કે, 'આ બન્નેને ઘેર લઈ જાઉં ! આવા સુંદર પક્ષીઓ ઘરમાં હોય તો કેટલું સારું ?’ 'સારું એ મારું' એ જેમ માનો છો તેમ 'સારી વાત પણ મારી' એવું માનજો. વિદ્યાધરે પોપટ-મેનાને હસ્તગત કર્યા. મલયાચલથી વૈતાઢય પર્વત પર લઈ ગયો. બન્નેને રહેવા માટે રત્નજડિત પાંજરું બનાવ્યું. પછી બન્નેને મનુષ્યની ભાષા શીખવાડી. સંસ્કૃત-તત્ત્વજ્ઞાન-ષગ્દર્શન અને સધળી ય કળાઓનો અભ્યાસ કરાવ્યો. જ્યાં જાય ત્યાં બન્નેને સાથે જ લઈ જાય. સ્ત્રી-પરિવાર પ્રત્યે જેટલી મમતા નથી તેટલી પોપટ-મેના પ્રત્યે થઈ ગઈ છે. પાંજરું જીવની જેમ સાથે રાખે છે. બન્નેને ખૂબ સાચવે છે. ખવડાવે-પીવડાવે-નવડાવે-આનંદ પ્રમોદ કરાવે છે. તીર્થયાત્રામાં પણ લઈ જાય છે. 2 Page #9 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ બન્નેનું સદ્ભાગ્ય હશે કે વિદ્યાધર પાંજરું લઈને ચારણ ઋષિ(મુનિ)ને વંદન કરવા ગયા છે. ત્યાં મુનિની દેશના સાંભળી. મુનિની દૃષ્ટિ પાંજરા પર, પોપટ-મેના પર પડી.' થયું, 'આવું બંધન ?' બંધન કોઈને ગમતું નથી. વિદ્યાધરને ઉપદેશ આપ્યો. આવી દેશના સાંભળી વિચારમાં પડી ગયો. - હિતમાં પ્રવર્તાવે અને અહિતમાંથી પાછા વાળે તેનું નામ દેશના. હૈયું ભીનું રાખજો – કોમળ બનાવજો. બીજાનાં દુઃખોને દૂર કરજો. "દયામય ઐસી મતિ હો જાય, ઔરોં કે દુઃખો કો મેં સમજી, સુખકા કરું ઉપાય.” વિદ્યાધર મુનિના શબ્દોને વાગોળી રહ્યો છે. તેને વિચાર આવ્યો કે, "પંખીને બંધનમાં રાખવા તે બરાબર નથી. મારે કોઈને ય બંધનમાં ન રાખવા જોઈએ.” એ પેલા યુગલને મલયાચલ પર્વત પર મૂકી આવ્યો. બન્ને ય સ્વેચ્છાથી ત્યાં વિચરે છે. યોગ્ય સમયે તેમને એક પુત્ર થયો. એ પછી, એક બીજા પ્રત્યે ગાઢ સ્નેહ છતાંય, બન્ને વચ્ચે એકવાર કલહ થયો. બન્ને વારંવાર ઝઘડવા લાગ્યા. બન્નેનો સંસાર ભંગાર જેવો થવા લાગ્યો. કર્મોનો રંગ મો૨ના ઇંડા જેવો છે. ઇંડુ નીકળે ત્યારે એકે રંગ ન દેખાય પણ મોટું એમાંથી બચ્ચું બહાર આવે ત્યારે રંગબેરંગી થઈ જાય. તેની જેમ કર્મ બંધાય ત્યારે કયા સ્વરૂપે બંધાય તેની ખબર ન પડે, પણ અઢાર પાપની છાપ પડે – રંગ લાગે અને શુભ-અશુભ કર્મોના ઉદયે ચડતી-પડતી રૂપે દેખાય. ૨. વિદ્યાધર, પોપટ-મેના અને મુનિ www.jaine||brary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ ઝઘડો થતાં ઘર પણ કાટમાળ જેવું થઈ ગયું. તેમાં પોપટ નવી મેનાને લઈ આવ્યો. ત્રણેય ભેગા થઈ ઝઘડે ને બચ્યું તે જોઈ રડ્યા કરે. બિચારું શું કરે ? પણ મેના વિવેકી ને સમજદાર છે. તેણે પોપટને કહ્યું : "છોકરો સોંપી દે !” પોપટ કહે, "દીકરો ય નહિ મળે ને નવીને પણ રાખીશ !” સ્ત્રી માટે શોકય એ મોટું દુઃખ. શોક કરાવે તે શોકય. तीर्थंकराणां साम्राज्यं सपत्नीवैरमेव च । वासुदेवबलस्नेहः सर्वेभ्योऽधिककं मतम् ।। છતાંય તેણીએ કહ્યું, "આપણે સમાધાન કરીએ. વીતરાગનો ધર્મ પામ્યા છીએ તો ફલેશ ન કરીએ. તું સુખી રહે તે ઈચ્છું છું. પણ ભવાંતરના સુખ માટે દીકરો મને સોંપ. જેથી અંતકાળે નિર્ધામણા કરાવે.” પોપટ કહે, "આ ભવમાં તો સુખી ન થવા દઉં, પણ ભવાંતરમાં ય સુખી ન થવા દઉં. સમાધાન કેવું? ચાલતી થા. દીકરો તો નહિ મળે, તું ય મારે ન ખપે.” સંસાર વિચિત્રતાઓથી ભરેલો છે. ખારો ઝેર અહીં જ દેખાય છે. પહેલા કજીયો-કંકાસ થાય અને પછી નરકનાં દ્વાર દેખાય. ભર્તુહરિને અમરફળ મળ્યું. તેને વિચાર આવ્યો કે, 'હું ખાઈને શું કરું? મારી પ્રિયતમા પિંગળાને આપું.” પિંગળાને આપ્યું. તેણીએ વિચાર્યું, 'મારો પ્રિયતમ મહાવત છે, તેને આપું.” મહાવતે પોતાની પ્રિયા વેશ્યાને આપ્યું. વેશ્યાએ દેશનો રક્ષણહાર છે' એમ વિચારી પાછું રાજાને આપ્યું. સંસારનું ચક્ર આમ જ ચાલે છે. પતિ હોય ત્યાં સુધી સ્ત્રીને આધાર છે પણ તે તરછોડે પછી સંતાન આધારભૂત બને છે. મેનાએ નમ્રભાવે ફરી કહ્યું : "થોડા દિવસ મને સોંપ. પછી હું ગિરિરાજ ઉપર જઈશ, દાદાનાં દર્શન કરીશ. અનશન કરી ભગવાનનું ધર્મનું શરણ સ્વીકારીશ ને આરાધના કરીશ. મારી સમાધિ ટકે માટે પણ થોડા દિવસ મને સોંપ." પોપટ કહે, "એ નહિ બને. પુત્ર તો પિતાનો જ હોય. નહિ મળે !” મેના ઓછી ન હતી. કહેઃ ૩. પોપટ-મેનાનો ઝઘડો (જંગલમાં) Page #11 -------------------------------------------------------------------------- ________________ "उपाध्यायदशाऽऽचार्य आचार्याणां शतं पिता। सहस्र तु पितुर्माता गौरवेणाऽतिरिच्यते ।। ૧૦ ઉપાધ્યાય બરાબર ૧ આચાર્ય, ૧૦૦ આચાર્ય બરાબર ૧ પિતા ને ૧૦૦૦ પિતા કરતાં માતા ચડી જાય. માટે દીકરાનો હક્ક માતાનો છે. ચાલો રાજ દરબારમાં. ત્યાં ન્યાય કરાવીશું.” | બધાંય મલયાચલથી કાંચીપુરી જવા નીકળ્યા. ત્યાં દુર્વલિત રાજા રાજ્ય કરી રહ્યો છે. તેની રાજસભામાં પહોંચ્યા, અને ટોડલે બેસી બોલવા લાગ્યા કે, "રાજાનો જય થાઓ ! જય થાઓ !” આવા શબ્દો સાંભળી રાજા પોપટને કહે, "અરે ! તમે મનુષ્ય ભાષા બોલો છો ?" ત્યાં પોપટ બોલ્યો, "શું આપના વખાણ કરું? જેનો વિદ્યાનો રસ જોઈને પાતાળમાં પેસી, છુપાઈ ગયેલું અમૃત હજી પણ ત્યાંથી બહાર નથી નીકળતું એવા હે દુર્વલિત રાજા ! જય પામો ! આનંદ પામો ! કમળમાં જેમ રાજહંસી રહે તેમ જેના મુખરૂપી કમળમાં સરસ્વતી વસે છે અને જે ન્યાયમાર્ગરૂપી આકાશમાં સૂર્ય જેવા છે એવા હે રાજન ! આપ સ્વદેશમાં જય પામો ! ને પરદેશમાં વિજય પામો !” રાજાએ ઉંચું જોઈને કહ્યું, "પોપટ ! દૂર શા માટે બેઠો છે? મનુષ્યોથી ડરે છે? અહીં આવ, મારી પાસે બેસ !” વહાલા થવું હોય તો મીઠું બોલવું પડે. ત્રણેય નીચે આવ્યા. રાજાના સિંહાસનના હાથા પર સામ-સામા બેઠા. પોપટ કહે, "સાહેબ બહુ વિશ્વાસે આવ્યા છીએ. આપ જ આધાર છો. અમારે ન્યાય માંગવો છે.” ત્યાં તો મેનાએ પગ ઉંચો કરી નમન કરી કહ્યું, "જય થાઓ ! જય થાઓ !” રાજા કહે, "અરે ! તું પણ મનુષ્યની ભાષા બોલે છે? પોપટ : "મારું આખું કુટુંબ ભણેલું છે. શું ભણ્યા તે ન પૂછતા, શું નથી ભણ્યા તે પૂછજો. રાજા કહે : "તારે શું જરૂર છે ?" પોપટ : "અમારે ઝઘડો છે." "પક્ષીને વળી ઝઘડો ?" "સંસાર છે ત્યાં ઝઘડો છે !" "અરે ! તું આ બધું પણ જાણે છે ?" "અમારા વિદ્યાગુરુની આ કૃપા છે. વિદ્યાધર શોખથી લઈ ગયા અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શાસ્ત્રો ભણ્યાં. ભાગ્ય હોય તો ધન મળે પણ જ્ઞાન તો પુરૂષાર્થથી જ મળે.” "આટલું બધું જાણે છે છતાં ય રગડો-ઝઘડો ?" "પણ આ મારું બૈરું માનતું નથી !” ત્યાં તો મેના બોલી, "મારું પણ સાંભળો. હું છતાં આ બીજી સ્ત્રી લઈ આવ્યો તે તેની ભૂલ નથી ? હું ભણેલી માટે મારે વિવેકથી વર્તવાનું ને તેણે વિવેક નહિ રાખવાનો ? મારું દિલ ઉઠી ગયું છે. મારે મારો દીકરો જોઈએ છે." આ સાંભળી રાજા વિચારમાં પડયો. તેણે મંત્રી સામું જોયું. તેણે વિચાર્યું, શુભ કામ જલદી કરવું અને ખોટું કામ કરવામાં વિલંબ કરવો. તેણે કહ્યું, "અટપટો પ્રશ્ન છે. ન્યાય મનુષ્યના તોળાય છે, પશુ-પક્ષીના નહિ. આવા ન્યાયના કોઈ સંદર્ભ પણ મળતા નથી. એટલે તત્કાલ જવાબ નહિ મળે. મધ્યાહન સમયે વિચારીને ઉત્તર આપીશું." રાજાએ ત્રણેને ઘેર લઈ જઈ, ખવડાવી-પીવડાવી, ગોઠડી માંડી, જ્યારે મંત્રીએ વિચાર્યું કે, આમાં પડવા જેવું નથી. સમજુ સાથે કામ પાડવું, અણસમા સાથે નહિ. Page #12 -------------------------------------------------------------------------- ________________ સો ડાહ્યાનો એક મત હોય પણ હજાર ડાહ્યાના અનેક મત હોય, ગામ આખામાં વાત ફેલાઈ ગઈ. મધ્યાહન સમયે સભા ભરાઈ. તમાશાને તેડું ન હોય. આખી સભા ચિક્કાર ! હકડેઠઠ જામી. શાંતિ તો એવી કે ટાંકણી પડે તો પણ અવાજ આવે. પીન ડ્રોપ સાયલન્સ ! રાજા પૂછે છે, "શું મંત્રી ! તમારી બુદ્ધિ નથી પહોંચતી ?" મંત્રી : "આ વિવાદ અપૂર્વ છે. હા-ના કહીને દુઃખ લગાડવામાં પાપ લાગે, વગર પગે પેસે તેવું આ પાપ છે. વળી, અહંકાર એક વસ્તુ છે ને ન્યાય બીજી વસ્તુ છે, માટે મહારાજ ! તેઓને કહો કે, તમે કોઈ જ્ઞાની પાસે જાઓ. આ વાતનો નિવેડો અમે ન લાવી શકીએ.” સરળ વાત કરનાર કપટ નથી કરતો ને કપટી તો કયાંય ગૂંચવી દે. ૪. રાજસભામાં ન્યાય તોળાવવા 5|[D)||(b)(O)||©JA L D O VVVVIVUNT - IT Sી GAYATATAK GDLI IT બહOS olelor OXXXSCOX રાજાને થયું, આ લોકોની વાતનો ઉકેલ ન લાવું તો મારી આબરૂ જાય. આબરૂ ના ભયે તો જીવોએ કંઈક દુઃખ સહ્યા છે. તેણે ગુસ્સાથી કહ્યું, "તમે ચુકાદો ન આપો તો હું આપી દઉં” સત્તા આગળ શાણપણ નકામું. મંત્રીએ કહ્યું, "રાજનું! જેવી આપની ઈચ્છા." ત્યાં મેના બોલી, "અમારો ન્યાય સીધો-સાદો નથી. માટે રાજન ! આપ વિચારપૂર્વક ચુકાદો આપજો." ગર્વીલો રાજા બોલ્યો, "તું મને શું શિખામણ આપે છે? સત્તાધીશ જે કહે તે જ ન્યાય કહેવાય.” મંત્રી મૌન રહ્યા ને રાજાએ પોતાની બુદ્ધિથી ચુકાદો આપતા કહ્યું : "જે બીજ વાવે તેનું અનાજ હોય એવા ન્યાયથી આ પુત્ર પોપટનો જ છે. માટે મેનાને જ્યાં જવું હોય ત્યાં એકલી જાય." For Private 6 Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ - આ સાંભળી પોપટ રાજી થઈ ગયો. જ્યારે દુઃખી મેનાએ રાજાને કહ્યું : "હે નૃપ! તારા જેવા વિવેકીને આવી શાસ્ત્રથી પ્રતિકૂળ નીતિ ઘડવાનું શોભે નહિ. માટે તું આ ચુકાદાનું પંચ સામે લખાણ કરાવ કે જેથી તને ભૂલાઈ ન જાય.” રાજાએ અભિમાનથી પંચને બોલાવી જેવું બોલ્યો હતો તેવું જ લખાણ કરાવ્યું. તે જોઈ આઘાત પામેલી મેનામૂર્ણિત થઈ ફસડાઈ પડી. દયાળુ મંત્રીએ ઉપાડી, વાત્સલ્યથી પંપાળી, પાણી છાંટયું. મેના ભાનમાં આવી. આંખો ઉઘાડી. પિતાતુલ્ય મંત્રીને જોઈ સાંત્વન પામી. તેનું દુઃખ જોઈને દુઃખી થયેલા મંત્રીએ તેને આશ્વાસન આપ્યું. દુઃખિયાને સાંત્વન આપજો, આશ્વાસન આપજો પણ તેની હાય કદીય લશો નહિ. "તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય. મૂએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય." માટે કદીય કોઈના નિસાસા લેશો નહિ. મંત્રી કહે, "દીકરી ! મારે ઘેર ચાલ !" મેના કહે, "ના ના ! દીકરો-પતિ-ઘર બધું તો ગયું. હવે મારે દેવાધિદેવના ને ગિરિરાજના દર્શને જવું છે. હવે તો હું ને મારો દાદો ! અમારી વચ્ચે કોઈ નહિ. દાદો જ મારે છેલ્લો આશરો છે.” "પણ દીકરી ! ત્યાં જઈને તું શું કરીશ ?" "ત્યાં હું જીવનની છેલ્લી આરાધના કરીશ. આપઘાત એ અધર્મ છે અને અણસણ એ ધર્મ છે. હું અણસણ કરીશ. પ્રભુની ભકિત કરીશ. આવું નિરોગી શરીર છે તેને વેડફી નથી નાખવું.” | આ તરફ, રાજાનો ચુકાદો સાંભળીને ખુશ થયેલો પોપટ તો નિષ્ફરતાપૂર્વક પુત્રને લઈને ચાલતો થયો. બિચારી મેના આત્માની ચિંતા કરતી કરતી અશાંત મને પાંખો ફફડાવતી ગિરિરાજ ઉપર પહોંચી. જ્યાં દાદાના દર્શન થયાં ત્યાં બધાંય દુઃખોને ભૂલી ગઈ. પતિ-પુત્રને ય ભૂલી ગઈ. ચારેય આહારના પચ્ચકખાણ કરીને શુભ ભાવનાઓ ભાવે છે. | વૈરાગ્ય આને કહેવાય, વૈરાગ્ય એ વાતો નથી. દેખાડો નથી, પણ આત્માનું સ્વરૂપ છે. મેના નિરંજન-નિરાકાર પરમાત્મસ્વરૂપનું ચિંતન કરે છે. હું પણ આવું સ્વરૂપ કયારે પામીશ ? પ્રભુની સેવા કયારે પામીશ?' | "કયું ન ભયે હમ મોર વિમલગિરિ?....." શત્રુંજય પર જઈ દાદાની સામે ખૂબ નાચજો પણ સંસારમાં રાચશો નહિ. મેના ભગવાનમાં લીન થઈ ગઈ છે. કર્મો ખપાવે છે. શરીર-હૃદય-મન હળવાં થઈ ગયાં. દર્શન કરતાં માથું નમાવે છે ને પાપ અપાવે છે. ભગવાનનું મુખ જોઈને અતિશય આનંદ-રોમાંચ અનુભવે છે. આંખમાંથી આંસુડાની ધાર વહી રહી છે. દુઃખમાત્ર વીસરાઈ ગયું છે. ભગવાનને વિનવે છે : अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम" "તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ !" ત્રણ ભુવનના નાથ મળ્યા પછી હાય મા ! ઓય મા ! ન હોય. અનિમેષ નજરે ભગવાનને નીરખે છે. ચતુઃ શરણ સ્વીકારે છે, દુષ્કતોની નિંદા કરે છે, સુકૃતોની અનુમોદના કરે છે. વિચારે છે કે, વિદ્યાધર ગુરૂ ન મળ્યા હોત, તો મારું શું થાત? ચાંચો મારીને ઝઘડતી હોત ! ગુરૂએ જ્ઞાન આપ્યું તે આજે હું ભગવાનની સામે સમાધિપૂર્વક બેઠી છું, ને આરાધના કરી રહી છું.’ આવી ભાવનાઓ ભાવતી ને નવકારનું સ્મરણ કરતી પાપોને ધોઈ રહી છે. ! એક પક્ષી જો આવો ભાવ કેળવી શકે, આવી આરાધના કરી શકે તો હું અને તમે ? પ્રભુનું સ્મરણ કરતાં કરતાં જ્યાં જીવનનો છેલ્લો સમય આવ્યો ત્યાં એને દુર્વલિત રાજા યાદ આવ્યો. પતિ-પુત્ર-શોકય યાદ ન આવ્યા પણ જેણે પોતાને અન્યાય કર્યો હતો તે યાદ આવ્યો. ! કૃષ્ણને પગમાં તીર વાગ્યું, અંત સમય નજીક છે તેવો ખ્યાલ આવ્યો. સમાધિપૂર્વક બધું વોસિરાવ્યું. ચાર શરણાં સ્વીકાર્યા પગમાં બાણ મારનારને પણ ખમાવ્યો. પણ જેવી ગતિ તેવી મતિ' એ ન્યાયે છેલ્લા સમયે દ્વૈપાયન ઋષિ પર દ્વેષ જાગ્યો. અંત સમયે ભાવ બગડે તેનો ભવ બગડે. નરકે ગયાં. Jain Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫. મેનાનું ગિરિરાજ પર - અણસણ ' ' 4' ' ' GES વૈરાગ્ય વાસિત મેનાને પણ છેલ્લે રાજા યાદ આવ્યો. તેનો બદલો લેવાનો ભાવ જાગ્યો, ને એવા વિચારમાં જ દેહ છૂટી ગયો. મરીને તે જ કાંચીપુર નગરમાં ચંદનદાસ શેઠના ઘેર પુત્રીરૂપે જન્મ થયો. ચાર દીકરા ઉપર એક દીકરીનો જન્મ થવાથી અત્યંત વહાલી અને લાડકી છે. જેની ઓછપ હોય તેની કિંમત વધુ હોય. ચંદનદાસનો આનંદ કયાંય માતો નથી. ભાઈઓ પણ હરખઘેલા થઈ કહેવા લાગ્યા કે રાખડી બાંધનારી આવી. પુત્રી જન્મી ત્યારથી જાણે ભોંય પર તો મૂકાણી જ નથી. રૂપ અને બુદ્ધિના તો કણીયા ખરે છે. એટલી તેજસ્વી છે કે શેઠ તેને જોઈને ધરાતા જ નથી. બીજના ચંદ્રની લેખાની જેમ બધી રીતે વૃદ્ધિ પામતી હોવાથી તેણીનું નામ ચંદ્રલેખા રાખવામાં આવ્યું. અનુક્રમે મોટી થઈ. કળાચાર્ય પાસેથી બધી જ કળાઓ બહુ ઓછા સમયમાં ગ્રહણ કરી. પૂર્વભવના અભ્યાસથી જૈનધર્મમાં તેને વિશેષ પ્રીતિ cry.org Page #15 -------------------------------------------------------------------------- ________________ છે, તેથી જૈન ધર્મનાં અનુષ્ઠાન કરતાં કરતાં તેણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે સાધ્વીજી પાસેથી તત્ત્વજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો. તેણીને જે જાણે છે તે બધા તેના વખાણ કરે છે. ‘બે જણ પૂછે તેવા થજો, બેમાં અળખામણા ન થશો.” માન માગવાની જરૂર નથી પણ માન મળે તેવું જરૂર કરજો.’ આ જીવને કરાવવા છે વખાણ પણ કરે છે વખોડવા જેવું. ૬. શેઠને ત્યાં પુત્રી તરીકે પ થ6) ચંદ્રલેખાને આ બધામાં રસ નથી. પણ તેણીના મનમાં એક વાત ખૂબ ખટકે છે. તેને દુલિત રાજાનો બદલો લેવાની ઈચ્છા થઈ ગઈ છે. ગયા ભવમાં આણે મને દુઃખી કરી હતી” એ વિચારથી ઊંડે ઊંડે દ્વેષ જાગ્યો છે. બધા સાથે પ્રેમપૂર્વક વર્તે છે પણ જ્યાં દુર્લલિત રાજા યાદ આવે છે ત્યાં દુઃખી દુઃખી થઈ જાય છે. કોઈપણ ભોગે બદલો લેવો જ છે. - એક દિવસ આ વિચારમાં જ દુઃખી થઈને બેઠી છે. ત્યારે શેઠે પૂછયું : 'બેટા ! તું કેમ ઉદાસ છે?” www.jainenbrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રલેખા : "પિતાજી શું કહું ?" બેટા મારાથી છુપાવ્યા વિના કહે !” "પણ પિતાજી વાત મોટી છે. મારે સિંધ દેશના જાતવંત ઘોડા જોઈએ છે." "કેટલા જોઈએ છે? " "વધારે નહિ ફકત અગિયાર. પણ એક લાખ રૂપિયાનો એક છે." "એમાં શું વાંધો છે ? હમણા મંગાવી દઉં. તું ખુશ રહે" "ચોક્કસ લાવશો ને?" "હા બેટા ! હા .... પૈસાની કોઈ કમી નથી." દીકરીને રાજી રાખવા શેઠ બધું જ કરે છે. શેઠે રાજાની અશ્વશાળામાં પણ ન હોય તેવા ઉત્તમ ઘોડા મંગાવ્યા અને વૃક્ષ સાથે બાંધ્યા. દરરોજ તેમના નોકરો ઘોડાઓને નદીકિનારે લઈ જઈ નવડાવે, પાણી પીવડાવે, લીલોછમ ચારો ખવડાવે. આવા સુંદર અશ્વોને જોવા ઘણા લોકો ભેગા થાય છે. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ધીરે ધીરે રાજા પાસે પણ પહોંચી. તેને પણ કૌતુક થયું. તે પોતાના રસાલા સાથે ઘોડા જોવા નદીકિનારે આવ્યો. ઘોડા જોતાવેંત તેને થયું, 'પોતાની ગતિ વડે જેઓએ ગરૂડ, પવન અને મનનું પણ અભિમાન ઉતારી નાખ્યું છે તેવા આ અશ્વો કોના હશે ?' તે અત્યંત આશ્ચર્ય પામ્યો. સરોવરની પાળે વૃક્ષની છાયામાં ઊભેલા, દેવલોકના ન હોય ! તેવા, જાતવંત ઘોડાને જોઈ કયા રાજપૂતનું મન હાથમાં રહે? તે દરરોજ આ ઘોડાને જોવા આવવા લાગ્યો. આ બધા સમાચાર ચંદ્રલેખાને મળ્યા. એકવાર ચંદ્રલેખા પોતે ઘોડાની માવજત કરી રહી હતી ને રાજા ઘોડા જોવાની લાલચમાં ત્યાં આવી પહોંચ્યો. ટીકીટીકીને - એકીટશે નિહાળી રહ્યો. ચંદ્રલેખા બધું જ ધ્યાન રાખે છે. વિચારે છે કે, 'હવે માછલું જાળમાં આવી જ ગયું સમજો.' જ્યારે રાજા. વિચારે છે કે, આવા સુંદર અશ્વ રત્નો તો રાજદરબારમાં જ શોભે. આના વિના તો અશ્વશાળા શુન્ય જ લાગે.તેણે લોકો પાસેથી અશ્વોની માહિતી માગી. લોકોએ જણાવ્યું કે, "આ અશ્વો ચંદનદાસ શેઠના છે." તેણે મહેલે પહોંચી તરત ચંદનદાસ શેઠને દરબારમાં બોલાવવા તેડું મોકલ્યું. આ બધી વાતની નોંધ ચંદ્રલેખા લે છે, બધી ખબર રાખે છે. "એવા બેખબર ન બનવું કે લોકો આપણી ખબર લઈ લે.” રાજાની બગી શેઠને ઘેર આવી પહોંચી. શેઠને કહ્યું, "આપને રાજા દરબારમાં બોલાવે છે." વધુ પડતું માન શંકાનું કારણ છે. ચંદ્રલેખા સાવધાન છે. તેણે શેઠને કહ્યું "પિતાજી ! મને પૂછયા વિના રાજાજીને કોઈ વાત કરશો નહિ. જે પૂછે તેનો જવાબ મારા પર છોડજો ." શેઠે તૈયારી કરી. રાજા ને જ્યોતિષી પાસે ખાલી હાથે ન જવું એ ન્યાયે રાજાને ધરવા ભેટયું પણ લીધું. બગીમાં બેઠા. લોકો જોઈ રહ્યા. શેઠને બગીમાં બેઠેલા જોઈ તરેહ તરેહની વાતો કરવા લાગ્યા. મારતાનો હાથ પકડાય પણ બોલતાની જીભ ન ઝલાય. લોકોનું કામ નારદની જેમ પંચાત કરી બીજાઓને લડાવવાનું છે. નારદજી જ્યાં જાય ત્યાં લોકોને લડાવે. કોઈ ન મળે તો કૂતરાને ય લડાવે. લડાવ્યા વગર ચેન ન પડે. ખાધેલું ન પચે. એવું જ લોકોનું છે. કોણ રાંડયું ને કોનું માંડયું; એકની વાત બીજાને કરી, બીજાની વાત પહેલાને, બન્ને ય લડે ને લોકો રાજી થાય. શેઠ દરબારમાં પહોંચ્યા. પાછળ લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ગુસપુસ ચાલે છે કે, "જાઓ જાઓ ! શેઠનું માન કેટલું વધી ગયું !” શેઠે રાજાને ભેટશું ધરી મુજરો કર્યો. રાજાએ પણ શેઠનું સ્વાગત-સન્માન કરી બેસવા આસન આપ્યું. શેઠે પૂછયું, "સેવકને શા માટે યાદ કર્યો ?" રાજા : "પેલા ૧૧ ઘોડા તમારા છે ?" "જી સાહેબ” For Private Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૭. શેઠ પાસે દીકરીના ઘોડાની માંગણી "મને પસંદ પડ્યા છે." "પણ સાહેબ ! તે ઘોડા દીકરીના છે. દીકરીનું તો કેમ લેવાય ?" "દીકરીના ભલે રહ્યા પણ મારે તો વેચાતા લેવા છે. તમને બમણાં પૈસા આપીશ.” "રાજનું ! મારે દીકરીને પૂછવું પડે.” "એમાં પૂછવાનું શું? બીજા લાવી આપજો." "ના સાહેબ ! દીકરીને પૂછીને બે દિવસમાં જવાબ આપીશ.” શેઠ ઘેર ગયા. ચંદ્રલેખાને કહ્યું, "રાજા ઘોડા માગે છે. તું આપી દે. હું તને બીજા લાવી આપીશ.” "ના પિતાજી ! હું મારા ઘોડા રાજાને નહિ આપું." બાળ હઠ ને સ્ત્રી હઠ ભેગી થઈ ગઈ. દીકરી રોફમાં બોલે છે. "એવા અન્યાયી રાજાને હું શા માટે ઘોડા આપું?" દીકરી ન માની એટલે શેઠ દરબારમાં પહોંચ્યા. રાજાએ સ્વાગત કર્યું. "આવો શેઠ ! કેમ છો ?” "આપની મહેરબાની હોય તો સારું જ હોય ને !” "ઘોડાનું શું વિચાર્યું?" "મને તો આપવાની ઘણી જ ઈચ્છા છે. મારા હોત તો આપી જ દેત. આપ મારી પાસે માગો તે તો મારું સદ્ભાગ્ય છે, પણ દીકરી સમજતી નથી. નાનું બાળક છે એટલે હઠ કરે છે.” રાજા કહે, "પણ ફકત પાંચ વર્ષ માટે ન આપો? પછી પાછા લઈ લેજો. દીકરીને સમજાવો." શેઠે ફરીથી દીકરીને સમજાવી. દીકરીએ તોરમાં કહ્યું, "આપું ખરી, પણ પાંચ વર્ષમાં અશ્વોનો જે વંશ-વસ્તાર થાય તે બધો મને આપી દે તો !" For Private Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શેઠે રાજાને કહ્યું. મને-કમને પણ ગમ ખાઈને રાજા તૈયાર થયો. "ભાગતા લંગોટી તો લંગોટી સાફીમાંથી તો નહિ જાય !” વળી, આમ તો ગમ ખાવાનું કામ વાણિયાનું છે પણ ગરજ પડે ત્યારે ભલભલાએ ગમ ખાવી પડે છે ને માથે પડેલું સ્વીકારવું પડે છે. એકવાર અકબર બાદશાહની સવારી નીકળી. બજારમાંથી નીકળતા હતા ત્યાં બાદશાહની નજર એક દુકાનના થડે બેઠેલ વાણિયા પર પડી. તેની ગોળા જેવી મોટી ફાંદ જોઈ બાદશાહને આશ્ચર્ય થયું. તેણે તરત જ બીરબલને પૂછયું, "અબે બીરબલ ! યે બનિયે કયા ખાતે હૈં... ઈનકી તૌદ ઈતની બડી હોતી હૈ ?" "હુજૂર ! યે બનિયે ગમ ખાતે હૈ, ઔર યહી ઉનકી તૌંદ બઢતી હૈ. બાદશાહને કંઈ બીરબલની વાત પર વિશ્વાસ ન બેઠો. તેણે વાણિયાની પરીક્ષા કરવા પોતાના સૈનિકને હુકમ કર્યો, "અબે ! ઉસ બનિયે કી પગડી ઉડા દો !” સૈનિકે પોતાના ભાલાની ધાર વડે પાધડી નીચે ફેંકી દીધી. બાદશાહે વાણિયા સામું જોયું. તો વાણિયાના મોંની એક પણ રેખા બદલાઈ નહોતી. તેણે ચૂપચાપ પોતાની પાઘડી ઉપાડીને પહેરી લીધી. એટલે બીરબલે બાદશાહને કહ્યું, "દેખા સા'બ ! ઈસમે કિતની ગમ ખા લી ? કિતના સબ રખા ?", "હાં બીરબલ ! અબ પતા ચલા કિ અપની તૌંદ ઈતની કયોં નહિ બઢતી હૈ ?" "અરે સા'બ ! યદિ ઈસ બનિયે કી જગહ મૈ યા આપ હોત તો તો સારી દિલ્લી કો પતા લગ જાતા કિ કુછ હુઆ હૈ. ગમ ખાને કા કામ અપના નહિ ઈન બનિયોં કા હી હૈ." | આમ ગમ ખાવાનું કામ વાણિયાનું પણ અહીં તો ગરજ છે એટલે રાજા પણ ગમ ખાઈ ગયો ને ગરજવાનને અક્કલ ન હોય તે સાબિત કરતો હોય તેમ તરત શેઠને હા પાડી દીધી. શેઠે બધા ય ઘોડા રાજાની અશ્વશાળામાં મોકલી દીધા. રાજા ખુશખુશાલ થઈ ગયો. દરરોજ જાતે ઘોડારમાં જઈ ઘોડાઓની સંભાળ લે છે. ઉત્તમ અશ્વપાલકો દ્વારા ઘોડાઓની બધી જ ખાતર-બરદાસ કરે છે. સારામાં સારું ખવડાવે છે અને સહેજ પણ તકલીફ ન પડે તેની પૂરી કાળજી રાખે છે. વળી, સમય મળે ઘોડાઓ પર સવારી કરી આનંદ પામે છે. દિવસો વીતતા ગયા. જોત જોતામાં તો પાંચ વર્ષ કયાંય પૂરા થઈ ગયાં. રાજા પોતાની શરત ભૂલી ગયો છે. પણ ચંદ્રલેખા બધો હિસાબ રાખે છે. પાંચ વર્ષ જે દિવસે પૂરાં થયાં તે જ દિવસે તેણે શેઠને કહ્યું : "પિતાજી રાજાને ઘોડા આપ્યાના પાંચ વર્ષ આજે પૂરાં થયાં. આટલા વખતમાં તો ઘોડાઓથી ઘણા વછેરા થયા હશે. તો હવે મારા ઘોડા વછેરા સાથે મને પાછા લાવી આપો.". | "પણ દીકરી ! રાજાને પુછયા વિના લાવવા કેવી રીતે? રાજા તો યાદ પણ નથી કરતો." a "પિતાજી ! આપણા સૈનિકો છે ને? જ્યારે રાજાના અશ્વપાલકો ઘોડાઓને સરોવર પર પાણી પીવા લઈ જાય ત્યારે ત્યાંથી અહીં લઈ આવવાના !” એક દિવસ, સાંજના સુમારે રાજાના અશ્વપાલકો સરોવરના કિનારે ઘોડાઓને પાણી પીવડાવી રહ્યા હતા. ત્યાં શેઠના સૈનિકો પહોંચી ગયા ને અશ્વપાલકો પાસેથી વછેરા સહિત ઘોડા કબ્બે કરી શેઠની હવેલી તરફ દોરી ગયા. ચંદ્રલેખાએ બધા જ ઘોડા અને વછેરા પોતાના તબેલામાં બંધાવી દીધા, અને પિતાજીને કહ્યું કે, 'રાજાજી કંઈપણ પૂછે તો કહેજો કે, આનો ખુલાસો મારી દીકરી આપશે." આ તરફ અશ્વપાલકોએ રાજા પાસે જઈ બૂમાબૂમ કરી મૂકીને ચંદનદાસ શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. રાજા ક્રોધે ભરાયો. તેણે તરત શેઠને બોલાવ્યા, ને પૂછવું, "મારા ઘોડા કેમ લઈ ગયા ?" શેઠ : રાજન્ ! આપના બધા સવાલોનો જવાબ મારી પુત્રી આપશે." રાજાએ ચંદ્રલેખાને બોલાવી. ચંદ્રલેખા ઉત્તમ વસ્ત્રો પહેરી, માર્ગમાં ગરીબોને દાન આપતા આપતા રાજસભામાં પહોંચી. સભાજનો તેને જોઈને વિસ્મય પામ્યા. તેઓને થયું, 'આ નાનકડી છોકરી શું જવાબ આપશે ? ચંદ્રલેખાએ રાજાને નમન કર્યું. For Private 93ersonal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ CODU C ૮. ચંદ્રલેખા ઘોડાનું હરણ કરાવે છે રાજાએ પૂછયું, "હે કન્યા ! તેં અશ્વતરણ શા માટે કરાવ્યું?" "રાજનું! આપની પાંચ વર્ષની મુદત પૂરી થઈ ગઈ છે. તેથી લઈ ગઈ છું. વ્યવહાર તો સાફ જ રાખવો જોઈએ ને?" "ઘોડા ભલે લઈ ગઈ પણ વછેરા તો મારા છે. તેમને કેમ લઈ ગઈ ?" "આપના વચનથી ! સામાન્ય લોકો પણ પોતાનું વચન યાદ રાખે છે. અરે ! પૂર્વભવની વાતો પણ ઘણા લોકો પોતાના નામની જેમ યાદ રાખે છે ને આપ આ ભવનું, હજી થોડા સમય પહેલા બોલાયેલું વચન ભૂલી ગયા?" આ સાંભળી રાજા ગુસ્સે થયો. તેની આંખો લાલ થઈ ગઈ. ક્રોધીની આંખો લાલ હોય, માનીની કાળી, માયાવીની પીળી ને લોભીની આંખો ઊંડી હોય. For Private 4 Zersonal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ તેણે કહ્યું, "એય છોકરી ! એવું કયું વચન છે જે હું ભૂલી ગયો ? તું જ કહે !” "રાજનું!મેં આપે મને આપેલ ન્યાય પ્રમાણે જ આ વછેરાઓનું હરણ કરાવ્યું છે. આપ આપની સોળ વર્ષ પૂર્વની વહી કઢાવો. તેમાં અમુક તારીખનું અમુક પાનું કાઢી વાંચો. મારા ઘોડાઓથી ઉત્પન્ન થયેલા વછેરાઓ મારા જ ગણાય કે નહિ?" રાજાએ વહી મંગાવી વાંચી. તેમાં લખ્યું હતું કે, દુર્વલિત રાજા ન્યાય કરે છે, કે જે બીજ વાવે તેનું અનાજ ગણાય”. | ૯. ચાયનું પુનરાવર્તન DISE DO | in ચંદ્રલેખાનો બુદ્ધિ-વૈભવ જોઈ રાજા-મંત્રી સર્વે વિસ્મય પામ્યા. રાજાએ તેણીને પૂછયું, 'તું કોણ છે? "મને ભૂલી ગયા! યાદ નથી કે આપે પોપટ-મેનાનો ન્યાય કર્યો હતો? મેનાનો પુત્ર પોપટને અપાવ્યો હતો ! હું જ ગયા ભવમાં મેના હતી. ત્યારે આપે કરેલ ન્યાય મુજબ વછેરાઓની માલિકી મારી ગણાય, માટે હું વછેરાઓને લઈ ગઈ છું." આ સાંભળી રાજા સમસમી ગયો તેણે નક્કી કર્યું કે, 'આ અપમાનનો બદલો હું લીધા વગર નહિ જંપે !' થોડા દિવસ બાદ ફરી રાજાએ ચંદનદાસને તેડું મોકલ્યું. શેઠવિચારમાં પડી ગયા, 'હવે શું હશે?' રાજાએ મને ફરી કેમ બોલાવ્યો હશે. ત્યાં તો ચંદ્રલેખાએ કહ્યું, "પિતાજી ! વિચાર કેમ કરો છો? ઝટ પધારો. જે હશે તે જોયું જશે.” | શેઠ તરત તૈયાર થઈ દરબારમાં પહોંચ્યા. ને રાજાને મુજરો ભરી હાથ જોડીને પૂછયું, "રાજ! સેવકને યાદ કરવાનું શું પ્રયોજન પડયું ?" રાજાએ લાંબી વાત ન કરતાં સીધું જ કહ્યું, "શેઠ મારા અંતઃપુરમાં ઘણી રાણીઓ છે, પણ તમારી પુત્રીના બુદ્ધિવિલાસ પાસે તો પાણી ભરે. માટે હું તેને મારા અંતઃપુરની અધિષ્ઠાત્રી બનાવવાનું તેણી સાથે લગ્ન કરવા ઈચ્છું છું.” For Private 14 Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ S QLk © ૧૦. રાજાનું દીકરી માટે શેઠ પાસે માંગું આ સાંભળી શેઠ ડઘાઈ ગયા. આ રાજાનો શું ભરોસો ? મારી દીકરીનું શું કરે ? ફૂલ જેવી કોમળને લાડકી છે મારી દીકરી. શું તેને આ સત્તાના શેતાનને સોંપવાની?' આવા અનેક તર્ક-વિર્તકોથી. શેઠનું મગજ ભરાઈ ગયું. વિચારોના વાવાઝોડામાં જવાબ આપવાનું તો દૂર રહ્યું, પણ પોતે પણ કયાં છે તે ય શેઠ ભૂલી ગયા. - ત્યાં તો રાજાએ કહ્યું, "શેઠ વિચાર શું કરો છો ? હું તમારી પુત્રીને ફૂલની જેમ સાચવીશ. તમે બિલકુલ મૂંઝાતા નહિ.” શેઠે હિંમત કરી કહ્યું, "રાજન! હું ચંદ્રલેખાને પૂછી જોઈશ. જો તેણીની ઈચ્છા હશે તો ઠીક નહિતર નહિ.” શેઠઘેર ગયા. ચિંતામાંને ચિંતામાં લમણે હાથ દઈને બેઠા છે. મનમાં એક જ વિચાર ચાલે છે. ત્યાં તો રૂપાની ઘંટડી જેવા સ્વરે ચંદ્રલેખાએ પૂછયું, "પિતાજી ! આપ ઉદાસ કેમ છો?" "દીકરી શું કહું? તારાદુઃખની કલ્પનામાત્રથી મારું હૈયુંચીરાઈ જાય છે." "પણ પિતાજી ! કાંઈક ફોડતો પાડો ! રાજાએ કેમ બોલાવ્યા કg Hoodil cesa હતા?" "રાજા તારી સાથે લગ્ન કરવા માંગે છે. માટે હું ચિંતિત છું.” "એમાં ચિંતા શું કરવાની પિતાજી !, હા પાડી દેવી હતી ને ! આપ ડરો છો શા માટે ? મને મારા ભાગ્ય પર પૂરો ભરોસો છે. વળી, સત્તા આગળ શાણપણ નકામું ! ના પાડીએ ને કાલે મને અપહરણ કરી પરણશે ત્યારે શું કરશો ? માટે શાણા થઈ હા પાડી દો.” "દીકરી! તું તેની સાથે લગ્ન કરીશ?” "બાપુજી! કયાંક તો મને પરણાવવી પડશે જ !" "પણ એ દુષ્ટ રાજા તને સંતાપશે તો ?" "તો જેવા મારા ભાગ્ય ન માયાવરું દિગ્વિત્ | માટે કાલે સવારે દરબારમાં જઈ હા પાડી ને ગોળધાણાં વહેંચી દો." દીકરી આપવી પડે તે કડવું લાગે. પણ તે કડવાશને દૂર કરવા જ ગોળધાણાં વહેંચાય છે ! Jain Luca O vale www.jainelisrary.org Personal Use Only 15 Page #22 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે દરબારમાં પહોંચી શેઠે રાજાને હા પાડી ગોળધાણાં વહેંચ્યા. જ્યોતિષી પાસે લગ્નનું મુહૂર્ત કઢાવ્યું. લગ્નની તડામાર તૈયારીઓ ચાલી. શેઠના હૃદયમાં દુઃખ છે પણ પુત્રીને રાજી રાખવા બધું જ હસતે મોઢે કરી રહ્યા હતા. લગ્નનો દિવસ આવ્યો બધા સગા-સંબંધીઓને લઈને શેઠ લગ્નમંડપમાં પહોંચ્યા. આ તરફ રાજા પણ તૈયાર જ છે. મનમાં મલકાય છે કે, 'હાશ ! માછલું જાળમાં આવી ગયું છે ! હવે બરાબર બદલો લઈશ !” કપટી માણસના મનમાં કંઈક હોય છે, મુખમાંથી વાણીરૂપે બીજું પ્રગટ થાય છે, અને જ્યારે કામ કરવાનું આવે ત્યારે ત્રીજું જ કરે. તેને સામાનું બગાડવામાં જ સુખ મળે. ૧૧. રાજા-દીકરી લગ્ન 68 :17 જાન આવી, માયરૂં મંડાયું. રાજા પોંખાયો. ધવલમંગલ ગીતો ગવાયાં. હસ્તમેળાપ, ફેરા વગેરે બધી જ ક્રિયાઓ થઈ. બધા ય સગા સંબંધીઓ તથા નગરજનોને જમાડયા. પ્રસંગ પૂરો થયો. શેઠે ઘણો કરિયાવર આપી વળામણું પણ કર્યું. રાજા તથા નવવધૂ રાજમહેલમાં મહોંચ્યા. રાજાએ ચંદ્રલેખાને બધી સામગ્રી-સગવડોથી પૂર્ણ નવો મહેલ સોંપ્યો. દાસદાસીઓને તેણીની સેવામાં મૂકયાં. ત્યારબાદ રાજા મહેલમાંથી બહાર નીકળ્યો. જતાં જતાં તેણે ચંદ્રલેખાને કહ્યું, "સાંભળ ! તેં મારું અપમાન કર્યું તેનું વેર વાળવા માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા છે. હું આજથી આખી જિંદગી સુધી તારું મોટું નહિ જોઉં, આ મહેલના પગથિયાં પણ નહિ ચતું, અને તારી સાથે બોલીશ પણ નહિ. તને આ મહેલમાં આખી જિંદગી કેદ રાખીશ. તું મારી અણમાનીતી અને બીજી બધી રાણીઓ માનીતી !” | આવા શબ્દો સાંભળી જરા પણ ઉત્તેજિત થયા વિના સૌમ્ય અને મધુર છતાં મક્કમ અવાજે ચંદ્રલેખાએ કહ્યું, "સ્વામિનું ! મને પૂર્ણ વિશ્વાસ હતો કે આપ બદલો લેવા માટે જ મારી સાથે લગ્ન કરો છો, છતાં ય મેં હા પાડી, કારણ કે મને મારા ભાગ્ય પર પૂરો ભરોસો છે. આપની વાત મેં સાંભળી. પણ હવે આપ પણ મારી પ્રતિજ્ઞા સાંભળી લો. મારે સૂવાની ગાદી અને પલંગ આપના માથે ન ઉપડાવું અને નોકરની જેમ મારું એઠું ભોજન આપને ન ખવડાવું તો હું પણ ચંદનદાસ શેઠની દીકરી નહિ.” આપ ધૂર્ત છો તો હું પણ મહાધૂર્ત છું.” Page #23 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી રાજા ક્રોધથી નખશિખ સળગી ઉઠયો. પગ પછાડીને ચાલ્યો ગયો. તેણે પોતાના સર્વ પરિવારને કહી દીધું કે, "આને કોઈ બોલાવશો નહિ.” તે પણ પોતાના રાજકાર્યમાં પરોવાઈ ગયો, અને ચંદ્રલેખાને ભૂલી ગયો. આ તરફ ચંદ્રલેખાએ પણ જિનપૂજા-સ્વાધ્યાય-જિનવાણીશ્રવણ વગેરે ધર્મકાર્યોમાં મન પરોવી દીધું. તેણે વિચાર્યું કે, તપથી અંતરાયો તૂટે છે અને તપ નિર્જરાનું પરમ કારણ છે માટે હું તપ કરું !' તેણીએ સૌ પ્રથમ સૌભાગ્ય કલ્પતરુ' તપ માંડયું. તેમાં ૧૫ ઉપવાસ, ૧૫ પારણાં આવે. અરિહંતપદની આરાધના કરવાની, ૧૨ ખમાસમણાં, ૧૨ સ્વસ્તિક, ૧૨ પ્રદક્ષિણા વગેરે વિધિ કરવાની. ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન અને અરિહંતપદની ૨૦ માળા ગણવાની. એક તપ પૂરું થયું ત્યાં તો તેણીએ બીજું તપ માંડયું. આમ ઉત્તરોત્તર ઘણાં જુદાં જુદાં તપ કર્યો. કહ્યું છે: "જે વસ્તુ દૂર છે, કષ્ટસાધ્ય છે અને દુર્લભ છે તે સર્વ તપથી સુલભ બની જાય છે. તપથી, રોગો નાશ પામે છે; રૂપ, સુખ, સૌભાગ્ય મળે છે અને વૃદ્ધિ પામે છે; અરે ! તપથી તો તીર્થંકરની પદવી પણ મળે છે. વળી, તપના પ્રભાવથી બધી જ આપત્તિઓ ક્ષણવારમાં નાશ પામી જાય છે. દેવો પણ તપસ્વીનું સાંનિધ્ય-ભકિત કરે છે. તપસ્વી જીવને ૨૮ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. જેમ અગ્નિથી કાષ્ઠ અને પવનથી વાદળાં વિનાશ પામે તેમ નિકાચિત કર્મો પણ તપથી ક્ષય પામે છે. ઘણું શું કહેવું ? તપના પ્રભાવથી મનુષ્યો અને દેવોની દૃદ્ધિ તો ઠીક, ખુદ મુકિત સ્ત્રી પણ પગમાં આળોટે છે.” પૂજ્ય કસ્તૂરસૂરિ મહારાજ કહેતા કે, "દેરાસરનો પાયો નાખવાથી પણ વધારે લાભ વર્ધમાન તપનો પાયો નાખવામાં છે.” તપ પૂરાં થાય એટલે ઉજમણું તો કરવું જ જોઈએ. કહ્યું છે કેઃ ૧૨. રાજા મહેલી જ રાત્રે તરછોડી જાય છે. olTAT Jain Education international www.jamemorary.org POL OPOSONG USERS 17 Page #24 -------------------------------------------------------------------------- ________________ "ઉજમણાં તપ કેરાં કરતા શાસન સોહ ચઢાયા હો.” તેથી ચંદ્રલેખાએ ઉજમણું કરવા પિયર જવા માટે, પોતાની દાસીને, રાજાની રજા લેવા દરબારમાં મોકલી. તે રાજદરબારમાં પહોંચી. રાજાને પ્રણામ કર્યાં. રાજાએ પૂછ્યું, "તારી શેઠાણી કેમ છે ?” દાસી : "તે શેઠાણી નથી રહી. હવે તો તે રાણી છે ?” રાજા : "તું શું અહીંયા તેના વખાણ ક૨વા આવી છે ?" દાસી : "ના ના રાજાજી ! રાણીબા તો લીલાલહેર કરે છે. રાજાની રાણીને વળી શું દુઃખ હોય ? રાણીબા આખો દિવસ ધર્મ કરે છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, જાપ બધું જ કરે છે; સાથે તપસ્યા કરી પાપ ખપાવે છે ને 'બધાનું ભલું થાઓ' એવી ભાવના ભાવે છે.” પોઠીયા એવા રાખવા કે જે હોય તેના કરતા વધારે બોલે ! રાજા કહે, "એ બધું તો ઠીક, પણ રાણીએ તને અહીંયા શા માટે મોકલી ? દાસી : "રજા માંગવા !” "શેની ?" "રાણીબાએ ઘણાં તપ કર્યાં છે ને, તે એનું ઉજમણું કરવું છે. માટે પિયરે જવાની રજા માંગે છે.” "ભલે જાય : ધર્મના કામમાં કંઈ ના પડાય ?” રજા મળી એટલે ચંદ્રલેખા પોતાની દાસીઓ સાથે પિયરે ગઈ. બાદશાહ બેગમ પર ખિજાયો. કહે કે, "તું મારે જોઈએ જ નહિ ! અબઘડી પિયર જતી રહે !” બેગમ કહે, "પણ મેં કંઈ ખોટું કામ કર્યું નથી. અજાણતાં થઈ ગયું હોય તો માફી આપો, પણ કાઢી તો ન મૂકો !” આમ ઘણી વિનંતિઓ કરી. પણ બાદશાહ તો અફર જ રહ્યો. તેણે કહ્યું, "ના ! તારાથી હવે અહીં તો રહેવાશે જ નહિ, પણ તને જે વસ્તુ અહીં વહાલી હોય ખૂબ જ ગમતી હોય તે લઈ જવાની છૂટ આપું છું.” બેગમ બુદ્ધિશાળી હતી. બેગમ (ગમ વિનાની) નહોતી. તેણે બાદશાહને જમાડતી વખતે બરાબર પીવડાવી દીધું. થોડીવારમાં ઘેન ચડયું. બાદશાહ સૂઈ ગયા. બેગમ પલંગ સોતા બાદશાહને ઉપડાવી પિયરે પહોંચી ગઈ. સવારે ઘેન ઉતર્યું. બાદશાહ જાગ્યો. વિચા૨ે કે, 'આ શું ? હું કયાં આવી ગયો ?' ત્યાં તો બેગમ દેખાણી. તેને પૂછ્યું, "અરે ! આ બધું શું છે ?” બેગમ કહે, "આપે જ કહ્યું હતું ને કે, જે વહાલું હોય-ખૂબ ગમતું હોય તે સાથે લઈને પિયર જતી રહેજે. મને આપ સિવાય કોણ વહાલું હોય ? તેથી હું આપને લઈને અહીં આવી ગઈ.” આ તરફ ચંદ્રલેખા પિયરે પહોંચી, પિતા-માતાને પ્રણામ કર્યાં. શેઠે પરણાવ્યા પછી પહેલીવાર પુત્રીને જોઈ, ને તેમાંય તપથી સૂકાયેલી કાયા જોઈને શેઠની આંખમાં આંસુ આવી ગયા. "દીકરી ! મેં તને દુઃખના દરિયામાં નાખી દીધી !” "પિતાજી ! આપ શા માટે રડો છો ? મેં સામે ચાલીને આ વહોર્યું છે અને હું એને દુઃખ માનતી પણ નથી. વળી, દુઃખ સહ્યા વિના સુખ પણ મળતું નથી. જે દુઃખને હસતે મુખે સ્વીકારી શકે છે તે જ સુખને જીરવી શકે છે અને પિતાજી ! મેં તપ કરીને દેહ સૂકવ્યો છે. આરાધના કરી છે. આરાધના કરવા માટે દેહ પણ છોડી શકાય.” For Private Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ "દીકરી ! તેં હઠ કરી માટે મેં તને પરણાવી. નહિતર રાજાની તાકાત નહોતી કે તને લઈ જાય અથવા ભાગ્યમાં લખાયેલું કોણ ફેરવી શકે છે?" 'ભાગ્યના પ્રભાવે રામ-પાંડવોને ય વનવાસ કરવો પડયો ને કૃષ્ણ પણ વનમાં તરસ્યા જ મરી ગયા. મહાવીર સ્વામી ભગવાનનો ભકત, છતાં શ્રેણિકને નરકે જવું પડ્યું. ઋષભદેવ ભગવાનને વરસ સુધી ને ઢંઢણમુનિને છ મહિના સુધી ગોચરી ન મળી. ગજસુકુમાલ મુનિને માથે અંગારા મૂકાયા ને બંધકમુનિની ચામડી ઉતરડી લેવામાં આવી. ને ભગવાન મહાવીરને ય નીચકુળમાં જન્મ લેવો પડયો.” "ભાગ્યની વિડંબનાને ભોગવ્યે જ છૂટકો." "બસ પિતાજી બસ ! હવે વધારે શોક ન કરો. સ્વસ્થ થઈ મારા તપના ઉજમણાંની તૈયારીઓ કરો." ચંદનદાસ શેઠે અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ધામધૂમથી તપનું ઉજમણું કર્યું. ચતુર્વિધ સંઘની અત્યંત ઉલ્લાસપૂર્વક ભકિત તથા પૂજા કરી. દીન દુઃખિયાઓને દાન આપ્યું. બધો કાર્યક્રમ આનંદથી પૂર્ણ થયો. હવે ચંદ્રલેખાએ એકાંતમાં લઈ જઈ પિતાને કહ્યું, "પિતાજી ! આપે મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. હવે મારી છેલ્લી બે માગણી છે. એક, મારા મહેલથી માંડી આપના ઘર સુધી, અને ત્યાંથી નગરના દ્વાર પર રહેલ દેવીના મંદિર સુધી જમીન નીચે એક દેવવિમાન જેવી સુંદર સુરંગ બનાવવાની છે, જેમાં મારા મહેલ નીચે એક સુંદર જિનમંદિર બનાવવાનું છે અને બીજાં, પચાસ અતિસુંદર, ભણેલી અને દરેક કળાઓમાં કુશળ એવી કન્યાઓ મને મેળવી આપવાની છે. બસ ! આ બે કાર્ય પૂરા કરી આપ નિશ્ચિત થઈને રહો." "પણ બેટા ! આ બધા દ્વારા તું કરવા શું કરવા માંગે છે ?" "પિતાજી ! એ ધૂર્ત રાજાની સામે મેં જે પ્રતિજ્ઞા કરી છે તેને હું પૂર્ણ કરવા ઈચ્છું છું. મારે રાજાને બતાવી દેવું છે કે, 'હું ચંદનદાસ શેઠની એક વાણિયાની દીકરી છું." કહ્યું છે, "જેની બુદ્ધિ તેનું જ બળ, મૂરખ બળવાન પણ નિર્બળ ચતુર સામે હારી જાય. વનના મદોન્મત્ત સિંહને પણ નાનકડું પણ બુદ્ધિમાન સસલું મારી નાખી શકે. આવી બુદ્ધિ હોય ને સાથે મહેનત હોય એટલે સોનામાં સુગંધ, કારણ કે મહેનત વિના-પુરુષાર્થ વિના કોઈ કાર્ય ન થાય. સિંહને ય પેટ ભરવા મહેનત કરવી જ પડે. સૂતાં સૂતાં કોઈ કોળિયો ન મૂકી આપે. વળી, જે પુરુષમાં મહેનત, સાહસ, ધીરજ, બળ, બુદ્ધિ અને પરાક્રમ, આ છ ગુણો હોય તેને ભાગ્ય સામે ચાલીને સાથ આપે અથવા ભાગ્યશાળીમાં જ આ છ ગુણો હોય છે." | "માટે પિતાજી ! આપ મારાં આ બે કાર્યો કરી આપો તો હું મારી પ્રતિજ્ઞા સત્વરે પૂરી કરી શકું." આ સાંભળી ચંદનદાસ શેઠ રાજી થયા. તેમણે પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી. શિલ્પીઓ અને કડિયાઓને બોલાવી ભોંયરા-જિનાલયનો નકશો તૈયાર કરાવ્યો. બધું નક્કી થયું. પત્થર તથા બીજી જોઈતી સામગ્રી મંગાવી લીધી અને કામ શરૂ કરાવી દીધું. શેઠ તરફથી ધનની છૂટ હતી એટલે કાર્ય ખૂબ ઝડપથી ચાલ્યું. થોડા દિવસમાં ભોંયરું અને જિનાલય બને તૈયાર થઈ ગયા. ભોંયરા દ્વારા અવરજવર પણ ચાલુ થઈ ગઈ. હવે, શેઠે પોતાના સ્વજનવર્ગમાંથી સુશિક્ષિત, તેજસ્વી તેમજ રૂપવતી પચાસ કન્યાઓને તૈયાર કરી. ચંદ્રલેખા દરરોજ ભોંયરા વાટે પિયર જઈ તે કન્યાઓને વિવિધ કળાઓ શીખવાડે છે. જુદા જુદા રાગો અને તાલ સહિત વીણા, મૃદંગ વગેરે વાજિંત્રોનું, નૃત્યનું અને ગાવાનું શિક્ષણ આપે છે. આમ દરેક કન્યાઓને બધા વિષયોમાં પ્રવીણ બનાવી. ત્યારબાદ, જ્યાં સ્વર્ગની જેમ દિન-રાતનો કોઈ ભેદ નથી તેવા ભોંયરામાં સિંહાસન પર ઈન્દ્રાણીની જેમ શણગાર સજી ચંદ્રલેખા બેસે છે. તેની સામે બધી કન્યાઓ સુંદર વસ્ત્રો અને અલંકાર ધારણ કરી બેસે છે અને ચંદ્રલેખાના આદેશ પ્રમાણે, કોઈ કન્યા વીણા વગાડે છે, કોઈ વાંસળી વગાડે છે, કોઈ મૃદંગ પર સાથ આપે છે તો કોઈ તાલ આપે છે. કેટલીક વળી મધુર સ્વરે ગાઈ રહી છે For Private P ersonal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ચંદ્રલેખા ભોંયરામાં, રાજા ચિંતિત તો કેટલીક નૃત્ય કરે છે. એક તરફ એક ચતુર કન્યા શાસ્ત્રાર્થ કરે છે ને એની સામે બીજી કન્યા દિગંતમાં ફેલાઈ જાય તેવા જવાબ આપે છે. કેટલીક કન્યાઓ એકબીજીને ' ઉખાણાં પૂછી, તેના જવાબ આપવા મથામણ કરી રહી છે કારણ કે, काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां निद्रया कलहेन वा ।। બુદ્ધિમાન પુરુષો કાવ્યો અને શાસ્ત્રોના વિનોદ વડે સમય વીતાવે છે. જ્યારે મૂર્ખાઓનો સમય કાં વ્યસનમાં ને કાં કજીયામાં, અને આ બન્નેથી થાકે ત્યારે, નિદ્રામાં વેડફાય છે. બુદ્ધિશાળીઓના દિવસો ટૂંકા હોય છે. જ્યારે મૂર્ખાઓના દિવસો લાંબા હોય છે. આ તરફ રાજાની શી હાલત છે તે જોઈએ ! આખો દિવસ રાજખટપટ, પ્રજાની ફરિયાદો, અશ્વમેલન વગેરેથી રાજાનો સમય પસાર થાય છે. પણ રાત્રે, જ્યાં રાજા પોતાના મહેલમાં સોનાના પલંગ પર સાતમણ મશરૂની તળાઈ પર સૂતો ત્યાં, આ સંગીત સંભળ યું. હજી નિદ્રાદેવી પધાર્યા ન પધાર્યા ત્યાં તો સંગીતના સૂરો રાજાના કર્ણપટ પર અથડાયાં. ને નિદ્રાદેવી જાણે રીસાઈ ગયાં. અત્યંત કર્ણપ્રિય અને મધુર સ્વરો સાંભળી રાજા વિચારે છે કે, આ સમયે આવું મધુર કોણ ગાતું હશે ? કોણ વગાડતું હશે ? શું આ સૂરો પાતાળમાંથી આવે છે? કે આકાશમાંથી આવે છે ? કે પછી પર્વત પર કોઈ વગાડી રહ્યું છે. લાગે છે મારા નગરમાં જ કોઈ વગાડી રહ્યું છે. આવું સુખદ સંગીત દેવોને પણ દુર્લભ છે. તે ધન્ય મનુષ્ય હશે જેની સામે આવાં ગાન તાન ચાલી રહ્યાં હશે !” આ રીતે ઘણા વિકલ્પોથી ઘેરાયેલો રાજા સંગીત સાંભળવામાં એટલો તલ્લીન થઈ ગયો કે સમયનો ખ્યાલ ન રહ્યો અને અચાનક પરોઢિયાં ગવાયાં ને નગારાં વાગ્યાં ત્યારે ખબર પડી કે સવાર થઈ ગઈ. દૈનિક કાર્યો પતાવી રાજા સભામાં આવીને બેઠો. પણ સૂરોથી હરાયેલું અને હણાયેલું તેનું મન રાજકાર્યમાં ચોંટતું નથી. મનમાં સંગીત જ ઘૂમે છે. CACAO G For Privat 20 Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ બિચારો દુઃખી થઈ ગયો. "કયારે રાત પડે ને કયારે એ સૂરો છેડાય”, બસ, આ જ વિચારે છે. દિવસ માંડમાંડ પૂરો કર્યો. સંગીતની ધૂનમાં બરાબર જભ્યો પણ નહિ. રાત પડી. રાજા સીધો પલંગ પર જઈ સૂઈ ગયો, ને રાહ જોવા લાગ્યો. પવનથી બારી ખખડે તો ય સૂરોનો ભ્રમ થાય છે. આ તરફ ચંદ્રલેખાએ, અપૂર્વ ગીતો અને સુંદર સંવાદોથી શોભતું વાજિંત્રોના મધુર નાદ સહિત, અદ્ભુત નાટક શરૂ કર્યું. રાત્રિની નીરવ શાંતિમાં રાજાને આ બધું ચોખ્ખું સંભળાય છે. રાજા ખુશ થઈ ગયો પણ વળી પાછો, કોણ ગાતું હશે ? આવું નાટક ક્યાં ચાલતું હશે ?' એ વિચારથી બેચેન થઈ ગયો. સાંભળવાથી સંતોષ ન થયો ને હવે જોવાની લાલસા થઈ ગઈ. પાછો દુઃખી થઈ ગયો. જીવને દુઃખમાં તો અશાંતિ છે જ પણ સુખમાં ય જંપ નથી. એક મળ્યું તેનો સંતોષ નથી, હવે બીજું જોઈએ છે. આમ ને આમ રાત પૂરી થઈ. બીજો દિવસ અજંપામાં ગયો. બીજી રાતે પણ ઉંઘ ન આવી. આ પ્રમાણે ચાર રાતના ઉજાગરા થયા. પાંચમે દિવસે રાજા સભામાં ગયો ત્યારે એની આંખોમાં ઉજાગરો અને મુખ પર ચિંતાના ભાવ જોઈ મંત્રીએ પૂછયું, "રાજનું ! શું ચિંતા છે ? આંખોમાં ઉજાગરો કેમ વર્તાય છે ?" રાજા કહે, "મંત્રી ! ચાર દિવસથી, રાતના સમયે દૈવી સંગીત સંભળાય છે, પણ કયાં વાગે છે ને કોણ વગાડે છે તેની ભાળ મળ તી નથી. ઘણી તપાસ કરાવી પણ કોઈ સગડ નથી !” મંત્રી : "આપણે જ્યોતિષીઓ અને નૈમિત્તિકોને પૂછાવીએ.” રાજા : "હા ! એ વાત બરાબર છે." રાજાએ નગરના જ્યોતિષીઓ તથા નૈમિત્તિકોને બોલાવી પૂછયું, પણ આ સંગીતનું રહસ્ય કોઈ જાણી શકયું નહિ. રાજા નિરાશ થઈ ગયો. બેચેન થઈ ગયો. પાછી રાત પડી. ફરી એવા જ મધુર સૂરો તેના અજંપાને ઘેરો બનાવતા રેલાઈ ગયાં. રાજા અત્યંત એકાગ્ર થઈને સાંભળે છે. ઉંઘ ગાયબ થઈ ગઈ છે. રાજા વિચારે છે, 'આહા ! શું અમૃતરસ જેવા મીઠા સ્વરો છે. સંગીત સાંભળીને પશુઓ પણ પરવશ થઈ જાય તો સંગીતના જાણકાર વિદ્વાનું મનુષ્યની શી વાત કરવી ?કોણ ગાતું હશે ? આટલાં સુંદર ગીતો ગાનાર પોતે કેટલા સુંદર હશે ?' આમ આખી રાત વિચારોની યાત્રા ચાલી. સવારે પ્રાતઃ કાર્ય કરી રાજા સભામાં પહોંચ્યો. રાજકાર્યો ચાલી રહ્યાં છે, પણ રાજા ઉદાસ ને બેચેન છે. મનમાં સંગીતના સ્વરો ગુંજી રહ્યા છે, સાથે સાથે બે પ્રશ્નો મનને કોરી ખાય છે, 'કોણ વગાડતું હશે ? કયાં ચાલતું હશે ? આ તરફ ચંદ્રલેખા રાજાની અને રાજ્યસભાની રજેરજ માહિતીઓ મેળવે છે. તેને સમાચાર મળી ગયા કે,રાજા ખૂબ જ બેચેન અને ઉદાસ છે. તેણે વિચાર્યું કે, લોઢું તપી ગયું છે, હવે હથોડો ટીપવાની જરૂર છે !' તેણીએ એક યોગિનીને સાધીને સંકેત આપ્યો, અને રાજા પાસે મોકલી આપી. યોગિની રાજસભામાં પહોંચી. દ્વારપાળને રાજાની આજ્ઞા લેવા અંદર મોકલ્યો. દ્વારપાળે રાજાને કહ્યું, "મહારાજાધિરાજનો જય થાઓ ! રાજકારે એક અત્યંત રૂપવંત યોગિની આવી છે, અને અંદર આવવાની રજા માંગે છે.” રાજા : "અરે ! યોગિનીએ તો આજ્ઞા આપવાની હોય, લેવાની ન હોય. તેમને આદરપૂર્વક અંદર લઈ આવો !" દ્વારપાળ દરવાજે જઈ નમ્રતાપૂર્વક યોગિનીને અંદર આવવાની પ્રાર્થના કરી. યોગિની રાજસભામાં પ્રવેશી. કેવી છે યોગિની? જેણે હાથમાં રત્નજડિત સુવર્ણદંડ ધારણ કર્યો છે, પગમાં હીરાથી મઢેલી પાદુકા પહેરી છે, શરીર પર રેશમના શ્વેત વસ્ત્રો પરિધાન કર્યા છે. જમણા હાથમાં મોતીની જપમાળા છે, ડાબા હાથમાં સુવર્ણનો યોગપટ અને રત્નજડિત કમંડલ છે. મણિમય કુંડળ કાનમાં શોભી રહ્યું છે અને જેનું રૂપ જોઈને દેવાંગનાઓ પણ જાણે આંખનાં મટકાં મારવાનું ભૂલી જાય તેવું લાગે છે. For Private Personal Use Only 5] Page #28 -------------------------------------------------------------------------- ________________ Van વિO) ૧૪. રાજાનું યોગીનીને આમંત્રણ ETC TETનાં છે ના આવી યોગિનીને જોઈ રાજાને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું, ખરેખર આ સિદ્ધ યોગિની લાગે છે !' તેણે યોગિનીને ભાવપૂર્વક વંદન કર્યો, અને આસન ગ્રહણ કરાવ્યું. યોગિનીએ પણ રાજાને આશીર્વાદ આપતા કહ્યું કે, "અમારો યોગ તમારા ઈચ્છિત અર્થને સિદ્ધ કરો ! તમારું કલ્યાણ કરો !” રાજા કહે, "હે માં! અમે તો આપના દર્શનમાત્રથી જ કૃતાર્થ થઈ ગયા છીએ, છતાં પણ હું આપને કંઈક પૂછવા ચાહું છું; કારણ કે યોગીઓને આખું જગત પ્રત્યક્ષ હોય છે." યોગિની : "રાજન ! તને ખબર છે કે, મારી શકિત શું છે? સ્વર્ગના ઈન્દ્રને ચપટી વગાડતા અહીં હાજર કરું?, રાહુની જેમ સૂર્ય-ચંદ્રનું ગ્રહણ કરી જગતમાં અંધકાર ફેલાવી દઉં? અરે ! ત્રણેય લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે જે મારી જાણ બહાર હોય ! હું પોતે જોઈ શકું ને તારા જેવાને પ્રત્યક્ષ બતાવી પણ શકું !” Jain Education Intemational For Privat22 Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગિનીએ શબ્દના સાથિયા પૂર્યાં, રાજાના મનમાં, આ સાંભળીને, લાલચ લાગી. તેણે વિચાર્યું કે, 'જો હું યોગિનીને પ્રસન્ન કરું તો મારું કાર્ય પાર પડે.' તે યોગિનીને સત્કારપૂર્વક પોતાના મહેલમાં લઈ ગયો. સિંહાસન પર બેસાડી ભોજનાદિક કરાવ્યું અને પોતે પંખો વીંઝતો ઊભો રહ્યો. રાત પડી એટલે સંગીતના સૂરો સંભળાવા લાગ્યા. રાજાએ યોગિનીને કહ્યું. "માં ! આપને આ સંગીત સંભળાય છે ?” યોગિની : "સંભળાય પણ છે અને તેને ગાનાર અને વગાડનાર દેખાય પણ છે.” "તો આપ મને પણ આપની શકિતથી દેખાડી શકશો ? હું અઠવાડિયાથી બેચેન છું. ઘણી તપાસ કરાવી પણ કાંઈ ખબર પડતી નથી !" "અરે ! આ તો હું ચપટી વગાડતા કરી શકું, પણ પહેલા હું મારી શકિતથી તારા શરીરને દિવ્ય બનાવીશ. પછી તારી આંખે પણ ત્રણ પાટા બાંધી તને ત્યાં લઈ જઈશ. કારણ કે, આવું કર્યા સિવાય તે દિવ્યસ્થળમાં કોઈને ય પ્રવેશ મળતો નથી. સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને યોગિનીએ માંડલું બનાવ્યું. દશ દિશાઓમાં બાકળા ઉછાળ્યા. રાજા પણ સ્નાનાદિક કરી નવાં-સુંદર વસ્ત્રો ધારણ કરી તૈયાર થઈ ગયો. યોગિનીએ રાજાને માંડલામાં બેસાડી દિવ્યકારક મંત્ર ભણ્યો, અને બીજાં વિધાનો કર્યાં. નકોરડો ઉપવાસ કરાવ્યો, ને આખો દિવસ મંત્રજાપ કરાવ્યો. સાંજ ઢળી. રાત્રિનો પ્રથમ પ્રહર શરૂ થયો. યોગિનીએ મહેલમાં લોકોની અવરજવર બંધ કરાવી રાજાનાં નેત્ર પર ત્રણ પાટા બાંધ્યા, અને રાજાને સૂચના આપી, "રાજન્ ! હું તને ત્યાં લઈ જાઉં છું. તારે બિલકુલ મૌન પાળવાનું છે, સહેજ પણ અવાજ ન કરતો, ઊંકારો-ચૂંકારો પણ નહિ. નહિ તો અપ્સરાઓ ગુસ્સે થઈ જશે અને તને બાળીને ભસ્મ કરી દેશે.” બરાબરનો ડર પેસાડી દીધો. આપણે પણ બીકે જ પાંસરા રહીએ છીએ. રાજા કહે, "ભલે ! હું બિલકુલ અવાજ નહિ કરું.” યોગિની રાજાને ચંદ્રલેખાના મહેલ સુધી દોરી ગઈ. ત્યાં ભોંયરામાં ઉતારી સુરંગના રસ્તે શેઠના ઘર સુધી લઈ ગઈ, અને ત્યાંથી નગરના દ્વારે દેવીના મંદિર નીચેના ભૂમિગૃહમાં લઈ ગઈ. ત્યાં રાજાને એકાંતમાં ઊભો રાખી તેની આંખના પાટા ખોલ્યા. રાજા આંખો ચોળી આજુ-બાજુ જોવા લાગ્યો. શું જોયું ? દેદીપ્યમાન રત્નોના સૂર્ય જેવા પ્રકાશથી જ્યાં અંધકારનું નામનિશાન નથી એવો, સુંદર કલાકૃતિઓથી શોભતો વિશાળ મંડપ જ્યાં છે; રત્નો અને મણિઓની હજારો પૂતળીઓ, જેના થાંભલાઓ પર શોભી રહી છે, જેના ધ્વજદંડ પર લટકતી ઘૂઘરીઓનો મધુર રણકાર સંભળાઈ રહ્યો છે, અને જેનાં તોરણો ઈન્દ્રધનુષ્ય જેવાં શોભી રહ્યાં છે એવું, અત્યંત મનોહર દેવભુવન જોયું. તે ભુવનની મધ્યમાં સુંદર વસ્ત્રાલંકારોને ધારણ કરનારી, અત્યંત રૂપવતી દેવાંગનાઓ જેવી કન્યાઓને જોઈ અને તે કન્યાઓની વચ્ચે મણિરચિત સિંહાસન પર બેઠેલી ચંદ્રલેખાને પણ જોઈ. પરંતુ તે તેણીને ઓળખી શકયો નહિ. કન્યાઓ ચંદ્રલેખાનો જયજયકાર કરે છે, "હે સ્વામિનિ ! ગજગામિનિ ! હે દેવ ! રતિના રૂપને પણ ફીકું પાડનારી નાગલોકના ઈન્દ્રની પ્રાણેશ્વરિ ! આપનો જય થાઓ ! વિજય થાઓ !” આવી પ્રશસ્તિ સાંભળીને આશ્ચર્યાન્વિત થયેલો રાજા વિચારવા લાગ્યો કે, 'ખરેખર આ કોઈ પ્રભાવશાળી દેવાંગના લાગે છે. મારાં નેત્રોને આજે ઉત્સવ ઉત્સવ થઈ ગયો ! મારું જીવતર સફળ થઈ ગયું કે, આવી સુંદર અપ્સરાનાં દર્શન થયાં.’ રાજા ફાટી આંખે ચંદ્રલેખાને જોઈ જ રહ્યો. જોતજોતામાં ચંદ્રલેખાએ કન્યાઓને આદેશ આપી નૃત્ય-ગીતાદિ શરૂ કરાવ્યું, ને પૂર્વપરિચિત હોય તેમ યોગિનીને નમસ્કાર કરી પોતાની બાજુમાં આસન પર બેસાડી. યોગિનીએ પણ ચંદ્રલેખાને આશીર્વાદ આપ્યા. કન્યાઓએ રાજાને આવેલો જોઈ અતિમધુર સ્વરે ગીત-વાજિંત્રાદિ શરૂ કર્યાં. રાજા સ્થળકાળ ભૂલી સુધારસતુલ્ય સૂરોને કાન દ્વારા પીધે જ જાય છે . સમય કયાં વીતી ગયો તેનું ભાન ન રહ્યું. પ્રભાત થયું. ચંદ્રલેખાએ નૃત્યગીતાદિ અટકાવ્યું. રાજાને ખ્યાલ ન હતો કે, રાત્રિ વીતી ગઈ. તે એટલો એકાગ્ર થઈ ગયો કે, સંગીત બંધ થયા છતાં આંખો મીંચી તાનમાં ડોલ્યા જ કરે છે. Jain Education intematonat 23 Page #30 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ભૌતિક સુખને મેળવવા માટે જે તપ કરે છે ને મેળવ્યા પછી તેમાં જેમ એકાગ્ર થઈ જાય છે તેના પચાસ ટકા જેટલું ય તપ જો આત્મા માટે - આત્મિક સુખ મેળવવા માટે કરે તો તેનો મોક્ષ થઈ જાય. થોડીવારે રાજાને ખ્યાલ આવ્યો કે, સંગીત બંધ થયું છે. તેણે આંખો ખોલીને સામે જોયું. ચંદ્રલેખાએ ભોજન માટે અઢાર પ્રકારની રસવતી અને પીણાં મંગાવ્યાં. આખા ભુવનમાં મીઠી સુવાસ ફેલાઈ ગઈ. રાજાને આગલા દિવસનો નકોરડો ઉપવાસ હતો છતાં સંગીતના સૂરો સાંભળવામાં ને મનોહર દશ્યો જોવામાં તે ભૂખને ભૂલી ગયો હતો. પણ જ્યાં ભોજનની સુગંધ આવી ત્યાં તેને પેટમાં આગ લાગી છે તેનો ખ્યાલ આવ્યો. મુખમાંથી પાણી છૂટવા લાગ્યું. તે ભોજનના થાળ તરફ જોઈ રહ્યો. પણ યોગિનીએ તેનો ભાવ પૂછયો નહિ. તે ચંદ્રલેખા સાથે વાતો કરવા લાગી. "દીકરી ! તું નાગલોક છોડીને અહીં કેમ આવી ?" ચંદ્રલેખાએ, પોતે ખૂબ દુઃખી હોય તેમ આંસુ સાથે કહ્યું, 'મા, આપ તો જાણો છો કે હું ધરણેન્દ્રની પટ્ટમહિષી છું. તેમને મારા પર અતિશય પ્રેમ છે. મારા વિના તેમને ચેન ન પડે. પણ, વીણાવાદનમાં અતિકુશળ એવી આ મારી દાસીની વીણા સાંભળી નાગેન્દ્ર, પોતાના મિત્ર ભૂતાનંદ ઈન્દ્ર માટે, મારી પાસે આ દાસી માગી. મારા નાટકમાં ભંગ પડતો હોવાથી મેં આપવાની ના કહી. તેમણે કહ્યું કે, 'હું પરાણે લઈ જઈશ.” મને અપમાન લાગવાથી હું ક્રોધે ભરાઈ, અને તેમને કહ્યા વિના અહીં આ રત્નભુવન બનાવીને રહું છું. હવે આપે આપની મંત્રશકિતથી એવું કરવાનું છે કે, જેથી તેઓ હું અહીં છું તેવું ન જાણી શકે.” આમ તેઓ બન્ને અલકમલકની વાતો કરવા લાગ્યા. પણ રાજાને ભૂખ લાગી છે, ને વાતોથી કાંઈ ભૂખ મટે? "વાતે વાળુ ને વાણિયાનું મોં કાળું” એક વાણિયો ધંધાના કામે પરગામ જતો હતો. ઘરવાળીએ ભાતામાં ઢેબરાનો ડબ્બો આપ્યો. રસ્તે ચાલતા ચાલતા એક મિયો ભેગો થઈ ગયો. બંને વાતો કરતા કરતા ચાલવા લાગ્યા. ઘણું ચાલ્યા પછી વાણિયો થાકયો. તેને થયું, ક્યાંક સરોવર જેવું આવે તો વાળુ કરી લઈએ.’ એટલે ચારે કોર નજર કરતો ચાલે છે. એક જગ્યાએ લીલાંછમ વૃક્ષો ને સરોવર જોયાં, એટલે મિયાંને કહ્યું, "ચાલો અહીં બેસીએ." બંને સરોવરની પાળે વૃક્ષની છાયામાં બેઠા. સામાન નીચે મૂક્યો ને શીતળ પાણીથી હાથ-મોં ધોયા. વાણિયાએ વિચાર્યું, મિયાંને ડબ્બો દેખાડીશ તો જમાડવો પડશે. માટે તેને વાતોમાં રાખી, છેતરીને હું જમી લઉં !” તેણે ડબ્બો સંતાડી મિયાજી સાથે વાતો કરવા માંડી. મિયો ડબ્બો જોઈ ગયો. તે સમજી ગયો કે, 'વાણિયો મને વાતોમાં રાખી છેતરવા માગે છે, પણ હું ય તેને દેખાડી દઈશ !' વાણિયો કહે, "મિયાસા'બ ! આજે આપણી પાસે બીજું કાંઈ નથી તો વાતે વાળુ કરીએ !” "ભલે." "થાળ માંડયો છે. સુંદરી પીરસી રહી છે. પુરી-શાક ને કઢી આવી. વાહ ! કઢી કેવી મજેદાર છે !” "ખૂબ સરસ છે હોં !” "ભજીયાં ને ચટણી આવ્યાં, ચટણી તીખી-તમતમતી છે ! અરે ! આ તો મીઠાઈઓનો થાળ આવ્યો. જુઓ ! ઘેબર કેવડા મોટા છે ! અડધો જ થઈ રહેશે. બરફી પણ છે? બે કટકા મૂકો. વાહ! આજે તો મજા આવી ગઈ. "ઓહિયા ! ઓહિયા !" "ધરાઈ શું ગયા? હજી ગુલાબજાંબુ ને રસગુલ્લાં તો બાકી છે ! કેટલી વસ્તુઓ બનાવી છે ! આવું તો કયારેય નહોતા જમ્યા. લે ! આ લાડવા ય આવી ગયા. બસ બસ ! હવે કંઈ નહિ હોં !” "શેઠ ! હવે સહેજ પણ લેશો તો ઊલટી જ થશે !” For Private24 Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ "હા ! ભાત પણ નથી ખાવા. બસ ! હવે પાણી લાવજો. મોઢું ચોખ્ખું કરી લઈએ. કેમ મિયાંજી !” "હા !” એમ કહી મિયાંએ એક અડબોધ લગાવી, વાણિયો કંઈ વિચારે એ પહેલાં તો ઢેબરાંનો ડબ્બો ઝૂંટવી લીધો ને ખોલીને ખાવા લાગ્યો. ડબ્બો અભડાઈ ગયો. વાણિયો ભૂખ્યો રહ્યો. વાણિયાનું મોં કાળું થઈ ગયું. "વાતે વાળુ ને વાણિયાનું મોં કાળું” તે આનું નામ. પહેલેથી જ અડધાં ઢેબરાં આપી દીધા હોત તો ભૂખ્યા રહેવાનો વારો ન આવત. અહીં ચંદ્રલેખા ને યોગિનીની વાતો પણ ખૂટતી નથી. રાજાના તો ભૂખથી પ્રાણ જાય છે. વળી યોગિનીએ બોલવાની-ઊંહકારો કરવાની ય ના પાડી છે, એટલે બોલાય તો નહિ જ. બિચારો મોં વકાસીને ચારે તરફ જોયા કરે છે, ને વાતો સાંભળ્યા કરે છે. વળી ચંદ્રલેખાએ યોગિનીને કહ્યું, "મા ! આપ આપની મંત્રશકિતથી આ રત્નભવનની ચોતરફ એવું કવચ કરી દો કે, જેથી ધરણેન્દ્રને મારું ઠેકાણું ન જડે.” યોગિની કહે, "દીકરી ! આ તો મારા ડાબા હાથનો ખેલ છે. હું હમણાં એવું કવચ કરી દઉં છું કે, ધરણેન્દ્ર આખું જગત્ ઘૂમી વળે તો ય એને તારો પત્તો ન લાગે !” યોગિનીએ કમંડળમાંથી અંજલિમાં પાણી લીધું ને મંત્ર ભણી દશે દિશામાં છાંટી દીધું. પછી ચંદ્રલેખાને કહ્યું, "જો દીકરી ! મેં કવચ કરી દીધું છે. હવે તારે ગભરાવાની કઈ જરૂર નથી.” આ સાંભળી ચંદ્રલેખાએ કહ્યું, "ખરેખર મા ! આપ ઘણાં શિકિતશાળી છો. પણ આ બધી વાતોમાં ભોજન તો વીસરાઈ જ ગયું. ચાલો મા ! આપણે ઘણા વખતે મળ્યાં છીએ તો આજે સાથે ભોજન લઈએ.” આમ કહી તેણે યોગિનીને રાજા ભણી ઈશારો કર્યો. યોગિની કહે, "પણ દીકરી ! આ બધી ધમાલમાં મારો શિષ્ય તો ભૂલાઈ જ ગયો. હું ક્ષુધિત છું છતાં ય તેના વિના નહિ જ જમું. એને ગઈકાલનો ઉપવાસ છે. એ ભૂખ્યો રહે ને હું ખાઉં એ કેમ બને ?” "એ આપનો શિષ્ય કોણ છે ? વિદ્યાધર છે ? નાગકુમાર છે ? ગંધર્વજાતિનો છે ? અસુરજાતિનો છે ? કે કોઈ દેવ છે ? મને જલદી કહો જેથી હું તેનો ઉચિત સત્કાર કરું." "ના ! ના ! દીકરી ! એ કોઈ વિદ્યાધરાદિ નથી. એ તો મનુષ્ય જાતિનો ઉત્તમકુળનો દુર્લલિત નામે રાજા છે.” આ સાંભળી ચંદ્રલેખાએ મોઢું મચકોડયું ને કહ્યું, "મા ! આપ ત્રિકાળ જ્ઞાની છો પણ ભોળા છો, ને સંસારની રીતથી અજાણ છો. મનુષ્યો મહાધૂર્ત હોય છે. આણે આપને બગકિતથી છેતર્યા લાગે છે ! હું આવાઓને બહુ સારી રીતે ઓળખું છું.” "બેટા ! તારી વાત બરાબર છે, પણ આ એવો નથી. માટે તું બીજો કોઈ વિચાર મનમાં લાવતી નહિ. વળી અહીં લાવવા માટે મેં એનો દેહ શુદ્ધ અને દિવ્ય બનાવ્યો છે. અને હું જેના પર તુષ્ટ થાઉં છું તેને કંઈ દુર્લભ રહેતું નથી. માટે તારે એનો સત્કા૨ ક૨વો જોઈએ. મારી વાત પર વિશ્વાસ રાખી તું, આખી જિંદગીમાં જેણે આવી દિવ્ય રસવતીની સુગંધ પણ લીધી નથી એવા આ મારા શિષ્યને ભોજન કરાવ.” આમ કહી યોગિનીએ રાજાને કહ્યું, "હે વત્સ ! તું આ નાગપત્ની સાથે આ દિવ્ય ભોજન કરવા અહીં આવ !” રાજા વિચારે કે, 'આ યોગિની મા તો કેવાં ભલાં છે. મને અપ્સરા સાથે એક થાળમાં જમાડશે. ખરેખર હું આજે કૃતાર્થ થયો.' ત્યાં ચંદ્રલેખા બોલી, "એમ નહિ મા ! પહેલા હું જમું પછી મારું એંઠું એ ખાશે તો જ હું એને જમવા દઉં !” "અરે ! એમાં શું વાંધો છે ? એ તો તારી થાળીમાં જમવામાં પોતાનું ગૌરવ માને છે.” તેણે રાજાને બોલાવ્યો. રાજા પણ હર્ષિત થઈ પોતાને ધન્ય માનતો તરત જ ત્યાં આવ્યો. F&T crsonarose Only 25 Page #32 -------------------------------------------------------------------------- ________________ ખરેખર ! આ દુનિયામાં એવો કોણ પુરુષ હશે જે સ્ત્રીઓ દ્વારા ઠગાયો ન હોય ! આ બાબતમાં કવિઓ સ્ત્રીના હાથમાં રહેલ કંકણને ઉદ્દેશીને કહે છે : रे रे कंकण मा रोदीः कं कं न भ्रमयन्त्यमूः ? | कटाक्षक्षेपमात्रेण करस्थस्य तु का कथा ?|| ૧૫. ચંદ્રલેખા પોતાનું એંઠું રાજાને ખવડાવે છે "અરે કંકણ ! તને આ સ્ત્રીઓ ગોળ ગોળ ફેરવે છે એમાં તું ૨ડે છે શા માટે ? (અવાજ શા માટે કરે છે ?) આ સ્ત્રીઓ આંખના કટાક્ષમાત્રથી ભલભલા મર્દોને ભમાવી દે છે. જ્યારે તું તો હાથમાં જ છે. તારી શી વાત થાય ?” A રાજા અપ્સરાનો રાગી થયો છે. રાગી યોષાન્ત પશ્યતિ । રાગી મનુષ્યને રાગના પાત્રમાં દોષ ન દેખાય. તે તેનું બધું સારું જ માને છે. રાજા પણ એંઠું ખાવામાં દોષ જોતો નથી. નૃત્ય-ગીત-સંગીતમાં પરવશ બન્યો, જાત પરથી કાબૂ ગુમાવ્યો ને 'હું રાજા છું' એ ય ભૂલી જઈને એંઠું ખાવા બેઠો. 26 Page #33 -------------------------------------------------------------------------- ________________ જીવ પણ હું આત્મા છું, પરમાત્મા થઈ શકું છું.' એ ભૂલે ત્યારે સંસારની રઝળપાટ થાય છે. રાજા ખુશ થઈને જમી રહ્યો છે. કોઈક કન્યા સુંદર વાનગી પીરસી રહી છે. યોગિનીના ઈશારાથી કોઈક કન્યા તેની થાળીમાં એઠું ભોજન મૂકી જાય છે. રાજા બધું ખાઈ ગયો. જમી રહ્યા બાદ એક કન્યા સુગંધી તાંબૂલ આપી ગઈ. હવે યોગિનીએ તેને કહ્યું, "દીકરા ! આ નાગેન્દ્રની પ્રિયાનું રત્નમય ભુવન અતિસુંદર છે. તું જોઈ લે !” રાજા પણ આ ઈચ્છતો જ હતો. તે ઊભો થઈને ભવનનું નિરીક્ષણ કરવા લાગ્યો. બધી જ કળા-કારીગરી આંખો ફાડીફાડીને જુએ છે. વિચારે છે કે, 'બાપ-જન્મારે ય આવું સાંભળવાનું, ખાવાનું ને જોવાનું નહોતું મળ્યું. આજે મળ્યું છે તો નિરાંતે માણી લઉં !' તે ભવનનું નિરીક્ષણ કરે છે ત્યારે થોડી કન્યાઓ તેની મશ્કરી કરે છે. કેટલીક વ્યંગ્યક્તિ કરે છે. તો કેટલીક વક્રોકિતઓ કરે છે. બધી ભેગી થઈને તેની હાંસી ઉડાવે છે. આમને આમ દિવસ પૂરો કર્યો. રાત પડી. ફરી સંગીતની મહેફિલ જામી. રાજા ઝૂમી ઉઠયો. સાંભળવામાં તન્મય થઈ ગયો. જેને જેમાં રસ જામી જાય છે તે તેમાં તન્મય અને આસકત બની જાય છે. ભોગી ભોગમાં, રાગી રાગમાં, ત્યાગી ત્યાગમાં ને વિરાગી વિરાગમાં. જરૂર છે રસ જગાડવાની. બધું પૂરું થયા પછી રાજા યોગિની પાસે ગયો. તેણે હાથ જોડી યોગિનીને વિનંતિ કરી, "મા ! આપે મારી બધી ઈચ્છાઓ કલ્પવલ્લીની જેમ પૂરી કરી. હવે એક છેલ્લી ઈચ્છા છે. તે આપ પૂરી કરશો ?" જીવની ઈચ્છાઓ કદીય પૂરી થતી નથી. એક પૂરી થાય તો બીજી જાગે. તેનો છેડો ક્યારેય આવતો નથી. રૃચ્છા હુ મા IIHસમા, viતા || ઈચ્છાઓ આકાશ જેવી અફાટ અને અનંત છે. યોગિની કહે, "હવે શી ઈચ્છા બાકી રહી ગઈ છે?" "મને આમાંથી એક અપ્સરાને પરણવાની ઈચ્છા થઈ છે !” યોગિની ગુસ્સે થઈ ગઈ. કહે, "શું? મનુષ્યના કીડાને અપ્સરા પરણવાની ઈચ્છા થઈ? હું તને અહી લાવી છું અને તારી ભલામણ કરી છે એટલે તને આટલું પણ બોલવા દે છે. બાકી...." રાજા : "આપ છો માટે જ હું આટલી વિનંતિ કરું છું.” એમ કહી યોગિનીના પગમાં પડયો ને કાલાવાલા કરવા લાગ્યો. યોગિનીએ ઢીલા પડવાનો દેખાવ કર્યો અને કહ્યું કે, જો આ અપ્સરાઓ કોઈ મનુષ્યને ઈચ્છે તો દેવકુમારો તેમને પોતાના ભુવનમાંથી કાઢી જ મૂકે. પણ તું આટલી વિનંતિ કરે છે તો મારા વિદ્યાબળથી તારી ઈચ્છા પૂરી કરીશ. પણ એક શરત છે, તારે જિંદગીભર તેના ગુલામ થઈને રહેવું પડશે ને એ જે કહે તે બધું જ કરવું પડશે !!” રાજા કહે, "મને બધું જ કબૂલ છે. બસ આપ મારી ઈચ્છા પૂર્ણ કરો.” આ સાંભળી યોગિનીએ ચંદ્રલેખાને કહ્યું, "દીકરી ! તેં મારા શિષ્યની વાત સાંભળી ? તે તારી બધી આજ્ઞા માનશે. માટે એની ઈચ્છા પૂરી કર.” "મા ! એક પુરુષ સાથે અપ્સરાના લગ્ન કરવા એ કોઈ રીતે ઉચિત નથી. પરંતુ આપનું વચન ઉત્થાપવાની મારી શક્તિ નથી, એટલે આપ જો ફરમાવો તો હું જ એની સાથે લગ્ન કરું." "બેટા ! તો તો હું ખૂબ રાજી થાઉં. એમ કર, તું જ એની સાથે વિવાહ કર. મારી ઈચ્છા તું જ પૂરી કર." "જેવી આપની આજ્ઞા. પણ મારી આજ્ઞાનું પાલન આણે કરવું પડશે. એમાં ભૂલ કરશે તો હું નહિ ચલાવું.” For Privai27 Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬. યોગીનીને ચંદ્રલેખા સાથે લગ્ન કરાવી આપવા રજુઆત "બેટા ! આ રાજા તારું બધું જ કહ્યું માને તેવો છે, તેની મને ખાતરી છે. તું ચિંતા ન કર. તું જે કહીશ તે એ કરશે. એટલે તરતચંદ્રલેખાએ ઈશારો કર્યોને સખીઓએ બધી સામગ્રી ભેગી કરી ગોઠવી દીધી અને બધાંએ ભેગા થઈ તેને ગાંધર્વવિધિથી ચંદ્રલેખા જોડે પરણાવ્યો. હવેયોગિનીએચંદ્રલેખાને કહ્યું, "આને ઘણી રાતના ઉજાગરા છે. તો તારા ભુવનની અગાશીમાં એ સૂઈ જાય અને તારી કૃપાથી એને દેવશય્યાનું સુખ મળે તેવું કર." ચંદ્રલેખા કહે, "તેને સૂવું હોય અને સુખ મેળવવું હોય તો મને વાંધો નથી, પણ ઉપર પથારી નથી. અહીંથી પલંગ અને ગાદલું ઉપર જાતે ઉપાડીને લઈ જવું પડશે, કારણ કે દેવલોકમાંનોકરચાકરન હોય." આ સાંભળી રાજા ખૂબ ખુશ થઈ ગયો. તેણે ઊભા થઈને ગાદલું ઉપાડયું ને માથે મૂકી ઉપર ચડાવ્યું. પાછા નીચે આવી પલંગ ઉપાડી ઉપર ચડાવ્યો. પછી પલંગ પર ગાદલું પાથરી શય્યા તૈયાર કરી. તેને ખ્યાલ નથી કે, ચંદ્રલેખાએ તેને બરાબર લપેટમાં લીધો છે, અને ત્રણે પ્રતિજ્ઞાઓ પૂરી કરી છે. તે સુખ મેળવવાની ધૂનમાં છે. તેણે યોગિનીના કહેવાથી અપ્સરાની પથારી પણ આ રીતે ઉપર લઈ જઈ તૈયાર કરી. રાત્રિ સમયે ચંદ્રલેખાએ પોતાની શધ્યામાં રહી રતિરસના ગુણોથી તેનું ચિત્ત હરી લીધું અને તેને એવો વશ કર્યો કે બીજી સ્ત્રીઓની તેને ઈચ્છા જ ન થાય. રાત્રિના છેલ્લા પહોરે યોગિનીએ તેની આંખો પર ત્રણ પાટા બાંધી પાછો રાજમહેલમાં પહોંચાડી દીધો. હવે રાજાને આ સંગીતાદિનું વ્યસન થઈ ગયું. તે યોગિનીની સહાયથી દરરોજ ચંદ્રલેખા પાસે જવા લાગ્યો. આ , E cl ' For Private 48 ersonal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ચંદ્રલેખાની શય્યા લઈ જવી | 0 - 0 ૦ ૦ ૦ / 1 2 Follow @idend જોઈ યોગિનીએ એકાંતમાં ચંદ્રલેખાને કહ્યું, "ખરેખર ! તારો પતિ હવે તારો દાસ બની ગયો છે, અને તારી પ્રતિજ્ઞાઓ પણ પૂર્ણ થઈ ગઈ." "હા મા! પણ હજી એમને ખ્યાલ નથી આવ્યો કે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આ બધું નાટક કર્યું છે. માટે હવે લાગ શોધીને એ પણ કહેવું પડશે." એક દિવસ ચંદ્રલેખા અંતઃપુરમાં સોળે શણગાર સજીને બીજી રાણીઓ સાથે ગમ્મત કરી રહી હતી. ત્યાં રાજા આવી ચડયો. ચંદ્રલેખાએ વિચાર્યું કે, 'આ સારો લાગ છે. હવે ઘા મારીને ઘાટ ઘડી દેવો જોઈએ.” તેણીએ હસતા હસતા રાજાને કહ્યું, "રાજન ! અપરાધી ને અણમાનીતી હતી એટલે મારી પાસે તમે નહોતા આવતા તે તો બરાબર છે, પણ આ બધી રાણીઓએ શો ગુનો કર્યો હતો કે તમે તેઓને છોડી દીધી ? અથવા અપ્સરા સાથે વિલાસ માણતા તમને અમારા જેવાનું તો નામ લેવું પણ કયાંથી ગમે ?" આ સાંભળી રાજા ચમકી ગયો. તેણે ચંદ્રલેખાને ધારીને જોઈ અને ઓળખી ગયો. તેણે કહ્યું, "આ બધું શું છે? તે તું જ હતી?” ચંદ્રલેખા કહે, "હા! હું જ એ નાગરાણી ! આપને એંઠું ખવડાવનાર અને ગાદલું ને પલંગ ઉપડાવનાર હું જ ! બીજી નહિ!” રાજા કહે, "તારી ભલી થાય !” ચંદ્રલેખા : "રાજન્ ! વાણિયાની દીકરીને ઠગવી સહેલી લાગી પણ મેં ય આપને છેતરીને મારી પ્રતિજ્ઞા કેવી રીતે પૂર્ણ કરી તેનું આપને ભાન થયું?” આ સાંભળી રાજા ચોંક્યો. ગુસ્સો આવ્યો ન આવ્યો ત્યાં તો ચંદ્રલેખાએ કહ્યું, "રાજ ! યોગિનીને માધ્યમ બનાવી મેં આપનો જે અવિનય-અપરાધ કર્યો તેની હું માફી માંગું છું.” For Private 29ersonal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ચંદ્રલેખાનો રાજા આગળ ઘટસ્ફોટ હા, leid PTNEW અવસરે નમતા પણ આવડવું જોઈએ. નમીને ચાલીએ તો ઘણી આફતોથી બચી જવાય. રાજા આશ્ચર્ય-હર્ષ-વિષાદ એમ ત્રણેય ભાવોને એકીસાથે અનુભવવા લાગ્યો. તેણે વિચાર્યું કે, 'આ આવી બુદ્ધિશાળી છે તો એને પટરાણી બનાવવી જોઈએ.” તેણે બધી રાણીઓ સાથે વિચાર-વિમર્શ કરી ચંદ્રલેખાને પટરાણી બનાવી. કહ્યું છે કે : तावद्रोषश्च गर्वश्च पूर्वदोषादिसंस्मृतिः । समुत्कीर्णा इव स्वान्ते गुणा यावल्गन्ति न ।। જ્યાં સુધી મનમાં વ્યકિતના ગુણોનું ભાન નથી થતું ત્યાં સુધી જ તેના પ્રત્યે રોષ, ગર્વ કે પૂર્વે કરેલ દોષોના પૂર્વગ્રહો રહે છે. જેના ભાગ્યમાં સુખ હોય તેને જન્મજાત સુખ મળે છે. ઘણાનો વચગાળો થોડા સંકટમાં હોય છે. પણ તે વચગાળામાં જે હારી ન જાય, સમભાવ રાખે ને ધીરજ ન ગુમાવે તો સુખ મળ્યા વિના રહે નહિ. હવે રાજા પોતાના અંતઃપુર સાથે તે જ ભોંયરામાં સુખ ભોગવવા લાગ્યો. સુખમાં સમય કયાં વીતી જાય છે તેની ખબર નથી. સુખમાં ને સુખમાં તેઓના એક હજાર વર્ષ વીતી ગયાં. આ ચોથા આરાની વાત છે. આપણને પાંચમા આરામાં સાંભળવા મળી તે આપણું ભાગ્ય. For Privat30 Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ એકવાર રાજા દરબારમાં બેઠા હતા ત્યારે વનપાલકે આવીને વધામણી આપી, "રાજન ! નગર બહાર કુસુમાકર નામના ઉદ્યાનમાં અનેક મુનિઓથી પરિવરેલા અતિશય જ્ઞાની શ્રી અભયંકરસૂરિ નામના આચાર્યભગવંત પધાર્યા છે.” આ સાંભળી રાજા અત્યંત આનંદિત થયો. તેણે વનપાલકને જિંદગીભરનું દળદર ફીટી જાય તેટલું ઘન/ ઈનામ આપ્યું અને પોતાના પરિવાર સાથે ગુરુભગવંતને વંદન કરવા તૈયાર થયો. રાજાને આખા દેશનો કારભાર હતો તોય જ્યાં ધર્મની વાત આવી ત્યાં બધું છોડીને તૈયાર થઈ ગયો. આપણે ય ઘર-કુટુંબ-દુકાન માટે આખી જિંદગી વેડફીએ છીએ તો ધર્મ માટે ઘડી-બે ઘડી સમય આપવા તૈયાર થઈએ. રાજા પોતાના રસાલા સાથે ઉદ્યાનમાં પહોંચ્યો. ગુરુભગવંતને ઉલ્લાસપૂર્વક ત્રણ પ્રદક્ષિણા-વંદનાદિ કરી યથોચિત સ્થાને બેઠો. યોગ્ય જાણી ગુરુ મહારાજ દેશના ફરમાવે છે : araraan ૧૯. કેવળી ભગવંતની દેશના Ja reducZOITIT Use Only www.ameraty.org TO Tarters 3 Page #38 -------------------------------------------------------------------------- ________________ "હે ભવ્ય જીવો ! ઝેર ખાવું સારું, આગ સાથે રમત કરવી સારી પણ સંસારના બંધનમાં પડેલા જીવોએ ધર્મમાં પ્રમાદ કરવો યોગ્ય નથી. કારણ કે ઝેર અથવા અગ્નિ તો એક જ જન્મમાં જીવતરનો નાશ કરે છે જ્યારે, ઉત્તમ માનવ ભવ મળ્યો, દેવ-ગુરુ-ધર્મ મળ્યા, આરાધનાની સમગ્ર સામગ્રી મળી છતાં ય પ્રમાદ કરે તો, તે પ્રમાદ સેંકડો ભવો સુધી જીવને મારે. માટે હે જીવો ! તમે પ્રમાદનો ત્યાગ કરી, જે બાવ્રતરૂપ ધર્મવૃક્ષનું મૂળ છે, ધર્મનગરનું દ્વાર છે, મોક્ષમહેલનો પાયો છે, સર્વસંપત્તિનું નિધાન છે, રત્નોનો આધાર જેમ સમુદ્ર છે તેમ જે સધળા ગુણોનો એક આધાર છે, ચારિત્રરૂપી ધનનું પાત્ર છે, તેવા સમ્યકત્વમાં તમે ઉદ્યમ કરો અને કુકર્મોના મર્મને વીંધી નાખનાર, શિવસુખદાયક શુદ્ધ શ્રાવકધર્મનું તમે પાલન કરો. | વળી, પરતીર્થે-પરધર્મમાં ગયેલા મનુષ્યોને મરણસમયે પણ જો સમ્યકત્વ પ્રત્યે ભકિત તથા રાગ હોય તો તેઓ ભવાંતરમાં અવશ્ય મુકિતફળના ભોકતા બને છે. માટે તમે સમ્યકત્વમૂળ બારવ્રતરૂપ શ્રાવકધર્મમાં ઉદ્યમ કરો અને મળેલા માનવભવને સાર્થક કરો." આ રીતે ધર્મદેશના કહી તેઓએ ચંદ્રલેખાને કહ્યું : "ભદ્ર ! તું તો તારા પૂર્વભવને જાણે છે છતાં ય બોધ કેમ પામતી નથી ? તેં શ્રી શત્રુંજય તીર્થ પર શ્રી આદિનાથ ભગવાનની અનશનપૂર્વક આરાધના કરેલી, ને તેને લીધે પ્રાપ્ત થયેલ સમ્યકત્વના પ્રતાપે, અંતસમયે દુર્લલિત રાજા પર કોપ કરવા છતાં તને આટલી સમૃદ્ધિ અને સઘળા લોકને આશ્ચર્ય પમાડનાર બુદ્ધિવૈભવ મળ્યો છે તેનો તને ખ્યાલ નથી ? તું પ્રમાદી બનીને આરાધના શા માટે ચૂકી જાય છે ?" | આ સાંભળી ચંદ્રલેખાનું હૃદય વૈરાગ્યવાસિત બન્યું ને તેણીએ સમ્યત્વ રત્નથી ભૂષિત સુંદર બારવ્રતરૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો. રાજા. તથા બીજા લોકોએ પણ યથાશકિત નિયમો ગ્રહણ કર્યા. ત્યારબાદ સર્વલોકો સૂરિભગવંતને વંદન કરી યથાસ્થાને ગયા. ગ્રંથકાર ભગવંત કથાવસ્તુ બતાવતા બતાવતા આપણને વાસ્તવિકતાની ભૂમિ પર લાવી ઊભા કરી દે છે. કારણ કે વાત ને વાર્તા દ્વારા વાસ્તવિકતાનું ભાન થાય તો જ તે પરિણમે. ચંદ્રલેખા-ચરિત્ર સાંભળતા કેવા ભાવ થયા? - મજા આવી ! - ન્યાય કેમ તોળાય તે જાણવા મળ્યું. - વૈર કેમ બંધાય છે તે જોયું. - સમજણપૂર્વક બદલો કેમ લેવાય છે તે વિચાર્યું. - બધું થયા પછી ધર્મની આરાધના પણ કરવી જોઈએ, તે સાંભળ્યું. ચંદ્રલેખા આપણને શીખ આપે છે કે, જીવનમાં થયું ન થયું બધું ભૂલી જઈ અપ્રમત્તભાવે ધર્મ આરાધી લેવા જેવો છે.” હવે ચંદ્રલેખા, 'હાશ ! પાપોનું પોટલું ઊતારવાનો હવે સમય આવી ગયો છે', એમ વિચારી વ્રતમાં અતિશય દૃઢચિત્તવાળી થઈ અને ગ્રહણ કરેલ વ્રતનું સ્મરણ રહે માટે પર્વતિથિએ સામાયિક-પૌષધાદિ કરે છે, અને પોતાનાં પાપોની શુદ્ધિ કરે છે. એક દિવસ તે પૌષધ લઈને ક્રોધ-માન-માયા-લોભાદિ અંતરંગ શત્રુઓને જીતવા અત્યંત નિશ્ચલ થઈ કાયોત્સર્ગ કરી રહી છે. ત્યારે તે નગરમાં રહેનારી એક સમ્યકત્વી દેવી અને એક મિથ્યાદષ્ટિ દેવી તેનાથી આકર્ષાઈને ત્યાં આવી. તેની સમ્યકત્વમાં દઢતા અને ધ્યાનની નિશ્ચલતા જોઈ પ્રશંસા કરતા સમ્યકત્વી દેવી કહે, "ધર્મમાં આવી દઢતા જવલ્લે જ જોવા મળે છે. ખરેખર ! આ સ્ત્રીને પોતાના ધ્યાનમાંથી ચલાયમાન કરવા દેવો પણ સમર્થ નથી !" Jain Education Interational For Private Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦. વ્રત અંગીકાર – કેવળજ્ઞાન આ સાંભળી મિથ્યાત્વીદેવી કહે, "તું અતિશયોકિત કરે છે. અચિંત્ય શકિતવાળા દેવો સામે મગતરાં જેવા માનવીનું શું ગજું ? તું જો તો ખરી ! હું ચપટી વગાડતાં આ ચંદ્રલેખાને ધ્યાનભ્રષ્ટ કરું છું." તે દેવીએ ચંદ્રલેખાને ક્ષુબ્ધ કરવા ભયંકર રાક્ષસોને વિકૃર્યા. તેઓ એ પર્વતને પણ ફોડી નાખે એવા પ્રચંડ અવાજે કહ્યું : "હે મૂઢ સ્ત્રી ! તું આ ધર્મને ત્યજી દેનહિતો અમે તને ગળી જઈશું અને શ્રાવક ધર્મને છોડીમોક્ષને માટે અમારી પૂજા કર નહિતર તારો નાશ નિશ્ચિત છે." વજપાત જેવાં આ વચનો સાંભળીને પણ અતિનિશ્ચલ ચંદ્રલેખા હૃદયના ભૂષણ સમાન સમ્યક્ત્વથી લેશ પણ ચલિત ન થઈ. એટલે પ્રચંડ પવનથી દૂર થયેલ વાદળાંની જેમ તે રાક્ષસો પણ આકાશમાં વિલીન થઈ ગયા. આ જોઈ દેવીએ અતિઘોર હાથી અને સિંહોને વિદુર્ગા. પણ ચંદ્રલેખાના ચિત્તનો એક ખૂણો પણ આ ઉપસર્ગથી ક્ષોભ ન પામ્યો. હવે દેવીએ પોતાની માયાવડેદુર્લલિત રાજાનાવાળ પકડીચંદ્રલેખા સામેલાવી કહ્યું, "હે મુગ્ધ ! તું આ કપટ ધર્મને છોડી દેનહિતર આ તારા પ્રિય પતિને મારી નાખીશ !” આ સાંભળીને પણ ચંદ્રલેખા ક્ષોભ પામ્યા વગર ધ્યાનમાં તત્પર થઈ. ત્યારે તે નકલી રાજા તેની સામે કરુણ સ્વરે રડતો રડતો તેને કહેવા લાગ્યો, "હે પ્રિયે ! તું ધર્મનો ત્યાગ કર જેથી મારું કષ્ટ દૂર થાય. કારણ કે કુળવધૂઓ પોતાના પ્રાણ આપીને પણ પતિનું રક્ષણ કરે છે." [ આ સાંભળી ચંદ્રલેખાએ વિચાર્યું, પતિ તો ભવોભવ મળે છે. જ્યારે અતિદુપ્રાપ્ય ધર્મ આ જન્મમાં જ મળ્યો છે. વળી, આ પતિ આ ભવમાં જ કામ લાગશે જ્યારે ધર્મ ભવોભવ સહાય કરશે માટે હું વ્રતનું ખંડન નહિ કરું.' આવું ચિન્તન કરતી તે ધર્મથી ડગી નહિ. મેરુ ડગે પણ જેનાં મનડાં નો ડગે.” તે પરિણામની ધારાએ ચઢવા લાગી. ક્ષણવારમાં તો ક્ષપકશ્રેણિએ ચડી ચાર ઘાતિકર્મોને નાશ કરી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનને પામી. કસોટી બધાની થાય છે પણ કોઈ વિરલ-વીરલો જ તેનો પાર પામે છે. આ બધું કાંઈ એક ભવમાં સિદ્ધ થતું નથી. કેટલાંય ભવોનો અભ્યાસ હોય ત્યારે આમાંથી પાર પડાય આપણો ભવ પણ અભ્યાસનો છે માટે અભ્યાસ કરતા રહીએ. જ કેવળજ્ઞાન ઉત્પન્ન થતાવેંત નજીક રહેલા દેવતાઓએ ચંદ્રલેખાનો જય જયકાર કર્યો ને તેમને વેશ આપ્યો. ચંદ્રલેખાએ RE > Jain Education Intematonal For Private Personal Use Only 33. Page #40 -------------------------------------------------------------------------- ________________ ચારમુષ્ટિવડે લોચ કરી વેશ ગ્રહણ કર્યો. ત્યારબાદ દેવનિર્મિત મનોરમ સુવર્ણકમળ પર બેસી ભવ્યજીવોની સામે શિવસુખદાયક ધર્મનો ઉપદેશ આપતા કેવળીભગવંતે ફરમાવ્યું. "ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ ચાર પુરુષાર્થમાં મોક્ષ ઉત્તમ છે ને તેને માટે ધર્મની આરાધના કરાય છે. અર્થ અને કામ પણ ધર્મથી જ મળે છે. સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષના હેતુઓ છે. તેમાં સમ્યકત્વ મોક્ષનું મૂળ છે. જિનેશ્વરભગવંતોએ પ્રરૂપેલ તત્ત્વો પર શ્રદ્ધા કરવી તે જ સમ્યકત્વ છે. તે નિસર્ગથી ને અધિગમથી એમ બે પ્રકારે છે. તેના સડસઠ ભેદો છે. ૫ ભૂષણ ૪ શ્રદ્ધા ૩ લિંગ પલક્ષણ ૧૦ વિનય ૬ યૂણા ૩ શુદ્ધિ કે આગાર ૫દૂષણ ૬ભાવના ૮ પ્રભાવક ૬ સ્થાન. આમ સડસઠ ભેદે સમ્યકત્વ શુદ્ધ જાણવું. આવાસમ્યગદર્શનથી જીવસમ્યગુજ્ઞાની બને છે અને તેનાથી સમ્યક્ઝારિત્રની આરાધના કરી કર્મના કલેશોનો નાશ કરી પરમપદરૂપ નિર્વાણને પામે છે, અને અજરામરત્વ પામી ફરીથી સંસારમાં આવતો નથી. दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाऽङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ।। બીજ જ્યારે સર્વથા બળી જાય છે ત્યારે જેમ તેમાંથી અંકુરો ફૂટતો નથી તેમ કર્મ રૂપી બીજ બળી ગયે છતે સંસારરૂપી અંકુરો ઊગતો નથી. માટે ભવ્યાત્માઓએ ભવભ્રમણના કારણભૂત મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ અને ધર્મનું આરાધન કરવું જોઈએ. મિથ્યાત્વ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારનું અને દેવ-ગુરુ-ધર્મ ભેદે ત્રણ પ્રકારનું છે. | મિથ્યાત્વ અસાધ્ય રોગસમાન છે, ઉગ્ર વિષ જેવું કાતિલ છે, જીવનો બળવાન શત્રુ છે અને મિથ્યાત્વ જ દુર્ગતિ છે. આ મિથ્યાત્વના ત્યાગથી જીવનું સમ્યકત્વ નિર્મળ થાય છે, આત્મશુદ્ધિ થાય છે ને શુદ્ધાત્માને મોક્ષ દૂર નથી." આવી દેશના સાંભળી મિથ્યાત્વી દેવીએ પ્રગટ થઈ પોતાના અપરાધ ખમાવ્યા અને સમ્યક્ત અંગીકાર કર્યું. ત્યારબાદચંદ્રલેખા કેવળીએ દુર્વલિત રાજા તથા નગરજનોને પ્રતિબોધ પમાડયો. અનુક્રમે વિચરતા વિચરતા, ભવ્યજીવોનો ઉદ્ધારા કરતા, અંત સમયે ચંદ્રલેખા કેવળી તીર્થાધિરાજ શ્રી શત્રુંજયતીર્થ પર પધાર્યા અને અનશન કરી મોક્ષે સિધાવ્યા. આવું ચંદ્રલેખાનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય જીવો ! તમે સદ્ઘતોરૂપી મહાવૃક્ષના મૂળ જેવા અને સદ્ગતિને આપનારા સમ્યકત્વને નિર્મળ બનાવી, તેના દ્વારા ધર્મને આરાધી પરમપદવીને પામો !!! For Priva34 Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ लक्ष्मीर्वेश्मनि भारती च वदने शौर्यं च दोष्णोर्युगे, त्यागः पाणितले सुधीश्च हृदये सौभाग्यशोभा तनौ । कीतिर्दिक्षु सपक्षता गुणिजने यस्माद् भवेदङ्गिनां, सोऽयं वाञ्छितमङ्गलावलिकृते श्रीधर्मलाभोऽस्तु वः ।। ઘરે પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી, જીભના અગ્ર ભાગ ઉપર સરસ્વતીનો વાસ, બાહુઓમાં અપૂર્વ બળ, હથેળીમાં ત્યાગ, હૈયામાં સદ્ગદ્ધિ, શરીરનું અપૂર્વ સૌંદર્ય, દશે દિશામાં કીર્તિ, ગુણવાન પ્રત્યે અનુરાગ, જેના પ્રતાપે આ બધી વસ્તુઓ મનુષ્યને પ્રાપ્ત થાય છે, તે સકળ મંગળની પરંપરાને આપનાર “ધર્મલાભ” તમને સૌને હો. गुरुर्मिषग युगादीशप्रणिधानं रसायनम् । सर्वभूतदया पथ्यं, तेन मे भव रुग् भिदे ।। પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંત વૈધરાજ, શત્રુજ્ય મંડન શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન રસાયણ ઔષધ અને સર્વ જીવો પ્રત્યેની દયા પચ્ય|ચરી છે. તેના વડે મારો ભવ રૂપી રોગ દૂર થાવ. (મંત્રીશ્વર વસ્તુપાળ) देवपूजा गुरूपास्ति, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ।। દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની પૂજા, ગુરુ ભગવંતની સેવા – ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. આ છ આવશ્યક કર્તવ્યો પ્રત્યેક શ્રાવકે દરરોજ કરવાં જોઈએ. दिने दिने मञ्जुलमङ्गलावलिः सुसम्पदः सौरव्यपरम्परा च । इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ।। જે મનુષ્યો આ સદ્ધર્મની આરાધના કરે છે, તેને ત્યાં હરહમેશ મંજુલમધુર મંગળ કાર્યોની પરંપરા, પુણ્યાનુબંધી પુણ્યની સંપત્તિ, સુખની પરંપરા, ઈચ્છિત અર્થ/વસ્તુની સિદ્ધિ, વિપુલ બુદ્ધિ અને બધે જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ।। ક્રોધ પ્રીતિ/પ્રેમનો નાશ કરે છે, માનથી વિનયનો નાશ થાય છે. માયાથી મિત્રતાનો નાશ થાય છે, જ્યારે લોભથી તો સર્વનાશ થાય છે. માટે હે ભવ્ય જીવો ! ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરો. For Private Personal Use Only S Page #42 -------------------------------------------------------------------------- ________________ ન બોલવામાં નવ ગુણ ૧. કોઈનું હૈયું દુભાય નહિ. ૨. કોઈના કજીયા - કંકાસમાં નિમિત્ત ન બનાય. ૩. શત્રુ ઊભો ન થાય. ૪. આપણો વાંક ન નીકળે. ૫. વ્યાપારનાં - જીવનનાં રહસ્યો બોલાઈ ન જાય. ૬. કયારેય કોઈ જાતનું નુકસાન ન થાય. ૭, દ્રોહ ન થઈ જાય - બીજાની ખાનગી વાત ન બોલાય. ૮. કોઈની સાથે રાગ-દ્વેષ કે કોઈની નિંદા ન થાય. ૯. લોકોનો વિશ્વાસ તૂટે નહિ. ન બોલવામાં નવ ફાયદા ૧. મનને મારતા શીખાય. ૨. ધીરજ ધરતા શીખાય. ૩. ક્ષમાશીલ થવાય - ક્ષમા ગુણ વિકસે. ૪. હૃદયમાં વિશાળતા આવે. સંયમી થવાય. સંસ્કારી થવાય. ૭. સાત્વિકભાવ કેળવાય. ૮. પરિપકવ/પ્રટ બુદ્ધિ થવાય. ૯. વિશ્વાસપાત્ર થવાય. નવ પ્રકારે નહિ બોલવું. ૧. વગર બોલાયે ન બોલવું. ૨. વગર પૂછે કહેવું નહિ. ૩. વગર પ્રસંગે ન બોલવું. ૪. કારણ વગર ન બોલવું. ૫. સાબિતિ વગર ન બોલવું. બિનજરૂરી ન બોલવું. ૭. પાયા વગરનું ન બોલવું. ૮. વગર વિચારે ન બોલવું. ૯. આત્મશ્રદ્ધા વગર ન બોલવું. A For Private 36ersonal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય શ્રી વિજય નંદનસૂરીશ્વરજી મ.સા. અમદાવાદ ૨. ભાવનગર આર્થિક સહયોગ દેવી રાજેન્દ્ર આરાધના ભવન શ્રી ભાવનગર જે.મૂ.પૂ. જૈન સંઘ (દાદા સાહેબ વિભાગની બહેનો) તથા શ્રી પાર્શ્વનાથ ગૃહ મંદિર શ્રી આંબાવાડી .મૂ.પૂ. જૈન સંઘ શ્રી અરિહંત પાર્શ્વ શાંતિ જૈન સંઘ, રેવા એપાર્ટમેન્ટ, વાસણા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જે.મૂ.પૂ. જૈન સંઘ, વિલેપાર્લા, શ્રી પરિમલ જૈન સંઘ, સ્પ્રીંગવેલી, અમદાવાદ ૪. અમદાવાદ મુંબઈ અમદાવાદ, ૬. Page #44 -------------------------------------------------------------------------- ________________ ટૂંક સમયમાં જ જિનશાસન રસિકો માટે પ્રકાશિત થાય છે પ.પૂ. વિદ્વદર્ય આ. શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સિદ્ધહસ્ત કલમે આલેખાયેલ પ્રાસાદિક શૈલીમાં બાળ જીવો માટે બાર વ્રતધારી બાળ શ્રાવકની અદ્દભુત કથા ધર્મરુચિ | (સચિત્ર)