SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ "હા ! ભાત પણ નથી ખાવા. બસ ! હવે પાણી લાવજો. મોઢું ચોખ્ખું કરી લઈએ. કેમ મિયાંજી !” "હા !” એમ કહી મિયાંએ એક અડબોધ લગાવી, વાણિયો કંઈ વિચારે એ પહેલાં તો ઢેબરાંનો ડબ્બો ઝૂંટવી લીધો ને ખોલીને ખાવા લાગ્યો. ડબ્બો અભડાઈ ગયો. વાણિયો ભૂખ્યો રહ્યો. વાણિયાનું મોં કાળું થઈ ગયું. "વાતે વાળુ ને વાણિયાનું મોં કાળું” તે આનું નામ. પહેલેથી જ અડધાં ઢેબરાં આપી દીધા હોત તો ભૂખ્યા રહેવાનો વારો ન આવત. અહીં ચંદ્રલેખા ને યોગિનીની વાતો પણ ખૂટતી નથી. રાજાના તો ભૂખથી પ્રાણ જાય છે. વળી યોગિનીએ બોલવાની-ઊંહકારો કરવાની ય ના પાડી છે, એટલે બોલાય તો નહિ જ. બિચારો મોં વકાસીને ચારે તરફ જોયા કરે છે, ને વાતો સાંભળ્યા કરે છે. વળી ચંદ્રલેખાએ યોગિનીને કહ્યું, "મા ! આપ આપની મંત્રશકિતથી આ રત્નભવનની ચોતરફ એવું કવચ કરી દો કે, જેથી ધરણેન્દ્રને મારું ઠેકાણું ન જડે.” યોગિની કહે, "દીકરી ! આ તો મારા ડાબા હાથનો ખેલ છે. હું હમણાં એવું કવચ કરી દઉં છું કે, ધરણેન્દ્ર આખું જગત્ ઘૂમી વળે તો ય એને તારો પત્તો ન લાગે !” યોગિનીએ કમંડળમાંથી અંજલિમાં પાણી લીધું ને મંત્ર ભણી દશે દિશામાં છાંટી દીધું. પછી ચંદ્રલેખાને કહ્યું, "જો દીકરી ! મેં કવચ કરી દીધું છે. હવે તારે ગભરાવાની કઈ જરૂર નથી.” આ સાંભળી ચંદ્રલેખાએ કહ્યું, "ખરેખર મા ! આપ ઘણાં શિકિતશાળી છો. પણ આ બધી વાતોમાં ભોજન તો વીસરાઈ જ ગયું. ચાલો મા ! આપણે ઘણા વખતે મળ્યાં છીએ તો આજે સાથે ભોજન લઈએ.” આમ કહી તેણે યોગિનીને રાજા ભણી ઈશારો કર્યો. યોગિની કહે, "પણ દીકરી ! આ બધી ધમાલમાં મારો શિષ્ય તો ભૂલાઈ જ ગયો. હું ક્ષુધિત છું છતાં ય તેના વિના નહિ જ જમું. એને ગઈકાલનો ઉપવાસ છે. એ ભૂખ્યો રહે ને હું ખાઉં એ કેમ બને ?” "એ આપનો શિષ્ય કોણ છે ? વિદ્યાધર છે ? નાગકુમાર છે ? ગંધર્વજાતિનો છે ? અસુરજાતિનો છે ? કે કોઈ દેવ છે ? મને જલદી કહો જેથી હું તેનો ઉચિત સત્કાર કરું." "ના ! ના ! દીકરી ! એ કોઈ વિદ્યાધરાદિ નથી. એ તો મનુષ્ય જાતિનો ઉત્તમકુળનો દુર્લલિત નામે રાજા છે.” આ સાંભળી ચંદ્રલેખાએ મોઢું મચકોડયું ને કહ્યું, "મા ! આપ ત્રિકાળ જ્ઞાની છો પણ ભોળા છો, ને સંસારની રીતથી અજાણ છો. મનુષ્યો મહાધૂર્ત હોય છે. આણે આપને બગકિતથી છેતર્યા લાગે છે ! હું આવાઓને બહુ સારી રીતે ઓળખું છું.” "બેટા ! તારી વાત બરાબર છે, પણ આ એવો નથી. માટે તું બીજો કોઈ વિચાર મનમાં લાવતી નહિ. વળી અહીં લાવવા માટે મેં એનો દેહ શુદ્ધ અને દિવ્ય બનાવ્યો છે. અને હું જેના પર તુષ્ટ થાઉં છું તેને કંઈ દુર્લભ રહેતું નથી. માટે તારે એનો સત્કા૨ ક૨વો જોઈએ. મારી વાત પર વિશ્વાસ રાખી તું, આખી જિંદગીમાં જેણે આવી દિવ્ય રસવતીની સુગંધ પણ લીધી નથી એવા આ મારા શિષ્યને ભોજન કરાવ.” આમ કહી યોગિનીએ રાજાને કહ્યું, "હે વત્સ ! તું આ નાગપત્ની સાથે આ દિવ્ય ભોજન કરવા અહીં આવ !” રાજા વિચારે કે, 'આ યોગિની મા તો કેવાં ભલાં છે. મને અપ્સરા સાથે એક થાળમાં જમાડશે. ખરેખર હું આજે કૃતાર્થ થયો.' ત્યાં ચંદ્રલેખા બોલી, "એમ નહિ મા ! પહેલા હું જમું પછી મારું એંઠું એ ખાશે તો જ હું એને જમવા દઉં !” "અરે ! એમાં શું વાંધો છે ? એ તો તારી થાળીમાં જમવામાં પોતાનું ગૌરવ માને છે.” તેણે રાજાને બોલાવ્યો. રાજા પણ હર્ષિત થઈ પોતાને ધન્ય માનતો તરત જ ત્યાં આવ્યો. F&T crsonarose Only 25 www.jainelibrary.org
SR No.001800
Book TitleDrudh Samyaktvi Chandralekha
Original Sutra AuthorN/A
AuthorSuryodaysuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1998
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy