SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દઢ સમ્યકત્વી ચન્દ્રલેખા या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥ १ ॥ अरिहंतो मह देवो जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इअ सम्मतं मए गहिअं ॥ २॥ શાસ્ત્રકાર ભગવંત સમ્યત્વ પર નાનકડી કથા કહે છે. સમ્યત્વ શું છે ? સમ્યકત્વ એ જ આત્માનું જીવન છે. જેમ શ્વાસ વિનાનું જીવન નકામું તેમ સમ્યકત્વ વિનાનું જીવન નકામું. જેમ આંખ વિનાના મુખની કોઈ કિંમત નથી તેમ સમ્યકત્વ રહિત ધર્મની કોઈ કિંમત નથી. ગમે તેટલા ભવો કર્યા પણ જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવની ગણતરી થતી નથી. | સમ્યકત્વની વ્યાખ્યા શું છે ? "જેમના રાગ-દ્વેષ સદંતર નાશ પામ્યા છે એવા અઢાર દોષ રહિત વીતરાગને જ દેવ માનવા; પંચ મહાવ્રતધારી, કંચન-કામિનીના ત્યાગી, ભિક્ષામાત્રથી આજીવિકા કરનાર, સદાય સદાચારમાં પરાયણ અને ધર્મના ઉપદેશક એવા સાધુ ભગવંતને જ ગુરૂ માનવા; અને અહિંસાપ્રધાન ધર્મને જ સાધો ધર્મ માનવો.” એ સમ્યકત્વ કહેવાય અને આ સમ્યત્વમાં જેનું મન નિશ્ચળ છે તે જ સમ્યકત્વી છે. આવું સમ્યકત્વ ચંદ્રલેખામાં હતું. તે કોણ હતી ? તેનો પૂર્વભવ શું છે? સમ્યકત્વના આરાધનથી તેણીને શો લાભ થયો તે વિચારીએ. આ ચરિત્ર કહેવાનો આશય એ જ કે તેને સાંભળીને આપણે પણ દઢ સમ્યકત્વવંત-શ્રદ્ધાયુકત બનીએ. કારણ કે જ્ઞાનચારિત્ર હોય પણ જો સમ્યકત્વ ન હોય તો એકડા વિનાના મીંડા જેવું છે. માટે સમ્યકત્વ પામવા યત્ન કરવો. કહ્યું છે કે : सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः । सम्यक्त्वमित्रान्न परं हि मित्रं, सम्यक्त्वलाभान्न परो हि लाभः ।। दंसणभद्रो भद्रो.दंसणभद्रस्स नत्थि निव्वाणं । सिज्झंति चरणरहिया दंसणरहिया न सिज्झंति ।। કથા તેને કહેવાય જે થાક ઉતારે. આ કથા પણ તેવી જ છે. આમાં સંસારની ઠોસ હકીકતો ભરેલી છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદનના વૃક્ષોથી છવાયેલો મલયાચલ પર્વત છે. પવન વહે તો ચારેકોર ચંદનની સુગંધ ફેલાઈ જાય. તે પર્વત પર એક વિશાળ વટવૃક્ષ છે. તેના પર અનેક પંખીઓએ પોતાના માળા બનાવ્યા છે અને આવતા-જતા વટેમાર્ગુઓનું તે વિશ્રામસ્થળ છે. આ વૃક્ષ પર પરસ્પર અતિશય પ્રીતિવાળા એક પોપટ-મેનાના યુગલે માળો બનાવ્યો છે. બંને સુખપૂર્વક જીવે છે. ઘણા પશુ-પંખીઓ ભાગ્યશાળી હોય છે અને મનુષ્યોને ગમી જતા હોય છે. આ યુગલ પણ એવું ભિાગ્યશાળી છે. એકવાર વડલા નીચે કોઈ વિદ્યાધર વિશ્રામ લેવા આવ્યો. સૂતા સૂતા તેની નજર ડાળ પર બેઠેલા પોપટ અને એના પર પડી. આંખને ગમી ગયા. મીઠી ભાષા પણ ગમી ગઈ. Jain T omar
SR No.001800
Book TitleDrudh Samyaktvi Chandralekha
Original Sutra AuthorN/A
AuthorSuryodaysuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1998
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy