SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ - આ સાંભળી પોપટ રાજી થઈ ગયો. જ્યારે દુઃખી મેનાએ રાજાને કહ્યું : "હે નૃપ! તારા જેવા વિવેકીને આવી શાસ્ત્રથી પ્રતિકૂળ નીતિ ઘડવાનું શોભે નહિ. માટે તું આ ચુકાદાનું પંચ સામે લખાણ કરાવ કે જેથી તને ભૂલાઈ ન જાય.” રાજાએ અભિમાનથી પંચને બોલાવી જેવું બોલ્યો હતો તેવું જ લખાણ કરાવ્યું. તે જોઈ આઘાત પામેલી મેનામૂર્ણિત થઈ ફસડાઈ પડી. દયાળુ મંત્રીએ ઉપાડી, વાત્સલ્યથી પંપાળી, પાણી છાંટયું. મેના ભાનમાં આવી. આંખો ઉઘાડી. પિતાતુલ્ય મંત્રીને જોઈ સાંત્વન પામી. તેનું દુઃખ જોઈને દુઃખી થયેલા મંત્રીએ તેને આશ્વાસન આપ્યું. દુઃખિયાને સાંત્વન આપજો, આશ્વાસન આપજો પણ તેની હાય કદીય લશો નહિ. "તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય. મૂએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય." માટે કદીય કોઈના નિસાસા લેશો નહિ. મંત્રી કહે, "દીકરી ! મારે ઘેર ચાલ !" મેના કહે, "ના ના ! દીકરો-પતિ-ઘર બધું તો ગયું. હવે મારે દેવાધિદેવના ને ગિરિરાજના દર્શને જવું છે. હવે તો હું ને મારો દાદો ! અમારી વચ્ચે કોઈ નહિ. દાદો જ મારે છેલ્લો આશરો છે.” "પણ દીકરી ! ત્યાં જઈને તું શું કરીશ ?" "ત્યાં હું જીવનની છેલ્લી આરાધના કરીશ. આપઘાત એ અધર્મ છે અને અણસણ એ ધર્મ છે. હું અણસણ કરીશ. પ્રભુની ભકિત કરીશ. આવું નિરોગી શરીર છે તેને વેડફી નથી નાખવું.” | આ તરફ, રાજાનો ચુકાદો સાંભળીને ખુશ થયેલો પોપટ તો નિષ્ફરતાપૂર્વક પુત્રને લઈને ચાલતો થયો. બિચારી મેના આત્માની ચિંતા કરતી કરતી અશાંત મને પાંખો ફફડાવતી ગિરિરાજ ઉપર પહોંચી. જ્યાં દાદાના દર્શન થયાં ત્યાં બધાંય દુઃખોને ભૂલી ગઈ. પતિ-પુત્રને ય ભૂલી ગઈ. ચારેય આહારના પચ્ચકખાણ કરીને શુભ ભાવનાઓ ભાવે છે. | વૈરાગ્ય આને કહેવાય, વૈરાગ્ય એ વાતો નથી. દેખાડો નથી, પણ આત્માનું સ્વરૂપ છે. મેના નિરંજન-નિરાકાર પરમાત્મસ્વરૂપનું ચિંતન કરે છે. હું પણ આવું સ્વરૂપ કયારે પામીશ ? પ્રભુની સેવા કયારે પામીશ?' | "કયું ન ભયે હમ મોર વિમલગિરિ?....." શત્રુંજય પર જઈ દાદાની સામે ખૂબ નાચજો પણ સંસારમાં રાચશો નહિ. મેના ભગવાનમાં લીન થઈ ગઈ છે. કર્મો ખપાવે છે. શરીર-હૃદય-મન હળવાં થઈ ગયાં. દર્શન કરતાં માથું નમાવે છે ને પાપ અપાવે છે. ભગવાનનું મુખ જોઈને અતિશય આનંદ-રોમાંચ અનુભવે છે. આંખમાંથી આંસુડાની ધાર વહી રહી છે. દુઃખમાત્ર વીસરાઈ ગયું છે. ભગવાનને વિનવે છે : अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम" "તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ !" ત્રણ ભુવનના નાથ મળ્યા પછી હાય મા ! ઓય મા ! ન હોય. અનિમેષ નજરે ભગવાનને નીરખે છે. ચતુઃ શરણ સ્વીકારે છે, દુષ્કતોની નિંદા કરે છે, સુકૃતોની અનુમોદના કરે છે. વિચારે છે કે, વિદ્યાધર ગુરૂ ન મળ્યા હોત, તો મારું શું થાત? ચાંચો મારીને ઝઘડતી હોત ! ગુરૂએ જ્ઞાન આપ્યું તે આજે હું ભગવાનની સામે સમાધિપૂર્વક બેઠી છું, ને આરાધના કરી રહી છું.’ આવી ભાવનાઓ ભાવતી ને નવકારનું સ્મરણ કરતી પાપોને ધોઈ રહી છે. ! એક પક્ષી જો આવો ભાવ કેળવી શકે, આવી આરાધના કરી શકે તો હું અને તમે ? પ્રભુનું સ્મરણ કરતાં કરતાં જ્યાં જીવનનો છેલ્લો સમય આવ્યો ત્યાં એને દુર્વલિત રાજા યાદ આવ્યો. પતિ-પુત્ર-શોકય યાદ ન આવ્યા પણ જેણે પોતાને અન્યાય કર્યો હતો તે યાદ આવ્યો. ! કૃષ્ણને પગમાં તીર વાગ્યું, અંત સમય નજીક છે તેવો ખ્યાલ આવ્યો. સમાધિપૂર્વક બધું વોસિરાવ્યું. ચાર શરણાં સ્વીકાર્યા પગમાં બાણ મારનારને પણ ખમાવ્યો. પણ જેવી ગતિ તેવી મતિ' એ ન્યાયે છેલ્લા સમયે દ્વૈપાયન ઋષિ પર દ્વેષ જાગ્યો. અંત સમયે ભાવ બગડે તેનો ભવ બગડે. નરકે ગયાં. Jain
SR No.001800
Book TitleDrudh Samyaktvi Chandralekha
Original Sutra AuthorN/A
AuthorSuryodaysuri
PublisherNemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
Publication Year1998
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy