________________
છે, તેથી જૈન ધર્મનાં અનુષ્ઠાન કરતાં કરતાં તેણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે સાધ્વીજી પાસેથી તત્ત્વજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો. તેણીને જે જાણે છે તે બધા તેના વખાણ કરે છે.
‘બે જણ પૂછે તેવા થજો, બેમાં અળખામણા ન થશો.” માન માગવાની જરૂર નથી પણ માન મળે તેવું જરૂર કરજો.’ આ જીવને કરાવવા છે વખાણ પણ કરે છે વખોડવા જેવું.
૬. શેઠને ત્યાં પુત્રી તરીકે
પ
થ6)
ચંદ્રલેખાને આ બધામાં રસ નથી. પણ તેણીના મનમાં એક વાત ખૂબ ખટકે છે. તેને દુલિત રાજાનો બદલો લેવાની ઈચ્છા થઈ ગઈ છે. ગયા ભવમાં આણે મને દુઃખી કરી હતી” એ વિચારથી ઊંડે ઊંડે દ્વેષ જાગ્યો છે. બધા સાથે પ્રેમપૂર્વક વર્તે છે પણ જ્યાં દુર્લલિત રાજા યાદ આવે છે ત્યાં દુઃખી દુઃખી થઈ જાય છે. કોઈપણ ભોગે બદલો લેવો જ છે. - એક દિવસ આ વિચારમાં જ દુઃખી થઈને બેઠી છે. ત્યારે શેઠે પૂછયું : 'બેટા ! તું કેમ ઉદાસ છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainenbrary.org