________________
તેણે કહ્યું, "એય છોકરી ! એવું કયું વચન છે જે હું ભૂલી ગયો ? તું જ કહે !”
"રાજનું!મેં આપે મને આપેલ ન્યાય પ્રમાણે જ આ વછેરાઓનું હરણ કરાવ્યું છે. આપ આપની સોળ વર્ષ પૂર્વની વહી કઢાવો. તેમાં અમુક તારીખનું અમુક પાનું કાઢી વાંચો. મારા ઘોડાઓથી ઉત્પન્ન થયેલા વછેરાઓ મારા જ ગણાય કે નહિ?" રાજાએ વહી મંગાવી વાંચી. તેમાં લખ્યું હતું કે, દુર્વલિત રાજા ન્યાય કરે છે, કે જે બીજ વાવે તેનું અનાજ ગણાય”.
| ૯. ચાયનું પુનરાવર્તન
DISE DO |
in
ચંદ્રલેખાનો બુદ્ધિ-વૈભવ જોઈ રાજા-મંત્રી સર્વે વિસ્મય પામ્યા. રાજાએ તેણીને પૂછયું, 'તું કોણ છે?
"મને ભૂલી ગયા! યાદ નથી કે આપે પોપટ-મેનાનો ન્યાય કર્યો હતો? મેનાનો પુત્ર પોપટને અપાવ્યો હતો ! હું જ ગયા ભવમાં મેના હતી. ત્યારે આપે કરેલ ન્યાય મુજબ વછેરાઓની માલિકી મારી ગણાય, માટે હું વછેરાઓને લઈ ગઈ છું."
આ સાંભળી રાજા સમસમી ગયો તેણે નક્કી કર્યું કે, 'આ અપમાનનો બદલો હું લીધા વગર નહિ જંપે !'
થોડા દિવસ બાદ ફરી રાજાએ ચંદનદાસને તેડું મોકલ્યું. શેઠવિચારમાં પડી ગયા, 'હવે શું હશે?' રાજાએ મને ફરી કેમ બોલાવ્યો હશે. ત્યાં તો ચંદ્રલેખાએ કહ્યું, "પિતાજી ! વિચાર કેમ કરો છો? ઝટ પધારો. જે હશે તે જોયું જશે.” | શેઠ તરત તૈયાર થઈ દરબારમાં પહોંચ્યા. ને રાજાને મુજરો ભરી હાથ જોડીને પૂછયું, "રાજ! સેવકને યાદ કરવાનું શું પ્રયોજન
પડયું ?"
રાજાએ લાંબી વાત ન કરતાં સીધું જ કહ્યું, "શેઠ મારા અંતઃપુરમાં ઘણી રાણીઓ છે, પણ તમારી પુત્રીના બુદ્ધિવિલાસ પાસે તો પાણી ભરે. માટે હું તેને મારા અંતઃપુરની અધિષ્ઠાત્રી બનાવવાનું તેણી સાથે લગ્ન કરવા ઈચ્છું છું.”
Jain Education International
For Private 14 Personal Use Only
www.jainelibrary.org