________________
लक्ष्मीर्वेश्मनि भारती च वदने शौर्यं च दोष्णोर्युगे, त्यागः पाणितले सुधीश्च हृदये सौभाग्यशोभा तनौ ।
कीतिर्दिक्षु सपक्षता गुणिजने यस्माद् भवेदङ्गिनां, सोऽयं वाञ्छितमङ्गलावलिकृते श्रीधर्मलाभोऽस्तु वः ।।
ઘરે પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી, જીભના અગ્ર ભાગ ઉપર સરસ્વતીનો વાસ, બાહુઓમાં અપૂર્વ બળ, હથેળીમાં ત્યાગ, હૈયામાં સદ્ગદ્ધિ, શરીરનું અપૂર્વ સૌંદર્ય, દશે દિશામાં કીર્તિ, ગુણવાન પ્રત્યે અનુરાગ, જેના પ્રતાપે આ બધી વસ્તુઓ મનુષ્યને પ્રાપ્ત થાય છે, તે સકળ મંગળની પરંપરાને આપનાર “ધર્મલાભ” તમને સૌને હો.
गुरुर्मिषग युगादीशप्रणिधानं रसायनम् । सर्वभूतदया पथ्यं, तेन मे भव रुग् भिदे ।।
પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંત વૈધરાજ, શત્રુજ્ય મંડન શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન રસાયણ ઔષધ અને સર્વ જીવો પ્રત્યેની દયા પચ્ય|ચરી છે. તેના વડે મારો ભવ રૂપી રોગ દૂર થાવ. (મંત્રીશ્વર વસ્તુપાળ)
देवपूजा गुरूपास्ति, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ।।
દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની પૂજા, ગુરુ ભગવંતની સેવા – ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. આ છ આવશ્યક કર્તવ્યો પ્રત્યેક શ્રાવકે દરરોજ કરવાં જોઈએ.
दिने दिने मञ्जुलमङ्गलावलिः सुसम्पदः सौरव्यपरम्परा च । इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ।।
જે મનુષ્યો આ સદ્ધર્મની આરાધના કરે છે, તેને ત્યાં હરહમેશ મંજુલમધુર મંગળ કાર્યોની પરંપરા, પુણ્યાનુબંધી પુણ્યની સંપત્તિ, સુખની પરંપરા, ઈચ્છિત અર્થ/વસ્તુની સિદ્ધિ, વિપુલ બુદ્ધિ અને બધે જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ।।
ક્રોધ પ્રીતિ/પ્રેમનો નાશ કરે છે, માનથી વિનયનો નાશ થાય છે. માયાથી મિત્રતાનો નાશ થાય છે, જ્યારે લોભથી તો સર્વનાશ થાય છે. માટે હે ભવ્ય જીવો ! ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરો.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org
S