________________
૧૮. ચંદ્રલેખાનો રાજા આગળ ઘટસ્ફોટ
હા, leid
PTNEW
અવસરે નમતા પણ આવડવું જોઈએ. નમીને ચાલીએ તો ઘણી આફતોથી બચી જવાય.
રાજા આશ્ચર્ય-હર્ષ-વિષાદ એમ ત્રણેય ભાવોને એકીસાથે અનુભવવા લાગ્યો. તેણે વિચાર્યું કે, 'આ આવી બુદ્ધિશાળી છે તો એને પટરાણી બનાવવી જોઈએ.” તેણે બધી રાણીઓ સાથે વિચાર-વિમર્શ કરી ચંદ્રલેખાને પટરાણી બનાવી. કહ્યું છે કે :
तावद्रोषश्च गर्वश्च पूर्वदोषादिसंस्मृतिः ।
समुत्कीर्णा इव स्वान्ते गुणा यावल्गन्ति न ।। જ્યાં સુધી મનમાં વ્યકિતના ગુણોનું ભાન નથી થતું ત્યાં સુધી જ તેના પ્રત્યે રોષ, ગર્વ કે પૂર્વે કરેલ દોષોના પૂર્વગ્રહો રહે છે.
જેના ભાગ્યમાં સુખ હોય તેને જન્મજાત સુખ મળે છે. ઘણાનો વચગાળો થોડા સંકટમાં હોય છે. પણ તે વચગાળામાં જે હારી ન જાય, સમભાવ રાખે ને ધીરજ ન ગુમાવે તો સુખ મળ્યા વિના રહે નહિ.
હવે રાજા પોતાના અંતઃપુર સાથે તે જ ભોંયરામાં સુખ ભોગવવા લાગ્યો. સુખમાં સમય કયાં વીતી જાય છે તેની ખબર નથી. સુખમાં ને સુખમાં તેઓના એક હજાર વર્ષ વીતી ગયાં. આ ચોથા આરાની વાત છે. આપણને પાંચમા આરામાં સાંભળવા મળી તે આપણું ભાગ્ય.
For Privat30 Personal Use Only
Jain Education International
www.jainelibrary.org