________________
૧૬. યોગીનીને ચંદ્રલેખા સાથે લગ્ન કરાવી આપવા રજુઆત
"બેટા ! આ રાજા તારું બધું જ કહ્યું માને તેવો છે, તેની મને ખાતરી છે. તું ચિંતા ન કર. તું જે કહીશ તે એ કરશે.
એટલે તરતચંદ્રલેખાએ ઈશારો કર્યોને સખીઓએ બધી સામગ્રી ભેગી કરી ગોઠવી દીધી અને બધાંએ ભેગા થઈ તેને ગાંધર્વવિધિથી ચંદ્રલેખા જોડે પરણાવ્યો.
હવેયોગિનીએચંદ્રલેખાને કહ્યું, "આને ઘણી રાતના ઉજાગરા છે. તો તારા ભુવનની અગાશીમાં એ સૂઈ જાય અને તારી કૃપાથી એને દેવશય્યાનું સુખ મળે તેવું કર."
ચંદ્રલેખા કહે, "તેને સૂવું હોય અને સુખ મેળવવું હોય તો મને વાંધો નથી, પણ ઉપર પથારી નથી. અહીંથી પલંગ અને ગાદલું ઉપર જાતે ઉપાડીને લઈ જવું પડશે, કારણ કે દેવલોકમાંનોકરચાકરન હોય."
આ સાંભળી રાજા ખૂબ ખુશ થઈ ગયો. તેણે ઊભા થઈને ગાદલું ઉપાડયું ને માથે મૂકી ઉપર ચડાવ્યું. પાછા નીચે આવી પલંગ ઉપાડી ઉપર ચડાવ્યો. પછી પલંગ પર ગાદલું પાથરી શય્યા તૈયાર કરી.
તેને ખ્યાલ નથી કે, ચંદ્રલેખાએ તેને બરાબર લપેટમાં લીધો છે, અને ત્રણે પ્રતિજ્ઞાઓ પૂરી કરી છે. તે સુખ મેળવવાની ધૂનમાં છે. તેણે યોગિનીના કહેવાથી અપ્સરાની પથારી પણ આ રીતે ઉપર લઈ જઈ તૈયાર કરી.
રાત્રિ સમયે ચંદ્રલેખાએ પોતાની શધ્યામાં રહી રતિરસના ગુણોથી તેનું ચિત્ત હરી લીધું અને તેને એવો વશ કર્યો કે બીજી સ્ત્રીઓની તેને ઈચ્છા જ ન થાય.
રાત્રિના છેલ્લા પહોરે યોગિનીએ તેની આંખો પર ત્રણ પાટા બાંધી પાછો રાજમહેલમાં પહોંચાડી દીધો.
હવે રાજાને આ સંગીતાદિનું વ્યસન થઈ ગયું. તે યોગિનીની સહાયથી દરરોજ ચંદ્રલેખા પાસે જવા લાગ્યો. આ
, E
cl
'
Jain Education International
For Private 48 ersonal Use Only
www.jainelibrary.org