________________
ખરેખર ! આ દુનિયામાં એવો કોણ પુરુષ હશે જે સ્ત્રીઓ દ્વારા ઠગાયો ન હોય ! આ બાબતમાં કવિઓ સ્ત્રીના હાથમાં રહેલ કંકણને ઉદ્દેશીને કહે છે :
रे रे कंकण मा रोदीः कं कं न भ्रमयन्त्यमूः ? | कटाक्षक्षेपमात्रेण करस्थस्य तु का कथा ?||
૧૫. ચંદ્રલેખા પોતાનું એંઠું રાજાને ખવડાવે છે
"અરે કંકણ ! તને આ સ્ત્રીઓ ગોળ ગોળ ફેરવે છે એમાં તું ૨ડે છે શા માટે ? (અવાજ શા માટે કરે છે ?) આ સ્ત્રીઓ આંખના કટાક્ષમાત્રથી ભલભલા મર્દોને ભમાવી દે છે. જ્યારે તું તો હાથમાં જ છે. તારી શી વાત થાય ?”
A
રાજા અપ્સરાનો રાગી થયો છે. રાગી યોષાન્ત પશ્યતિ । રાગી મનુષ્યને રાગના પાત્રમાં દોષ ન દેખાય. તે તેનું બધું સારું જ માને છે. રાજા પણ એંઠું ખાવામાં દોષ જોતો નથી. નૃત્ય-ગીત-સંગીતમાં પરવશ બન્યો, જાત પરથી કાબૂ ગુમાવ્યો ને 'હું રાજા છું' એ ય ભૂલી જઈને એંઠું ખાવા બેઠો.
Jain Education International
For Private & Personal Use Only 26
www.jainelibrary.org