Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ મનુષ્ય ભૌતિક સુખને મેળવવા માટે જે તપ કરે છે ને મેળવ્યા પછી તેમાં જેમ એકાગ્ર થઈ જાય છે તેના પચાસ ટકા જેટલું ય તપ જો આત્મા માટે - આત્મિક સુખ મેળવવા માટે કરે તો તેનો મોક્ષ થઈ જાય. થોડીવારે રાજાને ખ્યાલ આવ્યો કે, સંગીત બંધ થયું છે. તેણે આંખો ખોલીને સામે જોયું. ચંદ્રલેખાએ ભોજન માટે અઢાર પ્રકારની રસવતી અને પીણાં મંગાવ્યાં. આખા ભુવનમાં મીઠી સુવાસ ફેલાઈ ગઈ. રાજાને આગલા દિવસનો નકોરડો ઉપવાસ હતો છતાં સંગીતના સૂરો સાંભળવામાં ને મનોહર દશ્યો જોવામાં તે ભૂખને ભૂલી ગયો હતો. પણ જ્યાં ભોજનની સુગંધ આવી ત્યાં તેને પેટમાં આગ લાગી છે તેનો ખ્યાલ આવ્યો. મુખમાંથી પાણી છૂટવા લાગ્યું. તે ભોજનના થાળ તરફ જોઈ રહ્યો. પણ યોગિનીએ તેનો ભાવ પૂછયો નહિ. તે ચંદ્રલેખા સાથે વાતો કરવા લાગી. "દીકરી ! તું નાગલોક છોડીને અહીં કેમ આવી ?" ચંદ્રલેખાએ, પોતે ખૂબ દુઃખી હોય તેમ આંસુ સાથે કહ્યું, 'મા, આપ તો જાણો છો કે હું ધરણેન્દ્રની પટ્ટમહિષી છું. તેમને મારા પર અતિશય પ્રેમ છે. મારા વિના તેમને ચેન ન પડે. પણ, વીણાવાદનમાં અતિકુશળ એવી આ મારી દાસીની વીણા સાંભળી નાગેન્દ્ર, પોતાના મિત્ર ભૂતાનંદ ઈન્દ્ર માટે, મારી પાસે આ દાસી માગી. મારા નાટકમાં ભંગ પડતો હોવાથી મેં આપવાની ના કહી. તેમણે કહ્યું કે, 'હું પરાણે લઈ જઈશ.” મને અપમાન લાગવાથી હું ક્રોધે ભરાઈ, અને તેમને કહ્યા વિના અહીં આ રત્નભુવન બનાવીને રહું છું. હવે આપે આપની મંત્રશકિતથી એવું કરવાનું છે કે, જેથી તેઓ હું અહીં છું તેવું ન જાણી શકે.” આમ તેઓ બન્ને અલકમલકની વાતો કરવા લાગ્યા. પણ રાજાને ભૂખ લાગી છે, ને વાતોથી કાંઈ ભૂખ મટે? "વાતે વાળુ ને વાણિયાનું મોં કાળું” એક વાણિયો ધંધાના કામે પરગામ જતો હતો. ઘરવાળીએ ભાતામાં ઢેબરાનો ડબ્બો આપ્યો. રસ્તે ચાલતા ચાલતા એક મિયો ભેગો થઈ ગયો. બંને વાતો કરતા કરતા ચાલવા લાગ્યા. ઘણું ચાલ્યા પછી વાણિયો થાકયો. તેને થયું, ક્યાંક સરોવર જેવું આવે તો વાળુ કરી લઈએ.’ એટલે ચારે કોર નજર કરતો ચાલે છે. એક જગ્યાએ લીલાંછમ વૃક્ષો ને સરોવર જોયાં, એટલે મિયાંને કહ્યું, "ચાલો અહીં બેસીએ." બંને સરોવરની પાળે વૃક્ષની છાયામાં બેઠા. સામાન નીચે મૂક્યો ને શીતળ પાણીથી હાથ-મોં ધોયા. વાણિયાએ વિચાર્યું, મિયાંને ડબ્બો દેખાડીશ તો જમાડવો પડશે. માટે તેને વાતોમાં રાખી, છેતરીને હું જમી લઉં !” તેણે ડબ્બો સંતાડી મિયાજી સાથે વાતો કરવા માંડી. મિયો ડબ્બો જોઈ ગયો. તે સમજી ગયો કે, 'વાણિયો મને વાતોમાં રાખી છેતરવા માગે છે, પણ હું ય તેને દેખાડી દઈશ !' વાણિયો કહે, "મિયાસા'બ ! આજે આપણી પાસે બીજું કાંઈ નથી તો વાતે વાળુ કરીએ !” "ભલે." "થાળ માંડયો છે. સુંદરી પીરસી રહી છે. પુરી-શાક ને કઢી આવી. વાહ ! કઢી કેવી મજેદાર છે !” "ખૂબ સરસ છે હોં !” "ભજીયાં ને ચટણી આવ્યાં, ચટણી તીખી-તમતમતી છે ! અરે ! આ તો મીઠાઈઓનો થાળ આવ્યો. જુઓ ! ઘેબર કેવડા મોટા છે ! અડધો જ થઈ રહેશે. બરફી પણ છે? બે કટકા મૂકો. વાહ! આજે તો મજા આવી ગઈ. "ઓહિયા ! ઓહિયા !" "ધરાઈ શું ગયા? હજી ગુલાબજાંબુ ને રસગુલ્લાં તો બાકી છે ! કેટલી વસ્તુઓ બનાવી છે ! આવું તો કયારેય નહોતા જમ્યા. લે ! આ લાડવા ય આવી ગયા. બસ બસ ! હવે કંઈ નહિ હોં !” "શેઠ ! હવે સહેજ પણ લેશો તો ઊલટી જ થશે !” Jain Education International For Private24 Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44