________________
જીવ પણ હું આત્મા છું, પરમાત્મા થઈ શકું છું.' એ ભૂલે ત્યારે સંસારની રઝળપાટ થાય છે.
રાજા ખુશ થઈને જમી રહ્યો છે. કોઈક કન્યા સુંદર વાનગી પીરસી રહી છે. યોગિનીના ઈશારાથી કોઈક કન્યા તેની થાળીમાં એઠું ભોજન મૂકી જાય છે. રાજા બધું ખાઈ ગયો. જમી રહ્યા બાદ એક કન્યા સુગંધી તાંબૂલ આપી ગઈ. હવે યોગિનીએ તેને કહ્યું, "દીકરા ! આ નાગેન્દ્રની પ્રિયાનું રત્નમય ભુવન અતિસુંદર છે. તું જોઈ લે !”
રાજા પણ આ ઈચ્છતો જ હતો. તે ઊભો થઈને ભવનનું નિરીક્ષણ કરવા લાગ્યો. બધી જ કળા-કારીગરી આંખો ફાડીફાડીને જુએ છે. વિચારે છે કે, 'બાપ-જન્મારે ય આવું સાંભળવાનું, ખાવાનું ને જોવાનું નહોતું મળ્યું. આજે મળ્યું છે તો નિરાંતે માણી લઉં !' તે ભવનનું નિરીક્ષણ કરે છે ત્યારે થોડી કન્યાઓ તેની મશ્કરી કરે છે. કેટલીક વ્યંગ્યક્તિ કરે છે. તો કેટલીક વક્રોકિતઓ કરે છે. બધી ભેગી થઈને તેની હાંસી ઉડાવે છે. આમને આમ દિવસ પૂરો કર્યો. રાત પડી. ફરી સંગીતની મહેફિલ જામી. રાજા ઝૂમી ઉઠયો. સાંભળવામાં તન્મય થઈ ગયો.
જેને જેમાં રસ જામી જાય છે તે તેમાં તન્મય અને આસકત બની જાય છે. ભોગી ભોગમાં, રાગી રાગમાં, ત્યાગી ત્યાગમાં ને વિરાગી વિરાગમાં. જરૂર છે રસ જગાડવાની.
બધું પૂરું થયા પછી રાજા યોગિની પાસે ગયો. તેણે હાથ જોડી યોગિનીને વિનંતિ કરી, "મા ! આપે મારી બધી ઈચ્છાઓ કલ્પવલ્લીની જેમ પૂરી કરી. હવે એક છેલ્લી ઈચ્છા છે. તે આપ પૂરી કરશો ?"
જીવની ઈચ્છાઓ કદીય પૂરી થતી નથી. એક પૂરી થાય તો બીજી જાગે. તેનો છેડો ક્યારેય આવતો નથી. રૃચ્છા હુ મા IIHસમા, viતા || ઈચ્છાઓ આકાશ જેવી અફાટ અને અનંત છે.
યોગિની કહે, "હવે શી ઈચ્છા બાકી રહી ગઈ છે?" "મને આમાંથી એક અપ્સરાને પરણવાની ઈચ્છા થઈ છે !”
યોગિની ગુસ્સે થઈ ગઈ. કહે, "શું? મનુષ્યના કીડાને અપ્સરા પરણવાની ઈચ્છા થઈ? હું તને અહી લાવી છું અને તારી ભલામણ કરી છે એટલે તને આટલું પણ બોલવા દે છે. બાકી...."
રાજા : "આપ છો માટે જ હું આટલી વિનંતિ કરું છું.” એમ કહી યોગિનીના પગમાં પડયો ને કાલાવાલા કરવા લાગ્યો.
યોગિનીએ ઢીલા પડવાનો દેખાવ કર્યો અને કહ્યું કે, જો આ અપ્સરાઓ કોઈ મનુષ્યને ઈચ્છે તો દેવકુમારો તેમને પોતાના ભુવનમાંથી કાઢી જ મૂકે. પણ તું આટલી વિનંતિ કરે છે તો મારા વિદ્યાબળથી તારી ઈચ્છા પૂરી કરીશ. પણ એક શરત છે, તારે જિંદગીભર તેના ગુલામ થઈને રહેવું પડશે ને એ જે કહે તે બધું જ કરવું પડશે !!”
રાજા કહે, "મને બધું જ કબૂલ છે. બસ આપ મારી ઈચ્છા પૂર્ણ કરો.”
આ સાંભળી યોગિનીએ ચંદ્રલેખાને કહ્યું, "દીકરી ! તેં મારા શિષ્યની વાત સાંભળી ? તે તારી બધી આજ્ઞા માનશે. માટે એની ઈચ્છા પૂરી કર.”
"મા ! એક પુરુષ સાથે અપ્સરાના લગ્ન કરવા એ કોઈ રીતે ઉચિત નથી. પરંતુ આપનું વચન ઉત્થાપવાની મારી શક્તિ નથી, એટલે આપ જો ફરમાવો તો હું જ એની સાથે લગ્ન કરું."
"બેટા ! તો તો હું ખૂબ રાજી થાઉં. એમ કર, તું જ એની સાથે વિવાહ કર. મારી ઈચ્છા તું જ પૂરી કર." "જેવી આપની આજ્ઞા. પણ મારી આજ્ઞાનું પાલન આણે કરવું પડશે. એમાં ભૂલ કરશે તો હું નહિ ચલાવું.”
Jain Education International
For Privai27 Personal Use Only
www.jainelibrary.org