________________
૭. શેઠ પાસે દીકરીના ઘોડાની માંગણી
"મને પસંદ પડ્યા છે." "પણ સાહેબ ! તે ઘોડા દીકરીના છે. દીકરીનું તો કેમ લેવાય ?" "દીકરીના ભલે રહ્યા પણ મારે તો વેચાતા લેવા છે. તમને બમણાં પૈસા આપીશ.” "રાજનું ! મારે દીકરીને પૂછવું પડે.” "એમાં પૂછવાનું શું? બીજા લાવી આપજો." "ના સાહેબ ! દીકરીને પૂછીને બે દિવસમાં જવાબ આપીશ.” શેઠ ઘેર ગયા. ચંદ્રલેખાને કહ્યું, "રાજા ઘોડા માગે છે. તું આપી દે. હું તને બીજા લાવી આપીશ.”
"ના પિતાજી ! હું મારા ઘોડા રાજાને નહિ આપું." બાળ હઠ ને સ્ત્રી હઠ ભેગી થઈ ગઈ. દીકરી રોફમાં બોલે છે. "એવા અન્યાયી રાજાને હું શા માટે ઘોડા આપું?"
દીકરી ન માની એટલે શેઠ દરબારમાં પહોંચ્યા. રાજાએ સ્વાગત કર્યું. "આવો શેઠ ! કેમ છો ?” "આપની મહેરબાની હોય તો સારું જ હોય ને !” "ઘોડાનું શું વિચાર્યું?"
"મને તો આપવાની ઘણી જ ઈચ્છા છે. મારા હોત તો આપી જ દેત. આપ મારી પાસે માગો તે તો મારું સદ્ભાગ્ય છે, પણ દીકરી સમજતી નથી. નાનું બાળક છે એટલે હઠ કરે છે.”
રાજા કહે, "પણ ફકત પાંચ વર્ષ માટે ન આપો? પછી પાછા લઈ લેજો. દીકરીને સમજાવો."
શેઠે ફરીથી દીકરીને સમજાવી. દીકરીએ તોરમાં કહ્યું, "આપું ખરી, પણ પાંચ વર્ષમાં અશ્વોનો જે વંશ-વસ્તાર થાય તે બધો મને આપી દે તો !"
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org