________________
૧૩. ચંદ્રલેખા ભોંયરામાં, રાજા ચિંતિત
તો કેટલીક નૃત્ય કરે છે. એક તરફ એક ચતુર કન્યા શાસ્ત્રાર્થ કરે છે ને એની સામે બીજી કન્યા દિગંતમાં ફેલાઈ જાય તેવા જવાબ આપે છે. કેટલીક કન્યાઓ એકબીજીને ' ઉખાણાં પૂછી, તેના જવાબ આપવા મથામણ કરી રહી છે કારણ કે,
काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् ।
व्यसनेन हि मूर्खाणां निद्रया कलहेन वा ।। બુદ્ધિમાન પુરુષો કાવ્યો અને શાસ્ત્રોના વિનોદ વડે સમય વીતાવે છે. જ્યારે મૂર્ખાઓનો સમય કાં વ્યસનમાં ને કાં કજીયામાં, અને આ બન્નેથી થાકે ત્યારે, નિદ્રામાં વેડફાય છે.
બુદ્ધિશાળીઓના દિવસો ટૂંકા હોય છે. જ્યારે મૂર્ખાઓના દિવસો લાંબા હોય છે.
આ તરફ રાજાની શી હાલત છે તે જોઈએ !
આખો દિવસ રાજખટપટ, પ્રજાની ફરિયાદો, અશ્વમેલન વગેરેથી રાજાનો સમય પસાર થાય છે. પણ રાત્રે, જ્યાં રાજા પોતાના મહેલમાં સોનાના પલંગ પર સાતમણ મશરૂની તળાઈ પર સૂતો ત્યાં, આ સંગીત સંભળ યું. હજી નિદ્રાદેવી પધાર્યા ન પધાર્યા ત્યાં તો સંગીતના સૂરો રાજાના કર્ણપટ પર અથડાયાં. ને નિદ્રાદેવી જાણે રીસાઈ ગયાં. અત્યંત કર્ણપ્રિય અને મધુર સ્વરો સાંભળી રાજા વિચારે છે કે, આ સમયે આવું મધુર કોણ ગાતું હશે ? કોણ વગાડતું હશે ? શું આ સૂરો પાતાળમાંથી આવે છે? કે આકાશમાંથી આવે છે ? કે પછી પર્વત પર કોઈ વગાડી રહ્યું છે. લાગે છે મારા નગરમાં જ કોઈ વગાડી રહ્યું છે. આવું સુખદ સંગીત દેવોને પણ દુર્લભ છે. તે ધન્ય મનુષ્ય હશે જેની સામે આવાં ગાન તાન ચાલી રહ્યાં હશે !”
આ રીતે ઘણા વિકલ્પોથી ઘેરાયેલો રાજા સંગીત સાંભળવામાં એટલો તલ્લીન થઈ ગયો કે સમયનો ખ્યાલ ન રહ્યો અને અચાનક પરોઢિયાં ગવાયાં ને નગારાં વાગ્યાં ત્યારે ખબર પડી કે સવાર થઈ ગઈ. દૈનિક કાર્યો પતાવી રાજા સભામાં આવીને બેઠો. પણ સૂરોથી હરાયેલું અને હણાયેલું તેનું મન રાજકાર્યમાં ચોંટતું નથી. મનમાં સંગીત જ ઘૂમે છે.
CACAO
G
Jain Education International
For Privat 20 Personal Use Only
www.jainelibrary.org