________________
"ઉજમણાં તપ કેરાં કરતા શાસન સોહ ચઢાયા હો.”
તેથી ચંદ્રલેખાએ ઉજમણું કરવા પિયર જવા માટે, પોતાની દાસીને, રાજાની રજા લેવા દરબારમાં મોકલી. તે રાજદરબારમાં પહોંચી. રાજાને પ્રણામ કર્યાં.
રાજાએ પૂછ્યું, "તારી શેઠાણી કેમ છે ?”
દાસી : "તે શેઠાણી નથી રહી. હવે તો તે રાણી છે ?”
રાજા : "તું શું અહીંયા તેના વખાણ ક૨વા આવી છે ?"
દાસી : "ના ના રાજાજી ! રાણીબા તો લીલાલહેર કરે છે. રાજાની રાણીને વળી શું દુઃખ હોય ? રાણીબા આખો દિવસ ધર્મ કરે છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, જાપ બધું જ કરે છે; સાથે તપસ્યા કરી પાપ ખપાવે છે ને 'બધાનું ભલું થાઓ' એવી ભાવના ભાવે છે.”
પોઠીયા એવા રાખવા કે જે હોય તેના કરતા વધારે બોલે !
રાજા કહે, "એ બધું તો ઠીક, પણ રાણીએ તને અહીંયા શા માટે મોકલી ?
દાસી : "રજા માંગવા !”
"શેની ?"
"રાણીબાએ ઘણાં તપ કર્યાં છે ને, તે એનું ઉજમણું કરવું છે. માટે પિયરે જવાની રજા માંગે છે.”
"ભલે જાય : ધર્મના કામમાં કંઈ ના પડાય ?”
રજા મળી એટલે ચંદ્રલેખા પોતાની દાસીઓ સાથે પિયરે ગઈ.
બાદશાહ બેગમ પર ખિજાયો. કહે કે, "તું મારે જોઈએ જ નહિ ! અબઘડી પિયર જતી રહે !”
બેગમ કહે, "પણ મેં કંઈ ખોટું કામ કર્યું નથી. અજાણતાં થઈ ગયું હોય તો માફી આપો, પણ કાઢી તો ન મૂકો !” આમ ઘણી વિનંતિઓ કરી. પણ બાદશાહ તો અફર જ રહ્યો. તેણે કહ્યું, "ના ! તારાથી હવે અહીં તો રહેવાશે જ નહિ, પણ તને જે વસ્તુ અહીં વહાલી હોય ખૂબ જ ગમતી હોય તે લઈ જવાની છૂટ આપું છું.”
બેગમ બુદ્ધિશાળી હતી. બેગમ (ગમ વિનાની) નહોતી. તેણે બાદશાહને જમાડતી વખતે બરાબર પીવડાવી દીધું. થોડીવારમાં ઘેન ચડયું. બાદશાહ સૂઈ ગયા. બેગમ પલંગ સોતા બાદશાહને ઉપડાવી પિયરે પહોંચી ગઈ. સવારે ઘેન ઉતર્યું. બાદશાહ જાગ્યો. વિચા૨ે કે, 'આ શું ? હું કયાં આવી ગયો ?' ત્યાં તો બેગમ દેખાણી. તેને પૂછ્યું, "અરે ! આ બધું શું છે ?”
બેગમ કહે, "આપે જ કહ્યું હતું ને કે, જે વહાલું હોય-ખૂબ ગમતું હોય તે સાથે લઈને પિયર જતી રહેજે. મને આપ સિવાય કોણ વહાલું હોય ? તેથી હું આપને લઈને અહીં આવી ગઈ.”
આ તરફ ચંદ્રલેખા પિયરે પહોંચી, પિતા-માતાને પ્રણામ કર્યાં. શેઠે પરણાવ્યા પછી પહેલીવાર પુત્રીને જોઈ, ને તેમાંય તપથી સૂકાયેલી કાયા જોઈને શેઠની આંખમાં આંસુ આવી ગયા.
"દીકરી ! મેં તને દુઃખના દરિયામાં નાખી દીધી !”
"પિતાજી ! આપ શા માટે રડો છો ? મેં સામે ચાલીને આ વહોર્યું છે અને હું એને દુઃખ માનતી પણ નથી. વળી, દુઃખ સહ્યા વિના સુખ પણ મળતું નથી. જે દુઃખને હસતે મુખે સ્વીકારી શકે છે તે જ સુખને જીરવી શકે છે અને પિતાજી ! મેં તપ કરીને દેહ સૂકવ્યો છે. આરાધના કરી છે. આરાધના કરવા માટે દેહ પણ છોડી શકાય.”
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org