________________
આ સાંભળી રાજા ક્રોધથી નખશિખ સળગી ઉઠયો. પગ પછાડીને ચાલ્યો ગયો. તેણે પોતાના સર્વ પરિવારને કહી દીધું કે, "આને કોઈ બોલાવશો નહિ.” તે પણ પોતાના રાજકાર્યમાં પરોવાઈ ગયો, અને ચંદ્રલેખાને ભૂલી ગયો.
આ તરફ ચંદ્રલેખાએ પણ જિનપૂજા-સ્વાધ્યાય-જિનવાણીશ્રવણ વગેરે ધર્મકાર્યોમાં મન પરોવી દીધું. તેણે વિચાર્યું કે, તપથી અંતરાયો તૂટે છે અને તપ નિર્જરાનું પરમ કારણ છે માટે હું તપ કરું !'
તેણીએ સૌ પ્રથમ સૌભાગ્ય કલ્પતરુ' તપ માંડયું. તેમાં ૧૫ ઉપવાસ, ૧૫ પારણાં આવે. અરિહંતપદની આરાધના કરવાની, ૧૨ ખમાસમણાં, ૧૨ સ્વસ્તિક, ૧૨ પ્રદક્ષિણા વગેરે વિધિ કરવાની. ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન અને અરિહંતપદની ૨૦ માળા ગણવાની.
એક તપ પૂરું થયું ત્યાં તો તેણીએ બીજું તપ માંડયું. આમ ઉત્તરોત્તર ઘણાં જુદાં જુદાં તપ કર્યો. કહ્યું છે:
"જે વસ્તુ દૂર છે, કષ્ટસાધ્ય છે અને દુર્લભ છે તે સર્વ તપથી સુલભ બની જાય છે. તપથી, રોગો નાશ પામે છે; રૂપ, સુખ, સૌભાગ્ય મળે છે અને વૃદ્ધિ પામે છે; અરે ! તપથી તો તીર્થંકરની પદવી પણ મળે છે. વળી, તપના પ્રભાવથી બધી જ આપત્તિઓ ક્ષણવારમાં નાશ પામી જાય છે. દેવો પણ તપસ્વીનું સાંનિધ્ય-ભકિત કરે છે. તપસ્વી જીવને ૨૮ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. જેમ અગ્નિથી કાષ્ઠ અને પવનથી વાદળાં વિનાશ પામે તેમ નિકાચિત કર્મો પણ તપથી ક્ષય પામે છે. ઘણું શું કહેવું ? તપના પ્રભાવથી મનુષ્યો અને દેવોની દૃદ્ધિ તો ઠીક, ખુદ મુકિત સ્ત્રી પણ પગમાં આળોટે છે.”
પૂજ્ય કસ્તૂરસૂરિ મહારાજ કહેતા કે, "દેરાસરનો પાયો નાખવાથી પણ વધારે લાભ વર્ધમાન તપનો પાયો નાખવામાં છે.” તપ પૂરાં થાય એટલે ઉજમણું તો કરવું જ જોઈએ. કહ્યું છે કેઃ
૧૨. રાજા મહેલી જ રાત્રે તરછોડી જાય છે.
olTAT
Jain Education international
www.jamemorary.org
POL OPOSONG USERS
17