Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ બીજે દિવસે દરબારમાં પહોંચી શેઠે રાજાને હા પાડી ગોળધાણાં વહેંચ્યા. જ્યોતિષી પાસે લગ્નનું મુહૂર્ત કઢાવ્યું. લગ્નની તડામાર તૈયારીઓ ચાલી. શેઠના હૃદયમાં દુઃખ છે પણ પુત્રીને રાજી રાખવા બધું જ હસતે મોઢે કરી રહ્યા હતા. લગ્નનો દિવસ આવ્યો બધા સગા-સંબંધીઓને લઈને શેઠ લગ્નમંડપમાં પહોંચ્યા. આ તરફ રાજા પણ તૈયાર જ છે. મનમાં મલકાય છે કે, 'હાશ ! માછલું જાળમાં આવી ગયું છે ! હવે બરાબર બદલો લઈશ !” કપટી માણસના મનમાં કંઈક હોય છે, મુખમાંથી વાણીરૂપે બીજું પ્રગટ થાય છે, અને જ્યારે કામ કરવાનું આવે ત્યારે ત્રીજું જ કરે. તેને સામાનું બગાડવામાં જ સુખ મળે. ૧૧. રાજા-દીકરી લગ્ન 68 :17 જાન આવી, માયરૂં મંડાયું. રાજા પોંખાયો. ધવલમંગલ ગીતો ગવાયાં. હસ્તમેળાપ, ફેરા વગેરે બધી જ ક્રિયાઓ થઈ. બધા ય સગા સંબંધીઓ તથા નગરજનોને જમાડયા. પ્રસંગ પૂરો થયો. શેઠે ઘણો કરિયાવર આપી વળામણું પણ કર્યું. રાજા તથા નવવધૂ રાજમહેલમાં મહોંચ્યા. રાજાએ ચંદ્રલેખાને બધી સામગ્રી-સગવડોથી પૂર્ણ નવો મહેલ સોંપ્યો. દાસદાસીઓને તેણીની સેવામાં મૂકયાં. ત્યારબાદ રાજા મહેલમાંથી બહાર નીકળ્યો. જતાં જતાં તેણે ચંદ્રલેખાને કહ્યું, "સાંભળ ! તેં મારું અપમાન કર્યું તેનું વેર વાળવા માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા છે. હું આજથી આખી જિંદગી સુધી તારું મોટું નહિ જોઉં, આ મહેલના પગથિયાં પણ નહિ ચતું, અને તારી સાથે બોલીશ પણ નહિ. તને આ મહેલમાં આખી જિંદગી કેદ રાખીશ. તું મારી અણમાનીતી અને બીજી બધી રાણીઓ માનીતી !” | આવા શબ્દો સાંભળી જરા પણ ઉત્તેજિત થયા વિના સૌમ્ય અને મધુર છતાં મક્કમ અવાજે ચંદ્રલેખાએ કહ્યું, "સ્વામિનું ! મને પૂર્ણ વિશ્વાસ હતો કે આપ બદલો લેવા માટે જ મારી સાથે લગ્ન કરો છો, છતાં ય મેં હા પાડી, કારણ કે મને મારા ભાગ્ય પર પૂરો ભરોસો છે. આપની વાત મેં સાંભળી. પણ હવે આપ પણ મારી પ્રતિજ્ઞા સાંભળી લો. મારે સૂવાની ગાદી અને પલંગ આપના માથે ન ઉપડાવું અને નોકરની જેમ મારું એઠું ભોજન આપને ન ખવડાવું તો હું પણ ચંદનદાસ શેઠની દીકરી નહિ.” આપ ધૂર્ત છો તો હું પણ મહાધૂર્ત છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44