Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad
View full book text
________________
S
QLk ©
૧૦. રાજાનું દીકરી માટે શેઠ પાસે માંગું
આ સાંભળી શેઠ ડઘાઈ ગયા. આ રાજાનો શું ભરોસો ? મારી દીકરીનું શું કરે ? ફૂલ જેવી કોમળને લાડકી છે મારી દીકરી. શું તેને આ સત્તાના શેતાનને સોંપવાની?' આવા અનેક તર્ક-વિર્તકોથી. શેઠનું મગજ ભરાઈ ગયું. વિચારોના વાવાઝોડામાં જવાબ આપવાનું તો દૂર રહ્યું, પણ પોતે પણ કયાં છે તે ય શેઠ ભૂલી ગયા.
- ત્યાં તો રાજાએ કહ્યું, "શેઠ વિચાર શું કરો છો ? હું તમારી પુત્રીને ફૂલની જેમ સાચવીશ. તમે બિલકુલ મૂંઝાતા નહિ.”
શેઠે હિંમત કરી કહ્યું, "રાજન! હું ચંદ્રલેખાને પૂછી જોઈશ. જો તેણીની ઈચ્છા હશે તો ઠીક નહિતર નહિ.”
શેઠઘેર ગયા. ચિંતામાંને ચિંતામાં લમણે હાથ દઈને બેઠા છે. મનમાં એક જ વિચાર ચાલે છે. ત્યાં તો રૂપાની ઘંટડી જેવા સ્વરે ચંદ્રલેખાએ પૂછયું, "પિતાજી ! આપ ઉદાસ કેમ છો?"
"દીકરી શું કહું? તારાદુઃખની કલ્પનામાત્રથી મારું હૈયુંચીરાઈ જાય છે."
"પણ પિતાજી ! કાંઈક ફોડતો પાડો ! રાજાએ કેમ બોલાવ્યા
કg
Hoodil cesa
હતા?"
"રાજા તારી સાથે લગ્ન કરવા માંગે છે. માટે હું ચિંતિત છું.”
"એમાં ચિંતા શું કરવાની પિતાજી !, હા પાડી દેવી હતી ને ! આપ ડરો છો શા માટે ? મને મારા ભાગ્ય પર પૂરો ભરોસો છે. વળી, સત્તા આગળ શાણપણ નકામું ! ના પાડીએ ને કાલે મને અપહરણ કરી પરણશે ત્યારે શું કરશો ? માટે શાણા થઈ હા પાડી દો.”
"દીકરી! તું તેની સાથે લગ્ન કરીશ?” "બાપુજી! કયાંક તો મને પરણાવવી પડશે જ !" "પણ એ દુષ્ટ રાજા તને સંતાપશે તો ?" "તો જેવા મારા ભાગ્ય ન માયાવરું દિગ્વિત્ |
માટે કાલે સવારે દરબારમાં જઈ હા પાડી ને ગોળધાણાં વહેંચી દો."
દીકરી આપવી પડે તે કડવું લાગે. પણ તે કડવાશને દૂર કરવા જ ગોળધાણાં વહેંચાય છે !
Jain Luca
O
vale
www.jainelisrary.org
Personal Use Only 15
Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44