________________
CODU
C
૮. ચંદ્રલેખા ઘોડાનું હરણ કરાવે છે રાજાએ પૂછયું, "હે કન્યા ! તેં અશ્વતરણ શા માટે કરાવ્યું?" "રાજનું! આપની પાંચ વર્ષની મુદત પૂરી થઈ ગઈ છે. તેથી લઈ ગઈ છું. વ્યવહાર તો સાફ જ રાખવો જોઈએ ને?" "ઘોડા ભલે લઈ ગઈ પણ વછેરા તો મારા છે. તેમને કેમ લઈ ગઈ ?"
"આપના વચનથી ! સામાન્ય લોકો પણ પોતાનું વચન યાદ રાખે છે. અરે ! પૂર્વભવની વાતો પણ ઘણા લોકો પોતાના નામની જેમ યાદ રાખે છે ને આપ આ ભવનું, હજી થોડા સમય પહેલા બોલાયેલું વચન ભૂલી ગયા?"
આ સાંભળી રાજા ગુસ્સે થયો. તેની આંખો લાલ થઈ ગઈ. ક્રોધીની આંખો લાલ હોય, માનીની કાળી, માયાવીની પીળી ને લોભીની આંખો ઊંડી હોય.
Jain Education International
For Private 4 Zersonal Use Only
www.jainelibrary.org