________________
શેઠે રાજાને કહ્યું. મને-કમને પણ ગમ ખાઈને રાજા તૈયાર થયો. "ભાગતા લંગોટી તો લંગોટી સાફીમાંથી તો નહિ જાય !”
વળી, આમ તો ગમ ખાવાનું કામ વાણિયાનું છે પણ ગરજ પડે ત્યારે ભલભલાએ ગમ ખાવી પડે છે ને માથે પડેલું સ્વીકારવું પડે છે.
એકવાર અકબર બાદશાહની સવારી નીકળી. બજારમાંથી નીકળતા હતા ત્યાં બાદશાહની નજર એક દુકાનના થડે બેઠેલ વાણિયા પર પડી. તેની ગોળા જેવી મોટી ફાંદ જોઈ બાદશાહને આશ્ચર્ય થયું. તેણે તરત જ બીરબલને પૂછયું, "અબે બીરબલ ! યે બનિયે કયા ખાતે હૈં... ઈનકી તૌદ ઈતની બડી હોતી હૈ ?"
"હુજૂર ! યે બનિયે ગમ ખાતે હૈ, ઔર યહી ઉનકી તૌંદ બઢતી હૈ.
બાદશાહને કંઈ બીરબલની વાત પર વિશ્વાસ ન બેઠો. તેણે વાણિયાની પરીક્ષા કરવા પોતાના સૈનિકને હુકમ કર્યો, "અબે ! ઉસ બનિયે કી પગડી ઉડા દો !”
સૈનિકે પોતાના ભાલાની ધાર વડે પાધડી નીચે ફેંકી દીધી. બાદશાહે વાણિયા સામું જોયું. તો વાણિયાના મોંની એક પણ રેખા બદલાઈ નહોતી. તેણે ચૂપચાપ પોતાની પાઘડી ઉપાડીને પહેરી લીધી. એટલે બીરબલે બાદશાહને કહ્યું, "દેખા સા'બ ! ઈસમે કિતની ગમ ખા લી ? કિતના સબ રખા ?",
"હાં બીરબલ ! અબ પતા ચલા કિ અપની તૌંદ ઈતની કયોં નહિ બઢતી હૈ ?"
"અરે સા'બ ! યદિ ઈસ બનિયે કી જગહ મૈ યા આપ હોત તો તો સારી દિલ્લી કો પતા લગ જાતા કિ કુછ હુઆ હૈ. ગમ ખાને કા કામ અપના નહિ ઈન બનિયોં કા હી હૈ." | આમ ગમ ખાવાનું કામ વાણિયાનું પણ અહીં તો ગરજ છે એટલે રાજા પણ ગમ ખાઈ ગયો ને ગરજવાનને અક્કલ ન હોય તે સાબિત કરતો હોય તેમ તરત શેઠને હા પાડી દીધી. શેઠે બધા ય ઘોડા રાજાની અશ્વશાળામાં મોકલી દીધા. રાજા ખુશખુશાલ થઈ ગયો. દરરોજ જાતે ઘોડારમાં જઈ ઘોડાઓની સંભાળ લે છે. ઉત્તમ અશ્વપાલકો દ્વારા ઘોડાઓની બધી જ ખાતર-બરદાસ કરે છે. સારામાં સારું ખવડાવે છે અને સહેજ પણ તકલીફ ન પડે તેની પૂરી કાળજી રાખે છે. વળી, સમય મળે ઘોડાઓ પર સવારી કરી આનંદ પામે છે. દિવસો વીતતા ગયા. જોત જોતામાં તો પાંચ વર્ષ કયાંય પૂરા થઈ ગયાં. રાજા પોતાની શરત ભૂલી ગયો છે. પણ ચંદ્રલેખા બધો હિસાબ રાખે છે. પાંચ વર્ષ જે દિવસે પૂરાં થયાં તે જ દિવસે તેણે શેઠને કહ્યું : "પિતાજી રાજાને ઘોડા આપ્યાના પાંચ વર્ષ આજે પૂરાં થયાં. આટલા વખતમાં તો ઘોડાઓથી ઘણા વછેરા થયા હશે. તો હવે મારા ઘોડા વછેરા સાથે મને પાછા લાવી આપો.". | "પણ દીકરી ! રાજાને પુછયા વિના લાવવા કેવી રીતે? રાજા તો યાદ પણ નથી કરતો."
a "પિતાજી ! આપણા સૈનિકો છે ને? જ્યારે રાજાના અશ્વપાલકો ઘોડાઓને સરોવર પર પાણી પીવા લઈ જાય ત્યારે ત્યાંથી અહીં લઈ આવવાના !”
એક દિવસ, સાંજના સુમારે રાજાના અશ્વપાલકો સરોવરના કિનારે ઘોડાઓને પાણી પીવડાવી રહ્યા હતા. ત્યાં શેઠના સૈનિકો પહોંચી ગયા ને અશ્વપાલકો પાસેથી વછેરા સહિત ઘોડા કબ્બે કરી શેઠની હવેલી તરફ દોરી ગયા. ચંદ્રલેખાએ બધા જ ઘોડા અને વછેરા પોતાના તબેલામાં બંધાવી દીધા, અને પિતાજીને કહ્યું કે, 'રાજાજી કંઈપણ પૂછે તો કહેજો કે, આનો ખુલાસો મારી દીકરી આપશે."
આ તરફ અશ્વપાલકોએ રાજા પાસે જઈ બૂમાબૂમ કરી મૂકીને ચંદનદાસ શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. રાજા ક્રોધે ભરાયો. તેણે તરત શેઠને બોલાવ્યા, ને પૂછવું, "મારા ઘોડા કેમ લઈ ગયા ?"
શેઠ : રાજન્ ! આપના બધા સવાલોનો જવાબ મારી પુત્રી આપશે." રાજાએ ચંદ્રલેખાને બોલાવી.
ચંદ્રલેખા ઉત્તમ વસ્ત્રો પહેરી, માર્ગમાં ગરીબોને દાન આપતા આપતા રાજસભામાં પહોંચી. સભાજનો તેને જોઈને વિસ્મય પામ્યા. તેઓને થયું, 'આ નાનકડી છોકરી શું જવાબ આપશે ?
ચંદ્રલેખાએ રાજાને નમન કર્યું.
Jain Education International
For Private 93ersonal Use Only
www.jainelibrary.org