________________
"દીકરી ! તેં હઠ કરી માટે મેં તને પરણાવી. નહિતર રાજાની તાકાત નહોતી કે તને લઈ જાય અથવા ભાગ્યમાં લખાયેલું કોણ ફેરવી શકે છે?"
'ભાગ્યના પ્રભાવે રામ-પાંડવોને ય વનવાસ કરવો પડયો ને કૃષ્ણ પણ વનમાં તરસ્યા જ મરી ગયા. મહાવીર સ્વામી ભગવાનનો ભકત, છતાં શ્રેણિકને નરકે જવું પડ્યું. ઋષભદેવ ભગવાનને વરસ સુધી ને ઢંઢણમુનિને છ મહિના સુધી ગોચરી ન મળી. ગજસુકુમાલ મુનિને માથે અંગારા મૂકાયા ને બંધકમુનિની ચામડી ઉતરડી લેવામાં આવી. ને ભગવાન મહાવીરને ય નીચકુળમાં જન્મ લેવો પડયો.”
"ભાગ્યની વિડંબનાને ભોગવ્યે જ છૂટકો." "બસ પિતાજી બસ ! હવે વધારે શોક ન કરો. સ્વસ્થ થઈ મારા તપના ઉજમણાંની તૈયારીઓ કરો."
ચંદનદાસ શેઠે અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ધામધૂમથી તપનું ઉજમણું કર્યું. ચતુર્વિધ સંઘની અત્યંત ઉલ્લાસપૂર્વક ભકિત તથા પૂજા કરી. દીન દુઃખિયાઓને દાન આપ્યું. બધો કાર્યક્રમ આનંદથી પૂર્ણ થયો.
હવે ચંદ્રલેખાએ એકાંતમાં લઈ જઈ પિતાને કહ્યું, "પિતાજી ! આપે મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. હવે મારી છેલ્લી બે માગણી છે. એક, મારા મહેલથી માંડી આપના ઘર સુધી, અને ત્યાંથી નગરના દ્વાર પર રહેલ દેવીના મંદિર સુધી જમીન નીચે એક દેવવિમાન જેવી સુંદર સુરંગ બનાવવાની છે, જેમાં મારા મહેલ નીચે એક સુંદર જિનમંદિર બનાવવાનું છે અને બીજાં, પચાસ અતિસુંદર, ભણેલી અને દરેક કળાઓમાં કુશળ એવી કન્યાઓ મને મેળવી આપવાની છે. બસ ! આ બે કાર્ય પૂરા કરી આપ નિશ્ચિત થઈને રહો."
"પણ બેટા ! આ બધા દ્વારા તું કરવા શું કરવા માંગે છે ?"
"પિતાજી ! એ ધૂર્ત રાજાની સામે મેં જે પ્રતિજ્ઞા કરી છે તેને હું પૂર્ણ કરવા ઈચ્છું છું. મારે રાજાને બતાવી દેવું છે કે, 'હું ચંદનદાસ શેઠની એક વાણિયાની દીકરી છું."
કહ્યું છે, "જેની બુદ્ધિ તેનું જ બળ, મૂરખ બળવાન પણ નિર્બળ ચતુર સામે હારી જાય. વનના મદોન્મત્ત સિંહને પણ નાનકડું પણ બુદ્ધિમાન સસલું મારી નાખી શકે. આવી બુદ્ધિ હોય ને સાથે મહેનત હોય એટલે સોનામાં સુગંધ, કારણ કે મહેનત વિના-પુરુષાર્થ વિના કોઈ કાર્ય ન થાય. સિંહને ય પેટ ભરવા મહેનત કરવી જ પડે. સૂતાં સૂતાં કોઈ કોળિયો ન મૂકી આપે. વળી, જે પુરુષમાં મહેનત, સાહસ, ધીરજ, બળ, બુદ્ધિ અને પરાક્રમ, આ છ ગુણો હોય તેને ભાગ્ય સામે ચાલીને સાથ આપે અથવા ભાગ્યશાળીમાં જ આ છ ગુણો હોય છે." | "માટે પિતાજી ! આપ મારાં આ બે કાર્યો કરી આપો તો હું મારી પ્રતિજ્ઞા સત્વરે પૂરી કરી શકું."
આ સાંભળી ચંદનદાસ શેઠ રાજી થયા. તેમણે પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી. શિલ્પીઓ અને કડિયાઓને બોલાવી ભોંયરા-જિનાલયનો નકશો તૈયાર કરાવ્યો. બધું નક્કી થયું. પત્થર તથા બીજી જોઈતી સામગ્રી મંગાવી લીધી અને કામ શરૂ કરાવી દીધું. શેઠ તરફથી ધનની છૂટ હતી એટલે કાર્ય ખૂબ ઝડપથી ચાલ્યું. થોડા દિવસમાં ભોંયરું અને જિનાલય બને તૈયાર થઈ ગયા. ભોંયરા દ્વારા અવરજવર પણ ચાલુ થઈ ગઈ.
હવે, શેઠે પોતાના સ્વજનવર્ગમાંથી સુશિક્ષિત, તેજસ્વી તેમજ રૂપવતી પચાસ કન્યાઓને તૈયાર કરી. ચંદ્રલેખા દરરોજ ભોંયરા વાટે પિયર જઈ તે કન્યાઓને વિવિધ કળાઓ શીખવાડે છે. જુદા જુદા રાગો અને તાલ સહિત વીણા, મૃદંગ વગેરે વાજિંત્રોનું, નૃત્યનું અને ગાવાનું શિક્ષણ આપે છે. આમ દરેક કન્યાઓને બધા વિષયોમાં પ્રવીણ બનાવી.
ત્યારબાદ, જ્યાં સ્વર્ગની જેમ દિન-રાતનો કોઈ ભેદ નથી તેવા ભોંયરામાં સિંહાસન પર ઈન્દ્રાણીની જેમ શણગાર સજી ચંદ્રલેખા બેસે છે. તેની સામે બધી કન્યાઓ સુંદર વસ્ત્રો અને અલંકાર ધારણ કરી બેસે છે અને ચંદ્રલેખાના આદેશ પ્રમાણે, કોઈ કન્યા વીણા વગાડે છે, કોઈ વાંસળી વગાડે છે, કોઈ મૃદંગ પર સાથ આપે છે તો કોઈ તાલ આપે છે. કેટલીક વળી મધુર સ્વરે ગાઈ રહી છે
Jain Education International
For Private P
ersonal Use Only
www.jainelibrary.org