Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ ૫. મેનાનું ગિરિરાજ પર - અણસણ ' ' 4' ' ' GES વૈરાગ્ય વાસિત મેનાને પણ છેલ્લે રાજા યાદ આવ્યો. તેનો બદલો લેવાનો ભાવ જાગ્યો, ને એવા વિચારમાં જ દેહ છૂટી ગયો. મરીને તે જ કાંચીપુર નગરમાં ચંદનદાસ શેઠના ઘેર પુત્રીરૂપે જન્મ થયો. ચાર દીકરા ઉપર એક દીકરીનો જન્મ થવાથી અત્યંત વહાલી અને લાડકી છે. જેની ઓછપ હોય તેની કિંમત વધુ હોય. ચંદનદાસનો આનંદ કયાંય માતો નથી. ભાઈઓ પણ હરખઘેલા થઈ કહેવા લાગ્યા કે રાખડી બાંધનારી આવી. પુત્રી જન્મી ત્યારથી જાણે ભોંય પર તો મૂકાણી જ નથી. રૂપ અને બુદ્ધિના તો કણીયા ખરે છે. એટલી તેજસ્વી છે કે શેઠ તેને જોઈને ધરાતા જ નથી. બીજના ચંદ્રની લેખાની જેમ બધી રીતે વૃદ્ધિ પામતી હોવાથી તેણીનું નામ ચંદ્રલેખા રાખવામાં આવ્યું. અનુક્રમે મોટી થઈ. કળાચાર્ય પાસેથી બધી જ કળાઓ બહુ ઓછા સમયમાં ગ્રહણ કરી. પૂર્વભવના અભ્યાસથી જૈનધર્મમાં તેને વિશેષ પ્રીતિ cry.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44