________________
"उपाध्यायदशाऽऽचार्य आचार्याणां शतं पिता।
सहस्र तु पितुर्माता गौरवेणाऽतिरिच्यते ।। ૧૦ ઉપાધ્યાય બરાબર ૧ આચાર્ય, ૧૦૦ આચાર્ય બરાબર ૧ પિતા ને ૧૦૦૦ પિતા કરતાં માતા ચડી જાય. માટે દીકરાનો હક્ક માતાનો છે. ચાલો રાજ દરબારમાં. ત્યાં ન્યાય કરાવીશું.”
| બધાંય મલયાચલથી કાંચીપુરી જવા નીકળ્યા. ત્યાં દુર્વલિત રાજા રાજ્ય કરી રહ્યો છે. તેની રાજસભામાં પહોંચ્યા, અને ટોડલે બેસી બોલવા લાગ્યા કે, "રાજાનો જય થાઓ ! જય થાઓ !” આવા શબ્દો સાંભળી રાજા પોપટને કહે, "અરે ! તમે મનુષ્ય ભાષા બોલો છો ?"
ત્યાં પોપટ બોલ્યો, "શું આપના વખાણ કરું?
જેનો વિદ્યાનો રસ જોઈને પાતાળમાં પેસી, છુપાઈ ગયેલું અમૃત હજી પણ ત્યાંથી બહાર નથી નીકળતું એવા હે દુર્વલિત રાજા ! જય પામો ! આનંદ પામો !
કમળમાં જેમ રાજહંસી રહે તેમ જેના મુખરૂપી કમળમાં સરસ્વતી વસે છે અને જે ન્યાયમાર્ગરૂપી આકાશમાં સૂર્ય જેવા છે એવા હે રાજન ! આપ સ્વદેશમાં જય પામો ! ને પરદેશમાં વિજય પામો !”
રાજાએ ઉંચું જોઈને કહ્યું, "પોપટ ! દૂર શા માટે બેઠો છે? મનુષ્યોથી ડરે છે? અહીં આવ, મારી પાસે બેસ !” વહાલા થવું હોય તો મીઠું બોલવું પડે. ત્રણેય નીચે આવ્યા. રાજાના સિંહાસનના હાથા પર સામ-સામા બેઠા. પોપટ કહે, "સાહેબ બહુ વિશ્વાસે આવ્યા છીએ. આપ જ આધાર છો. અમારે ન્યાય માંગવો છે.” ત્યાં તો મેનાએ પગ ઉંચો કરી નમન કરી કહ્યું, "જય થાઓ ! જય થાઓ !” રાજા કહે, "અરે ! તું પણ મનુષ્યની ભાષા બોલે છે? પોપટ : "મારું આખું કુટુંબ ભણેલું છે. શું ભણ્યા તે ન પૂછતા, શું નથી ભણ્યા તે પૂછજો. રાજા કહે : "તારે શું જરૂર છે ?" પોપટ : "અમારે ઝઘડો છે." "પક્ષીને વળી ઝઘડો ?" "સંસાર છે ત્યાં ઝઘડો છે !" "અરે ! તું આ બધું પણ જાણે છે ?"
"અમારા વિદ્યાગુરુની આ કૃપા છે. વિદ્યાધર શોખથી લઈ ગયા અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શાસ્ત્રો ભણ્યાં. ભાગ્ય હોય તો ધન મળે પણ જ્ઞાન તો પુરૂષાર્થથી જ મળે.”
"આટલું બધું જાણે છે છતાં ય રગડો-ઝઘડો ?" "પણ આ મારું બૈરું માનતું નથી !”
ત્યાં તો મેના બોલી, "મારું પણ સાંભળો. હું છતાં આ બીજી સ્ત્રી લઈ આવ્યો તે તેની ભૂલ નથી ? હું ભણેલી માટે મારે વિવેકથી વર્તવાનું ને તેણે વિવેક નહિ રાખવાનો ? મારું દિલ ઉઠી ગયું છે. મારે મારો દીકરો જોઈએ છે."
આ સાંભળી રાજા વિચારમાં પડયો. તેણે મંત્રી સામું જોયું. તેણે વિચાર્યું, શુભ કામ જલદી કરવું અને ખોટું કામ કરવામાં વિલંબ કરવો.
તેણે કહ્યું, "અટપટો પ્રશ્ન છે. ન્યાય મનુષ્યના તોળાય છે, પશુ-પક્ષીના નહિ. આવા ન્યાયના કોઈ સંદર્ભ પણ મળતા નથી. એટલે તત્કાલ જવાબ નહિ મળે. મધ્યાહન સમયે વિચારીને ઉત્તર આપીશું."
રાજાએ ત્રણેને ઘેર લઈ જઈ, ખવડાવી-પીવડાવી, ગોઠડી માંડી, જ્યારે મંત્રીએ વિચાર્યું કે, આમાં પડવા જેવું નથી. સમજુ સાથે કામ પાડવું, અણસમા સાથે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org