Book Title: Drudh Samyaktvi Chandralekha Author(s): Suryodaysuri Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad View full book textPage 9
________________ એક દિવસ બન્નેનું સદ્ભાગ્ય હશે કે વિદ્યાધર પાંજરું લઈને ચારણ ઋષિ(મુનિ)ને વંદન કરવા ગયા છે. ત્યાં મુનિની દેશના સાંભળી. મુનિની દૃષ્ટિ પાંજરા પર, પોપટ-મેના પર પડી.' થયું, 'આવું બંધન ?' બંધન કોઈને ગમતું નથી. વિદ્યાધરને ઉપદેશ આપ્યો. આવી દેશના સાંભળી વિચારમાં પડી ગયો. - હિતમાં પ્રવર્તાવે અને અહિતમાંથી પાછા વાળે તેનું નામ દેશના. હૈયું ભીનું રાખજો – કોમળ બનાવજો. બીજાનાં દુઃખોને દૂર કરજો. "દયામય ઐસી મતિ હો જાય, ઔરોં કે દુઃખો કો મેં સમજી, સુખકા કરું ઉપાય.” વિદ્યાધર મુનિના શબ્દોને વાગોળી રહ્યો છે. તેને વિચાર આવ્યો કે, "પંખીને બંધનમાં રાખવા તે બરાબર નથી. મારે કોઈને ય બંધનમાં ન રાખવા જોઈએ.” એ પેલા યુગલને મલયાચલ પર્વત પર મૂકી આવ્યો. બન્ને ય સ્વેચ્છાથી ત્યાં વિચરે છે. યોગ્ય સમયે તેમને એક પુત્ર થયો. એ પછી, એક બીજા પ્રત્યે ગાઢ સ્નેહ છતાંય, બન્ને વચ્ચે એકવાર કલહ થયો. બન્ને વારંવાર ઝઘડવા લાગ્યા. બન્નેનો સંસાર ભંગાર જેવો થવા લાગ્યો. કર્મોનો રંગ મો૨ના ઇંડા જેવો છે. ઇંડુ નીકળે ત્યારે એકે રંગ ન દેખાય પણ મોટું એમાંથી બચ્ચું બહાર આવે ત્યારે રંગબેરંગી થઈ જાય. તેની જેમ કર્મ બંધાય ત્યારે કયા સ્વરૂપે બંધાય તેની ખબર ન પડે, પણ અઢાર પાપની છાપ પડે – રંગ લાગે અને શુભ-અશુભ કર્મોના ઉદયે ચડતી-પડતી રૂપે દેખાય. Jain Education International ૨. વિદ્યાધર, પોપટ-મેના અને મુનિ For Private & Personal Use Only www.jaine||brary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44