________________
ઝઘડો થતાં ઘર પણ કાટમાળ જેવું થઈ ગયું. તેમાં પોપટ નવી મેનાને લઈ આવ્યો. ત્રણેય ભેગા થઈ ઝઘડે ને બચ્યું તે જોઈ રડ્યા કરે. બિચારું શું કરે ? પણ મેના વિવેકી ને સમજદાર છે. તેણે પોપટને કહ્યું : "છોકરો સોંપી દે !”
પોપટ કહે, "દીકરો ય નહિ મળે ને નવીને પણ રાખીશ !” સ્ત્રી માટે શોકય એ મોટું દુઃખ. શોક કરાવે તે શોકય.
तीर्थंकराणां साम्राज्यं सपत्नीवैरमेव च ।
वासुदेवबलस्नेहः सर्वेभ्योऽधिककं मतम् ।। છતાંય તેણીએ કહ્યું, "આપણે સમાધાન કરીએ. વીતરાગનો ધર્મ પામ્યા છીએ તો ફલેશ ન કરીએ. તું સુખી રહે તે ઈચ્છું છું. પણ ભવાંતરના સુખ માટે દીકરો મને સોંપ. જેથી અંતકાળે નિર્ધામણા કરાવે.”
પોપટ કહે, "આ ભવમાં તો સુખી ન થવા દઉં, પણ ભવાંતરમાં ય સુખી ન થવા દઉં. સમાધાન કેવું? ચાલતી થા. દીકરો તો નહિ મળે, તું ય મારે ન ખપે.”
સંસાર વિચિત્રતાઓથી ભરેલો છે. ખારો ઝેર અહીં જ દેખાય છે. પહેલા કજીયો-કંકાસ થાય અને પછી નરકનાં દ્વાર દેખાય.
ભર્તુહરિને અમરફળ મળ્યું. તેને વિચાર આવ્યો કે, 'હું ખાઈને શું કરું? મારી પ્રિયતમા પિંગળાને આપું.” પિંગળાને આપ્યું. તેણીએ વિચાર્યું, 'મારો પ્રિયતમ મહાવત છે, તેને આપું.” મહાવતે પોતાની પ્રિયા વેશ્યાને આપ્યું. વેશ્યાએ દેશનો રક્ષણહાર છે' એમ વિચારી પાછું રાજાને આપ્યું. સંસારનું ચક્ર આમ જ ચાલે છે.
પતિ હોય ત્યાં સુધી સ્ત્રીને આધાર છે પણ તે તરછોડે પછી સંતાન આધારભૂત બને છે. મેનાએ નમ્રભાવે ફરી કહ્યું : "થોડા દિવસ મને સોંપ. પછી હું ગિરિરાજ ઉપર જઈશ, દાદાનાં દર્શન કરીશ. અનશન કરી ભગવાનનું ધર્મનું શરણ સ્વીકારીશ ને આરાધના કરીશ. મારી સમાધિ ટકે માટે પણ થોડા દિવસ મને સોંપ."
પોપટ કહે, "એ નહિ બને. પુત્ર તો પિતાનો જ હોય. નહિ મળે !”
મેના ઓછી ન હતી. કહેઃ ૩. પોપટ-મેનાનો ઝઘડો (જંગલમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org