Book Title: Drudh Samyaktvi Chandralekha
Author(s): Suryodaysuri
Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય ૫.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્યશ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે વર્ષો પહેલાં પ.પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાથે પાંજરાપોળ જૈન ઉપાશ્રયે ચાતુર્માસ હતા ત્યારે ભાવનાધિકારે ચંદ્રલેખા ચરિત્ર'નું વાંચન કરેલ. તે ખૂબ જ પ્રશંસનીય રહ્યું હતું. ત્યારથી ગુજરાતી ભાષામાં 'ચંદ્રલેખા ચરિત્ર'ની સતત માંગણી થતી રહી છે. વિ.સં. ૨૦૫ર ના ભાવનગરના ચાતુર્માસમાં પણ ભાવિક શ્રાવક-શ્રાવિકાઓએ એ જ માંગણી કરી અને પ.પૂ. શાસનસમ્રાટશ્રીના આજ્ઞાવર્તિની, દાદા સાહેબ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાનપૂ. વિદુષી સાધ્વી શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા પૂ.સાધ્વી શ્રી હષરખાશ્રીજી ને ૫.પૂ. આચાર્ય મહારાજના પ્રવચનોના આધારે આ કથાનું લોકભાગ્ય-સરળ ભાષામાં આલેખન કરવાનું મન થયું અને તેમના પરિશ્રમના મીઠાં/ મધુર ફળ તરીકે અમો આ સચિત્ર ચંદ્રલેખા ચરિત્ર આપનાં કરકમલોમાં રજૂ કરતાં આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. - શ્રી નેમિનંદન ગ્રંથમાળાના સત્તરમા પુષ્પ તરીકે પ.પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.ની પ્રેરણાથી સ્થપાયેલ અમારી સંસ્થા તરફથી આ પ્રથમ પ્રકાશન છે. તે લોકોમાં આદર પામશે જ એવી અમને શ્રદ્ધા છે. આ પ્રકાશનમાં પ.પૂ.આ.શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મ.સા.ના શિષ્ય ૫.પૂ.આ.શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મ.સા. આદિનું સંપૂર્ણ માર્ગદર્શન તથા સહકાર મળ્યો છે. વિશેષ પૂ.સા.શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ.ના ૪૭વર્ષના સંયમ પર્યાય તથા આ પુસ્તિકાના સંપાદિકા પૂ.સા.શ્રી હર્ષદેખાશ્રીજીના ૧૦૮ અઠ્ઠમ તપની પૂર્ણાહુતિના મંગલ પ્રસંગે આ પુસ્તિકા પ્રકાશિત થાય છે. તેથી સોનામાં સુગંધ ભળે છે. કથાના આધારે સુંદર ચિત્રો તૈયાર કરી આપનાર શ્રી જયેન્દ્રભાઈ પંચોલીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તિકાનું સ્વચ્છ સુઘડ રંગીન છપાઈકામ ઝડપથી સમયસર કરી આપવા બદલ એમ. બાબુલાલ પ્રિન્ટરીના સંચાલક શ્રી કીર્તિભાઈ મફતલાલ ગાંધીનો તથા એ સાથે આ કાર્યમાં આર્થિક સહયોગ આપતા સંઘો અને મહાભાગ્યશાળી શ્રાવક-શ્રાવિકાઓનો અમો પ્રકાશક સંસ્થા વતી આભાર માનીએ છીએ અને આવાં સુંદર પ્રકાશનો લોકો સમક્ષ મૂકવાનો લાભ અમોને પુનઃ પુનઃ મળે તેવી આશા રાખીએ છીએ. વિ.સં. ૨૦૫૪, માગશર સુદ-૧૫ તા. ૧૪-૧૨-૧૯૯૭, રવિવાર અમદાવાદ - ૩૮૦૦૦૧. શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ dary.org Jari Lucalimanoma III

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44