Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
શલ્પનું આવરણ
વાસ્તવમાં તો પ્રસ્તુત પ્રથમ ભાગ તથા દ્વિતીય ભાગ એ સંસ્કૃત + ગુર્જર વ્યાખ્યા સહિત સાત ભાગમાં પ્રકાશિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'ના અવતરણસ્વરૂપ જ છે. આથી આ અવસરે તે સાતેય ભાગમાં પ્રત્યક્ષ કે પરોક્ષ (direct-indirect) સ્વરૂપે સહાય આપનારા તમામ સંયમીઓનો, શ્રાવકોનો ફરીથી ઉપકાર માનતા હૈયું પરમ પ્રમોદભાવે આનંદથી પુલકિત થાય છે. હું સર્વદા તેઓનો ઋણી રહીશ. આ અંગે વિસ્તારથી નામોલ્લેખ સાત ભાગ અંતર્ગત પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં મેં કરેલ છે.
કોહીનૂર હીરાને પણ ટક્કર મારે એવો મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા સ્વરૂપ ચૈતન્યહીરો આજે આપણી વચ્ચે ભલે નથી. પરંતુ એ હીરાનો ઝગમગાટ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ + ટબા'ના માધ્યમે આજે પણ આપણી પાસે સલામત છે. શુદ્ધ ચૈતન્યભાવનો રણકાર કરતી એ પુરુષસિંહની જ્ઞાનગર્જના આજે પણ અંતરંગ આધ્યાત્મિક પુરુષાર્થધારાને પ્રગટાવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું સર્જન કરીને, ખરેખર, તેઓશ્રીએ આ યુગને, આ યુગના લોકોને બહુમૂલ્ય ભેટ આપી છે, અણમોલ અદ્વિતીય ઉપહાર જિનશાસનને અર્પેલ છે. ભરતક્ષેત્રના ભવ્ય લોકો મહોપાધ્યાયજી મહારાજની ગમે તેટલી યશોગાથા ગાય તો પણ તે કદાપિ પૂર્ણ નહિ થાય. પરંતુ આપણે એ મહાપુરુષના માત્ર ગુણગાન ગાવાના નથી પરંતુ તેઓશ્રીએ સૂચિત કરેલ અધ્યાત્મમાર્ગે આગેકૂચ કરવાની છે. તેથી જ કહેવાનું મન થાય છે કે તેઓશ્રીના જ અનન્ય અનુગ્રહથી રચાયેલ પ્રસ્તુત વિરાટ આધ્યાત્મિકપ્રબંધ માત્ર કંઠસ્થ કે ગ્રંથસ્થ ન રહેતાં હૃદયસ્થ-આત્મસ્થ બને તો જ પ્રસ્તુત પ્રકાશનનું પ્રયોજન સાર્થક થાય. પળે-પળે ક્ષણે-ક્ષણે જીવનની દરેક ઘટમાળમાં આ આધ્યાત્મિક ઉપનયોની હારમાળા આત્મઉદ્યાનમાં સદૈવ નવપલ્લવિત રહે. આ ગહન આધ્યાત્મિક સંવેદનના સતત-સખત-સરસ પરિશીલનથી ચિત્તને પ્લાવિત-ભાવિત કરી અંતરનું અનાદિકાલીન ઘોર અંધારું ઉલેચી અતીન્દ્રિય અખંડ અનંત કેવલજ્ઞાનનો પવિત્ર પ્રકાશ પ્રજ્જવલિત કરવા દ્વારા શાશ્વતધામના પથિક એવા સહુ આત્માર્થીઓની વાટ વિરામ પામો એ જ અદમ્ય ઝંખના...
પ્રસ્તુત પરમ પાવન શ્વેતગંગામાં ડૂબકી લગાવવાથી જે આત્માનંદનું અધ્યાત્મઅમૃત સાંપડ્યુ તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આ અદ્ભુત આત્માનંદની અલૌકિક સફરમાં અનન્ય સહાય કરનાર પ્રસ્તુત પવિત્ર ગ્રંથરાજને અંતરની અટારીએથી અનંતશઃ વંદનાવલિ
21
અંતે, પ્રસ્તુત પ્રકાશનમાં જાણતાં-અજાણતાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય કે છપાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્.
પોષ વદ - ૫, વિ.સં.૨૦૬૯, ગણીપદના નવમા વર્ષમાં મંગલપ્રવેશ દિન. શ્રી પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ તીર્થ, કચ્છ.
।। ત્વામેવમર્દનું ! શરળ પ્રવઘે ।। ।। શ્રીગુરુતત્ત્વ શરણં મમ ।।
感
આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજનો શિષ્યાણુ પંન્યાસ યશોવિજય.
|| નિનશાસન ! શરણં મમ || || પરમગુરુ શરનું મમ ||
|| નિનશા શરણં મમ ||