Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 12
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી : કાશીની જેમ કાશ્મી૨ પણ વિદ્યાનું ધામ હતું. ત્યાંથી આવેલા એક વિદ્વાન સંન્યાસીએ કાશીના રાજદરબારમાં પંડિતો સામે વાદવિવાદ માટે પડકાર ફેંક્યો. તે કાળ વાદવિવાદ માટે બહુ જ જાણીતો હતો. ભટ્ટારકજીના ૭૦૦ વિદ્યાર્થીઓ-પંડિતોમાંથી આ પડકાર ઝીલવા કોઈ તૈયાર ન હતું. પૂજ્ય યશોવિજયજી મ. શ્રી ભટ્ટારકજી પાસે ભણતા હતા. પણ બ્રાહ્મણોના વિરોધના કારણે ‘‘મુનિપણું છદ્મરૂપે પાળતા હતા’' જ્યારે પડકાર ઝીલવાનું આવ્યું ત્યારે જૈન શાસનની પ્રભાવના થાય તે માટે ‘‘જૈન મુનિપણે’’ પ્રગટ થઈને પડકાર ઝીલવાનું સ્વીકાર્યું. ભટ્ટારકજીના મનની ઈચ્છા એવી હતી કે ‘જૈનમુનિ’ ને બદલે પોતાની નાતનો કોઈ બ્રાહ્મણપંડિત આ પડકાર ઝીલે અને વિજય પ્રાપ્ત કરે તો સારૂં. તે કારણે ફરીથી ભટ્ટારકજીએ બ્રાહ્મણ પંડિતો તરફ વાદવિવાદનું બીડું ઝીલવા માટે દૃષ્ટિપાત કર્યો. પરંતુ તેમાં સફળતા ન મળતાં પાઠશાળા વતી પડકાર ઝીલવા અને કાશીની ઈજ્જત જાળવવા માટે ભટ્ટારકજીએ છેવટે ‘જૈનમુનિને’ કહ્યું. ૧૧ વિદ્યાગુરુની સમ્મતિ મળતાં જ શ્રી યશોવિજયજી મ. શ્રીએ વિદ્વાન સંન્યાસી સાથે અનેક વિદ્વાન બ્રાહ્મણ પંડિતોની હાજરીમાં તથા વિદ્યાગુરુ ભટ્ટારકજીની નિશ્રામાં રાજદરબારની અંદર વાદવિવાદ શરૂ કર્યો. અકાટ્ય દલીલો, બુલંદ અવાજ, નિર્ભય ચિત્તપરિણિત અને નીડર વક્તૃત્વકલા વડે પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીએ તે સંન્યાસીનો પરાભવ કરી તેને હાર આપી અને વિજય પ્રાપ્ત કરીને પાઠશાળાની, ભટ્ટારકજીની અને કાશીનગરની ઈજ્જત અને શોભા વધારી. તેથી અત્યન્ત ખુશ-ખુશાલ થયેલા ત્યાંના તે જ ૭૦૦ પંડિતોએ તથા ગુરુજીએ સાથે મળીને શ્રી યશોવિજયજી મ. સા. ને ‘ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ'નાં બે બીરુદ આપ્યાં. ભટ્ટારકજીની અત્યન્ત પ્રસન્નતા પ્રાપ્ત કરીને શ્રી ગંગેશોપાધ્યાયજી કૃત દુર્ગમ અને દુષ્પ્રાપ્ય એવા ‘ન્યાયચિંતામણિ’ નામના ગ્રંથનો પણ સાંગોપાંગ સુંદર અભ્યાસ કર્યો. શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતે જ આ રાસની ઢાળ ૧૭ની ગાથા ૧૦માં કહ્યું છે કે - જસ સેવા સુપસાયઇ સહા, ‘ચિંતામણિ' મેં લહી, તસગુણ ગાઈ શકું કિમ સઘળા, ગાવાનઈ, ગહગીઓ, હમચડી. કાશીથી આગ્રા તરફ ગમન અને ત્યાં અભ્યાસ : કાશીના ભટ્ટારકજીએ કહ્યું કે મારી પાસે જેટલી વિદ્યા હતી તેટલી સઘળી વિદ્યા આ ‘જૈનમુનિએ’ પ્રાપ્ત કરી લીધી છે. હવે આથી પણ વધુ અભ્યાસ કરાવનારા બીજા મહાવિદ્વાન એક ભટ્ટારકજી આગ્રામાં છે ત્યાં જઈને આ ‘જૈનમુનિને’ અભ્યાસ કરાવો. આવી સૂચના મળતાં જ ગુરુવર્ય શ્રી નયવિજયજી મ.શ્રીએ શિષ્ય પરિવાર સાથે કાશીથી વિહાર કર્યો અને સારા દિવસે આગ્રામાં પ્રવેશ કર્યો. અને ત્યાં જ બીજા ચાર વર્ષો સુધી નવ્યન્યાય આદિનાં શાસ્ત્રોનો ઘણો ઊંડો

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 444