Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 8
________________ એક ગામમાં જૈનોનાં પંદર ઘરો હતાં. હરિજન વગેરે વધારે હતા. અસ્પૃશ્યનિવારણના કાયદાને લઇને જૈનમંદિરમાં હરિજનોને પ્રવેશ આપવાનું સરકારે નક્કી કર્યું હતું. બધા જૈનો ચિંતામાં પડી ગયા. એક અનુભવી શ્રાવકે દેરાસરની બહાર પાણીનાં બે પીપ ભરીને મૂક્યાં અને ૪-૫ પૂજાની જોડ મૂકી. સવારે જે હરિજનો દર્શન માટે આવ્યા તેમને પેલા શ્રાવકે કહ્યું કે ‘ભલે પધારો. આ પાણીથી સ્નાન કરો, આ વસ્ત્રો ધારણ કરો અને પ્રતિજ્ઞા કરો કે રાત્રિભોજન, માંસમદિરા વગેરે અભક્ષ્ય, કંદમૂળ વગેરે અનંતકાય આજીવન નહિ વાપરું.' પછી ખુશીથી મંદિરમાં પધારો. અમે આમાંનું કશું કરતા નથી. પેલા હરિજનો તો દૂરથી જ હાથ જોડીને ચાલ્યા ગયા કે – અમારે નથી જવું. આજે આવું કહી શકાય કે રાત્રિભોજન ન કરે તે જ દેરાસરમાં જાય ? સ0 સુધરવા માટે ન જવાય ? સાચું કહો છો ? સુધરવાનો ભાવ છે ? તો ખુશીથી જાઓ. પણ હૈયામાં પોલ છે. અવિરતિપ્રત્યયિક ધર્મ જ ગમે છે. સામાયિક પારવાનું છે માટે કરવું ફાવે છે, તપ પણ પારણું કરવાનું છે માટે કરો છો ને ? ભૂમિકા સાફ કર્યા વિના ચિતરામણ ગમે તેટલી કરો ઊખડી જ જવાની. માટે ધર્મ કરવાની ઉતાવળ કરવા પહેલાં પાપ છોડવા માટેનો અભ્યાસ પાડવાની જરૂર છે, તો ભૂમિકા શુદ્ધ થશે. આપણે જોઇ ગયા કે એકવીસ ગુણોથી યુક્ત જીવો ધર્મ કરવા માટે યોગ્ય છે. અહીં શિષ્ય શંકા કરે છે કે શ્રાવકપણાની કે સાધુપણાની વ્યાખ્યામાં આ ગુણોની કોઇ વાત આવતી નથી તો આ ગુણો પર ભાર શા માટે ? આવી શંકા પણ કોને થાય ? જેને કંઇક પામવું હોય તેને જ ને ? આજે આપણને આવી શંકા કેમ નથી પડતી ? કશું પામવું નથી માટે જ ને ? શાસ્ત્રમાં શ્રાવકનાં અને સાધુનાં જે લક્ષણો બતાવ્યાં છે તે લક્ષણોમાં આ એકવીસ ગુણોનું ક્યાંય વર્ણન નથી તો એકવીસ ગુણો દ્વારા કયા અધિકારીનું વર્ણન કર્યું છે ? - આ પ્રમાણે શિષ્યની શંકા છે. હવે પોતાની શંકાના સમર્થન માટે શિષ્ય, શાસ્ત્રમાં શ્રાવક અને સાધુનાં જે લક્ષણ જણાવ્યાં છે તે પણ બતાવે છે. શ્રાવકનું લક્ષણ કરતાં શાસ્ત્રમાં જણાવ્યું છે કે જે સુપડા હોય. અર્થાત્ જે અર્થી હોય, સમર્થ હોય અને શાસ્ત્રનો હેપી ન હોય. આ વસ્તુ બરાબર યાદ રાખવા જેવી છે. જે શાસ્ત્રને માને તેનું નામ શ્રાવક. જે સૂત્રનો દ્વેષી ન હોય તે જ શ્રાવક હોઇ શકે. અર્થી તેને કહેવાય કે જે વિનયપૂર્વક ગુરુ પાસે આવે ને ધર્મના અર્થને પૂછતો હોય. આ લક્ષણ અવિરત શ્રાવકને આશ્રયીને બતાવ્યું છે. બીજા વિરતને આશ્રયીને લક્ષણ બતાવ્યું છે કે – જેના હૈયામાં સમ્યકત્વ હોય, હંમેશાં મુનિઓ પાસે તેમની શ્રેષ્ઠ સામાચારી સાંભળે - તે શ્રાવક કહેવાય. તેમ જ પરલોકમાં હિતકારી એવા જિનવચનને ઉપયોગપૂર્વક સાંભળે છે તે અતિતીવ્ર કર્મનો નાશ થવાથી શ્રાવક થાય છે. અતિતીવ્ર કર્મ વિલીન થયા હોય તેથી અપુનબંધકદશાને પામેલા હોય તે શ્રાવક બને છે. શ્રાવકના આ લક્ષણમાં એકવીસ ગુણોનો કોઇ ઉલ્લેખ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૧Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 86