Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 55
________________ તમે જલસા કરો છો ને ? તો બીજાને કરાવવા માટે કેમ અચકાઓ છો ? તમે જલસા ન કરો તો એ પણ એની મેળે જ જલસા છોડી દેશે. તમને માનસન્માન ગમે છે ને બીજાનું અપમાન કરવું છે, તમને આરામ ગમે છે ને બીજાનો કસ કાઢવો છે : આ કેમ ચાલે ? અમારે ત્યાં નિયમ છે કે ‘સાત્મન: પ્રતિજૂના રેષાં ૧ સમારેત્ ' આપણને જે પ્રતિકૂળ હોય તે બીજા પ્રત્યે ન આચરવું. આજે તો નોકરી ફરિયાદ કરતા થઇ ગયા કે શેઠ લાખોના ચઢાવા લે છે અને અમારો પગાર કાપે છે. તમે નોકરોની સાથે મધુર-સીધો વ્યવહાર કરશો તો નોકર તમને વફાદાર બનશે. આપણામાં વિનય ન હોય અને આખા ગામને વિનયના પાઠ શીખવવા બેસવું - એ વ્યર્થ છે. વફાદાર નોકર સ્વામીના કઠોર વચન પણ સહી લેશે, પરંતુ એના કારણે શેઠનું શીલવ્રત સચવાઇ નહિ જાય. કોણિક અને હલ્લવિહલ્લ વચ્ચે સેચનક હાથી માટે યુદ્ધ થયું હતું. તે વખતે રોજ રાત્રે હલ્લવિહલ્લ સેચનક હાથી પર બેસીને કોણિકની છાવણીઓને હેરાન કરતા. તેથી કોણિકના માણસોએ હાથીના માર્ગમાં ખાઇ કરીને અંગારા ભર્યા અને ઉપરથી પાંદડાથી ઢાંકી દીધી. રાત્રે અવધિજ્ઞાની સેચનક અંગારા જાણી ખાઇની આગળ જતો નથી, ઊભો રહી ગયો. તેથી હલ્લવિહલે ગુસેથી કહ્યું “તું પણ ફરી ગયો.” તે આઘાતજનક વચનો સાંભળી સેચનકે હલ્લવિહલ્લને ચૂંઢથી નીચે ઉતાર્યા અને પોતે ખાઇમાં બળી મર્યો. વફાદાર હાથીનું પોતાની ભૂલના કારણે આવું મૃત્યુ જાણી હલ્લવિહલ્લ વિરક્ત થયા, બાજુમાં રહેલા દેવે ભગવાન પાસે તે બેને મૂક્યા, તેમણે દીક્ષા લીધી. આપણી વાત તો એટલી છે કે આપણા પરિવાર કે નોકરચાકરની પ્રત્યે સત્તા તથા તિરસ્કારભર્યું વલણ રાખવું નહિ. આ રીતે શીલગુણના છ પ્રકાર બતાવ્યા પછી હવે એ છ પ્રકારના પાલનથી ગુણ અને અપાલનથી દોષની પ્રાપ્તિ થાય છે તે જણાવે છે. આયતન સેવવાથી બધા દોષો નાશ પામે છે અને ગુણો વૃદ્ધિ પામે છે. તબિયત બગડે તો હોસ્પિટલમાં જાઓ કે હોટલમાં ? હોટલમાં જવાથી રોગ વકરે જ્યારે હોસ્પિટલમાં જવાથી એક રોગની સાથે બીજા પણ રોગોનું નિદાન થવાથી રોગમુક્ત બનાય અને સુંદર આરોગ્યની પ્રાપ્તિ થાય. તેની જેમ અહીં સમજવું. આયતનમાં જવાથી મિથ્યાત્વ જાય, સમ્યકત્વ નિર્મળ બને; અવિરતિ જાય, વિરતિ પ્રાપ્ત થાય; સરાગતા જાય અને વીતરાગતા પમાય. અખાડામાં જઇએ તો શિથિલતા નાશ પામે અને શરીર ખડતલ, ર્તિવાળું બને ને ? જ્યારે પરગૃહમાં જવાથી અભ્યાખ્યાનના કારણભૂત કલંકની પ્રાપ્તિ થાય છે. શીલવાળા સાધુને પણ આવા કલંકની સંભાવના હોવાથી ભિક્ષા કાજે પરઘરમાં જતી વખતે બેસવાનો નિષેધ કર્યો છે. કારણ કે તેના કારણે અનાચાર થાય છે, અબોધિની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્ય નાશ પામે છે. જીવોની હિંસા થાય છે, ઝાંઝરિયા મુનિની જેમ પોતાના ઘાતનો પણ પ્રસંગ આવે છે, સ્ત્રીઓને શંકા ઉત્પન્ન થાય છે. માટે ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૦૪ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૦૫

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86