Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 80
________________ પલાંઠી વાળીને કઇ રીતે બેસી શકીએ ? ગુરુ પાસે પણ ઉભડક પગે જ બેસવાનું હોય તો ભગવાન સામે કઇ રીતે બેસી શકાય ? સવ શરીર કામ ન આપતું હોય તો ? શરીર કામ આપવાનું જ નથી, આપણે શરીર પાસેથી કામ લેવું પડશે. શરીર ગધેડાજેવું છે. ગધેડું કેવું હોય ? કામ ન કરે તેવું. પણ તેની પાસેથી કામ લેવું પડે ને? કામ લેવાનું ને સાચવવાનું નહિ. ઘોડાને, ગાયને, ભેંસ, બકરીને લોકો ચારો ચરાવે. ગધેડાને કોઇ ન ચરાવે ને ? ગધેડાને તો તેનો માલિક તગડી મૂકે એટલે ઉકરડા પર ચરી આવે. શરીર પાસે જેટલું કામ લેવાનું હોય તેટલું જ સાચવવાનું. શાસ્ત્રમાં કહ્યું છે કે ગાડીના પૈડામાં તેલ જેટલું પૂરીએ તેટલો જ આહાર લેવાનો. ચક્કા જામ થઇ જાય એટલું તેલ ન પુરાય ને ? તેમ શરીરની સ્કૂર્તિ જળવાઇ રહે એટલો જ આહાર આપવાનો. શરીર સુખ થાય ત્યાં સુધી નહિ આપવાનું. સારા સારા ડૉક્ટરો, વકીલો, બેરિસ્ટરો પણ દિવસમાં એક જ વાર પેટ ભરીને વાપરે. આખો દિવસ ર્તિમાં ફરતા હોય. જેને કામ કરવું હોય તેને પ્રમાદ કરવો ન પાલવે. મહાપુરુષો સામે પલાંઠી વાળીને ન બેસાય. શરીરના પૂજારી કોઇ ધર્મ કરી ન શકે. મારા ગુરુમહારાજ દેરાસરમાં આસન પાથરીને બેસતા અને દેવવંદન કરતા. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે દેરાસરમાં પલાંઠી વાળીને ન બેસાય ત્યારે તેમણે દેરાસરમાં દેવવંદન કરવાનું બંધ કર્યું. મકાનમાં આવીને દેવવંદન કરે. ત્યાં નાનું ચૈત્યવંદન કરીને આવી જતા. સવ એવો પાઠ ક્યાંય મળે છે ? ગુરુ પાસે પર્યસ્તિકા (પલાંઠી) આસને ન બેસવું. ઊભડક પગે બેસવું : એવો પાઠ ઉત્તરાધ્યયનમાં છે. ગુરુ પાસે પ્રતિક્રમણ કરવાનું હોય તે પ્રતિક્રમણમાં પણ ચૈત્યવંદનમુદ્રા, કાઉસ્સગ્નમુદ્રા આ બધી જ અવસ્થામાં ક્યાંય પલાંઠી વાળીને બેસવાની વાત નથી. જો ગુરુ પાસે પણ આવી મુદ્રામાં ન બેસાય તો પરમાત્મા પાસે તો કેવી રીતે બેસાય ? જે અપ્રમત્ત હોય તેમની સામે પ્રમાદવાળા આસને ન બેસાય. આમાં પાઠની જરૂર છે? છતાં પાઠ જોઇતો હોય તો અનુકુળતા શોધવા માટે જ જોઇએ છે, ધર્મ કરવા માટે નહિ – એમ માનવું પડે ને ? તમે તો વ્યાપારી માણસ છો ને ? પૈસા કમાવા હોય તો પલાંઠી વાળીને બેસાય ખરું? ધર્મ કરવો હશે તો સુખશીલતા છોડી દુખ વેઠતાં થવું પડશે. કાળે એટલે પ્રતિક્રમણ, શાસ્ત્રશ્રવણ ઇત્યાદિના હેતુરૂપ અવસરે ગુરુની સેવા કરવી. તે પણ તેમના સ્વાધ્યાયાદિ તથા પ્રત્યુપેક્ષણ, ભોજન વગેરે યોગોમાં અંતરાય ન પડે તે રીતે સેવા કરવી. સાધુભગવંતોને આગમમાં આ પ્રમાણે ઉપદેશ આપ્યો છે કે જિનશાસનને વિષે પડિલેહણાદિ દરેક યોગોનો ઉચિત રીતે પ્રયોગ કરવામાં આવે તો તેનાથી દુઃખનો અને કર્મનો ક્ષય થાય છે. તેથી તે દરેક યોગો અસપત્ન(અવિરોધી)પણે આરાધવા જોઇએ. અહીં દુ:ખનો ક્ષય એટલે સંસારસ્વરૂપ દુઃખનો ક્ષય. જે ભોગવીએ છીએ તે દુ:ખ નથી, જ્યાં ભોગવવું પડે છે – તે દુઃખ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૫૪ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૫૫

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86