Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 81
________________ છે. શરીરમાં જે રોગ આવે છે તે દુઃખ નથી, રોગના આશ્રયભૂત શરીર છે એ જ દુઃખરૂપ છે. દુઃખ તરીકે પીડાનું દુઃખ નથી લેવું. આ સંસાર જ દુઃખરૂપ છે. પછી તે પુણ્યથી મળેલો હોય કે પાપથી. અને એ સંસારનો અંત કર્મના અંત વિના થવાનો નથી માટે દુઃખક્ષય પછી કર્મક્ષય માંગ્યો છે. સ૦ બીજા આનો અર્થ જુદો બતાવે છે - અમારે શું કરવું ? તમને જે અર્થ સારો લાગે તે માનો. સ૦ સારો નહિ સાચો અર્થ જોઇએ છે. સારા અને સાચાનો ભેદ તમે પાડો છો, અમે તો બેયને એક ગણીએ છીએ. જે સાચું હોય તે જ સારું હોય. અને સારું તે જ હોય કે જે સાચું હોય. ભગવાનના શાસનના મૂળભૂત સિદ્ધાંતને બાધ ન આવે - એવો અર્થ કરજો . આ રીતે ગુરુની સેવા પોતે તો કરવી, તેની સાથે બીજાની પાસે પણ કરાવવી. મને સમય નથી માટે તમે જાઓ - એવું કહીને કરાવવું તે ગુરુનું કામ કરાવ્યું ન કહેવાય, પોતાનું કામ કરાવ્યું કહેવાય. ગુરુનું કામ બીજા પાસે કરાવવું હોય તો તે કઇ રીતે કરાવાય ? બીજાને ગુરુ પ્રત્યે સદ્ભાવ જાગે તો બીજા ગુરુનું કામ કરે ને ? અને બીજાને ગુરુ પ્રત્યે સદ્ભાવ ક્યારે જાગે ? તેને ગુરુના ગુણોનું જ્ઞાન થાય ત્યારે ને ? તેથી જણાવે છે કે સદા વર્ણવાદ ક૨વા દ્વારા અર્થોદ્ ગુરુના સદ્ભૂત ગુણોનું કીર્તન કરવા દ્વારા બીજા પ્રમાદીઓને ગુરુસેવામાં પ્રવર્તાવે. આ વર્ણવાદ કઇ રીતે કરવો – ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૫૬ એ પણ જણાવે છે કે – મનુષ્યપણું, ઉત્તમ ધર્મ, જ્ઞાનાદિકથી યુક્ત એવા ગુરુનો યોગ... આ બધી સામગ્રી મળવી અત્યંત દુર્લભ છે. માટે તું આ સામગ્રી મળ્યા બાદ આત્માના હિતને જાણ. આવા મહાત્મા ગુરુ ધન્ય મનુષ્યોને જ દૃષ્ટિગોચર થાય છે. એટલે કે આ મહાપુરુષ જેને નજરે ચઢે તેય ધન્યવાદને પાત્ર છે, તેમના દર્શનમાત્રથી આપણા પાપનો ક્ષય થાય છે. સમગ્ર સુખના કારણભૂત એવું તેમનું વચનામૃત ધન્યમનુષ્યો જ પીએ છે. આ ઉપદેશરૂપી રસાયણને જેઓ સેવતા નથી તેઓને; પ્રાપ્ત થયેલ નિધાન નષ્ટ થવાથી જેમ પશ્ચાત્તાપ થાય છે તેમ પસ્તાવાનો વારો આવે છે... ઇત્યાદિ કહેવું. આપણે આપણા ગુરુને આવા જ માનીએ છીએ ને ? ગુરુસેવાના ત્રીજા પ્રકારમાં જણાવે છે કે ગુરુને ભૈષજ તથા ઔષધાદિ પોતે આપે તથા બીજા પાસે અપાવે. એક વસ્તુથી બન્યું હોય અથવા બહારથી જેનો ઉપયોગ થાય તેને ઔષધ કહેવાય અને ઘણી વસ્તુઓના સંયોગથી જે બન્યું હોય અથવા અત્યંતર અર્થાર્ ખાવામાં જેનો ઉપયોગ થતો હોય તેને ભૈષજ કહેવાય. ઉપલક્ષણથી અન્નપાણી, ઓઘો, પાત્રાં, કામળી વગેરે ચારિત્રધર્મને યોગ્ય એવાં સંયમનાં ઉપકરણો, પુસ્તક, પીઠ-ટેબલ કે જે સ્વસ્થ હોય ડગમગતું ન હોય તે સર્વ વસ્તુ દાનમાં વિચક્ષણ એવા પુરુષોએ મોક્ષાર્થી એવા ભિક્ષુને આપવી. મોક્ષના અર્થીને દાન આપવાનો હેતુ એ છે કે દાતા પણ મોક્ષાર્થી છે. સુપાત્રદાનથી મોક્ષ ભાવશ્રાવકનાં છે લક્ષણો - ૧૫૭

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86