Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 79
________________ રાખવું. અહીં માતાપિતાની વાત નથી. સામાન્યથી ગુરુજનનો અર્થ માતાપિતા થાય છે, પરંતુ અહીં ભાવશ્રાવકનો અધિકાર ચાલુ હોવાથી ગુરુજનનો અર્થ માતાપિતા ન કરવો, આચાર્યભગવંતાદિ કરવો. શબ્દનો જે અર્થ થતો હોય તે કરીને ન મૂકવો, જે ઘટતો અર્થ હોય, પ્રકરણને સંગત હોય તેવો અર્થ કરવો. આથી જ અહીં આચાર્યભગવંતાદિ ગુરુભગવંતની શુશ્રુષા કરવાનું જણાવ્યું છે. અહીં શિષ્ય શંકા કરે છે કે ગુરુ કોને કહેવાય તે ખબર નથી. તેથી ગુરુનું સ્વરૂપ સમજાવતાં જણાવે છે કે – જે ધર્મના જ્ઞાતા હોય અર્થાદુ ધર્મને જાણનારા હોય, પોતે જાણીને ધર્મને કરનારા અર્થાત્ આચરનારા હોય, પોતાના પરિચયમાં આવેલા લોકોને નિરંતર ધર્મમાં પ્રવર્તાવનારા હોય અને જગતના સર્વ જીવોને ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરનાર હોય – તેને ગુરુ કહેવાય. તેમ જ સારા રૂપવાળા, ઓજસ્વી, યુગપ્રધાન - જે કાળે જેટલું શ્રત હોય તેના જાણકાર, મધુર વચનવાળા, ગંભીર, બુદ્ધિમાન તથા ધર્મોપદેશ આપવામાં તત્પર એવા ગુરુ હોય છે. અહીં આચાર્યના છત્રીસ ગુણો જણાવ્યા છે જેમાં મધ્યસ્થ, સંવિગ્ન, ગીતાર્થ તેમ જ લબ્ધિવાન, આદેયનામકર્મવાળા વગેરે પુણ્યપ્રકૃતિથી યુક્ત એવા આચાર્યભગવંત હોય એમ જણાવ્યું છે. આચાર્યભગવંતની છત્રીસી છત્રીસ પ્રકારે છે. તેમાંથી પંચિંદિયસત્રમાં બતાવેલી છત્રીસી તો તમને યાદ છે ને? એ છત્રીસીની યાદ રાખશો તો પણ આચાર્યભગવંતનું સ્વરૂપ કેવું હોય તે સમજી શકાશે. ગુરુજનમાં જન શબ્દ બહુવચનને જણાવવા છે. આવા ગુરુ જે કોઇ હોય તે દરેકની સેવા કરવાની છે. આ સેવા કેવી રીતે કરવી તે જણાવતાં સૌથી પહેલાં કહે છે કે કાળ-યોગ્ય અવસરે ગુરુની સેવા કરવી, આપણને સમય હોય ત્યારે સેવા કરવાની છે એવું નથી, ગુરુને અનુકૂળ હોય તેવા સમયે સેવા કરવાની. કાળનું પ્રાધાન્ય શાસ્ત્રકારો લગભગ કાયમ માટે જણાવતા હોય છે. કારણ કે આપણે પણ મોટે ભાગે કાળની જ ઉપેક્ષા કરતા હોઇએ છીએ. આશાતનાના ભયે દ્રવ્ય અને ક્ષેત્રની પ્રાયઃ કોઇ ઉપેક્ષા કરતું નથી. ભાવ તો કરવાનો હોય જ ! એકમાત્ર કાળ સચવાતો નથી. આજે તો જોકે કાળની સાથે બીજી પણ અનેક ઉપેક્ષાઓ જોવા મળે. આપણને ફાવે, અનુકૂળ પડે એ રીતે ભક્તિ કરવી છે ! આજે તો ધાતુનાં પ્રતિમાજી લઇને નીચે પલાંઠી વાળીને પુજા કરવા બેસી જાય. પાછા કહે કે ભાવ ઘણો આવે છે. મૂળનાયકની પૂજા જેમ ઊભાં ઊભાં કરો છો તેમ નાના ધાતુનાં પ્રતિમાજીની પૂજા પણ ઊભાં ઊભાં જ કરવી જોઇએ. આપણા માટે ભગવાનને ખસેડાય નહિ. સ0 ચલપ્રતિષ્ઠાનો ઉદ્દેશ શું ? ચલપ્રતિષ્ઠાનો ઉદ્દેશ એ છે કે આપણે બહારગામ જવું હોય તો આપણી સાથે લઇ જઇ શકીએ. આપણને ફાવે ત્યારે, ફાવે ત્યાં લઇને બેસી શકાય તે માટે આ ચલપ્રતિષ્ઠા નથી. ભગવાનની સામે પલાંઠી વાળીને ન બેસાય. જે ભગવાન દીક્ષા લઇને કેવળજ્ઞાન પામ્યા ત્યાં સુધી ભૂમિ ઉપર બેઠા નથી તે ભગવાન સામે આપણે ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૫ર ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૫૩

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86