Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 66
________________ નહિ તો મૌન રહે. સાધુપણામાં પણ આ વ્રત સૌથી અઘરું છે. આથી જ શાસ્ત્રમાં સવૅ પરમેfમમÇા(સત્ય માટે ભિક્ષુ પરાક્રમ કરે.) એમ જણાવ્યું છે. સાધુ હિંસા, ચોરી, અનાચાર સેવે કે પરિગ્રહ રાખે તો લોકો ખરાબ માને. પણ સાધુ જૂઠું બોલે તો કાંઈ ન લાગે. તમારી દૃષ્ટિએ ઉત્સુત્રભાષણ કરનારનું ચારિત્ર નિર્મળ હોય ને? આવાઓ પોતાનો વર્ગ વધારવા માટે જૂઠું બોલતા હોય છે. પૈસા રાખે તો લોકો પરિગ્રહધારી માને પણ ભક્તવર્ગ બહોળો હોય એનું મમત્વ પણ હોય તો તે પરિગ્રહ છે – એવું ન લાગે ને ? આવું ચારિત્ર પાળીને પોતાનું જૂઠું સત્યમાં ખપાવવા માટે મહેનત કરે તો માનવું પડે ને કે જૂઠું વ્યાપક બની ગયું છે ?! અમારા સાધુ મહારાજ વહોરવા જાય ને વધારે લાવે ત્યારે ગુરુ મહારાજ પૂછે કે આટલું કેમ લાવ્યા તો તરત કહી દે કે – નાંખી દીધું. ખરેખર નાંખી દીધું કે આંખ આડા કાન કરીને લીધું - એમ પૂછવું પડે. ગુરુભગવંત બોલશે – એવો ભય સતાવે તેના કારણે જૂઠું બોલવાનું બને છે. એના બદલે જેવું હોય તેવું કહી દેવું. અનુપયોગથી લીધું હોય તો તેમ કહેવું, લાલચથી લીધું હોય તો તેમ કહેવું અને કોઇ વાર સામાના અત્યંત આગ્રહ અને શુભ ભાવના કારણે લીધું હોય તો કહેવું કે પ્રમાણ ઘણું હતું, ભાવ અત્યંત હતો અને સમુદાય મોટો હોવાથી ખપે એવું હતું માટે વહોર્યું. હૈયામાં સત્ય પ્રત્યે પ્રેમ હોય અને પાપની ભીરુતા હોય તો આ રીતે યથાર્થ વચન બોલવાનું શક્ય છે. અહીં જણાવ્યું છે કે ભાવશ્રાવકો બીજાના ચિત્તને રંજન કરવાની બુદ્ધિથી અથવા તો છેતરવાની ભાવનાથી પણ ધર્મને અધર્મરૂપે અને અધર્મને ધર્મરૂપે તેમ જ અધર્મને પણ કહેતા નથી. જે સત્ય હોય તે જ મધુર સ્વરે જણાવે છે. આના ઉપરથી પણ સમજાય છે ને કે સાચું સમજવા છતાં લોકોને આકુષ્ટ કરવા માટે આચાર્યાદિસ્થાને રહેલા પણ જૂઠું બોલતા હોય છે. લોકોને સગવડવાળો ધર્મ ગમતો હોવાથી અવિધિવાળા ધર્મને પણ ધર્મ કહે અને વિધિની પ્રધાનતાએ જણાવાતા ધર્મને એકાંત દેશના કહે : તેને યથાર્થ કથન ન કહેવાય. ત્રિકાળપૂજાની વિધિ શાસ્ત્રમાં જણાવી છે. સવારે વાસક્ષેપપૂજા, મધ્યાહૂં અષ્ટપ્રકારી પૂજા, સંધ્યાએ ધૂપદીપ પૂજા કરવી. સવારે અષ્ટપ્રકારી પૂજા કરવાની વિધિ નથી. આ વાત જયારે ભારપૂર્વક સમજાવવામાં આવે ત્યારે તેને સ્વીકારવાને બદલે તેનો એકાંત દેશના કહીને વિરોધ કરવો એ તો ધર્મને અધર્મ જણાવવા બરાબર છે. કદાચ કોઇ પૂછવા આવે તો સાચું સમજાવવાના બદલે ઉપરથી કહે કે જિનશાસનમાં એવો કોઈ એકાંત નથી... આ પ્રમાણે લોકોના ચિત્તને આકર્ષિત કરવા માટે કહેવું - એ યથાર્થવચનતા નથી, સ0 સવારે પૂજા કરીએ તો આજ્ઞાભંગ સિવાય બીજો દોષ લાગે ? આજ્ઞાભંગનો દોષ નાનો છે કે જેથી બીજા દોષનો વિચાર કરવો પડે ? આજ્ઞાભંગમાં બધા જ દોષો આવી જાય. નેપોલિયનની વાત સાંભળી છે ને ? રાત્રે એક સૈનિક દીવામાં પોતાની પત્નીને ચિઠ્ઠી લખતો હતો કે અમે જીતી ગયા છીએ અને ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૨૬ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૭

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86