Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 70
________________ તેઓશ્રીના શિષ્ય પૂ. મુક્તિચંદ્ર સૂ.મ. બે સાધુઓ સાથે ચાતુર્માસ માટે આવેલા. તેમના પરિચયથી તેમની પાસે દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. વિ.સં. ૨૦૧૧ની સાલમાં આસો મહિને તબિયત નરમ થઇ. દીક્ષાની ભાવના તો હતી જ. તેથી પાંચ વરસ પહેલાં દીક્ષા ન લેવાય ત્યાં સુધી કાચી છ વિગઇઓનો ત્યાગ – એ પ્રમાણે અભિગ્રહ લીધો હતો. આ માંદગી આવી એટલે તરત ચારિત્ર લેવાનો નિર્ણય મક્કમ કર્યો અને વિ.સં. ૨૦૧૨ના ફાગણ માસે દીક્ષા ગ્રહણ કરી. એમનો મોભો, એમની શેઠાઇ, એમનું પુણ્ય અમે જોયું હતું. પણ દીક્ષા લીધા પછી તો એ બધું ભૂલી ગયા. કારણ કે તેઓશ્રી માનતા હતા કે આપણે કોણ હતા એ યાદ નહિ રાખવાનું, આપણે કેવા બનવાનું છે - એ યાદ રાખવાનું. સ) આપ બધા કેવી રીતે તૈયાર થયા ? અમારામાં તો કોઈ યોગ્યતા ન હતી. માત્ર આપણા બાપા કહે તો ના ન પડાય - એટલા સંસ્કાર હતા. અમે જાણીને, સમજીને દીક્ષા નથી લીધી. અમારી માતાએ પૂછ્યું હતું કે અમે બે દીક્ષા લેવાના છીએ તો તમે અમારી સાથે દીક્ષા લેશો ? ત્યારે અમે તેમને ના ન પાડી શક્યા. અમે જો ના પાડત તો અમારા કાકા અમને રાખવા તૈયાર હતા. સ0 પિતાએ એવું કેવું હેત વરસાવ્યું હતું કે જેથી તેમની પાછળ જવાનું મન થયું ? તેમણે હેત ન હતું વરસાવ્યું, અમારા હિતની ચિંતાથી અમારું અનુશાસન કર્યું હતું. અમે એ વખતે એટલું સમજતા હતા કે બાપા એ બાપા. એ કહે એટલે કરી લેવાનું, એમાં વિચાર નહિ કરવાનો. નાના છોકરાઓને જોયા છે ને ? મેળામાં ગમે તેટલી વસ્તુ અપાવો એ બધી એક હાથમાં પકડી રાખે અને બીજા હાથે માનો છેડો પકડી રાખે, એ છોડે નહિ – જોયું છે ને ? સવ આપનાં બા મહારાજ કેવી રીતે તૈયાર થયાં ? મારા ગુરુમહારાજની જેમ તેઓ પણ દીક્ષાની ભાવનામાં જ રમતા હતા. જે વખતે ગુરુમહારાજે અભિગ્રહ કર્યો હતો તે જ વખતે તેમણે પણ અભિગ્રહ કર્યો હતો કે ‘ગુરુમહારાજની દીક્ષા થયા પછી પોતાની દીક્ષા ન થાય તો ચાર આહારનો ત્યાગ'. ગુરુમહારાજને ખબર પડી તો તેમણે પૂછ્યું કે મને અટકાવવા માટે આ નિયમ લીધો છે? ત્યારે તેમણે કહ્યું કે આપની સાથે મારે આવવાનું હોય - એમાં પૂછવાનું શું? મારી દીક્ષા ન અટકે માટે આ નિયમ છે, આપને અટકાવવા નહિ. પત્નીને પતિને અનુસરવું હોય તો પૂછવાનું ન હોય પણ પિયરે જવું હોય તો પૂછવું પડે ને? સ0 આપને બધાને ઋણાનુબંધ હશે ને ? - તમારે ત્યાં ક્યાં ઋણાનુબંધ ઓછા છે ? જન્મ્યા હોય મુંબઇમાં અને પરણવા મદ્રાસ સુધી લાંબા થાઓ ને ? માત્ર અહીં સાધુભગવંતોની સાથે ઋણાનુબંધ નથી – ખરું ને ? સ0 બધા એક વિચારના ક્યાંથી લાવવા ? ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૩૪ ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૩૫

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86