Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
બીજો પક્ષ પ્રવર્તાવા ન દીધો. માર્ગ પ્રત્યેની પ્રીતિનો એ પ્રભાવ હતો. ગામના પણ બધા ઔચિત્ય દરેકનું જાળવે. એક વાર એક પરપક્ષના સાધુ મુરબાડ આવવાના હતા. તેમને કોઇકે કહ્યું કે એ તો રામચન્દ્રસૂરિ મહારાજનું ચુસ્ત ગામ છે. એ સાધુએ કહ્યું કે જોઇએ તો ખરા. ગામમાં આવ્યા. લોકોએ ઔચિત્ય પૂરું જાળવ્યું. ગોચરીપાણી, ઔષધ વગેરે બધું જ સાચવ્યું. પરંતુ માન્યતા મજબૂત. વંદન કરે નહિ ને ઔચિત્યમાં બાકી રાખે નહિ. આપણું સાચવીને બીજે જવાય, પણ જ્યાં જઇએ ત્યાંના જેવા થઇએ તો ન ચાલે. તીર્થંકરભગવંત અને ગુરુભગવંત કહે તે ખોટું હોય જ નહિ - આટલી શ્રદ્ધા નહિ હોય તો ફળ મળશે કઇ રીતે ? મને સમજાય કે ન સમજાય મારા ગુરુભગવંત ખોટું ન કહે : આવી અગાધ શ્રદ્ધા હોય તો ચારિત્ર મળે અને ફળે. તદ્દન નિઃસ્પૃહપણે અને સમર્પણભાવ વડે એ રીતે જીવ્યા હતા કે સાહેબના હૈયામાં
સ્થાન પામ્યા હતા. ધર્મના જાણકાર અને ધર્મના શ્રદ્ધાળુ આ રીતે વર્તી શકે. આપણે પોતે જ સાચું માનતા ન હોઇએ તો બીજાને કઇ રીતે કહી શકીએ કે – સાચું અહીં જ છે, બીજે નથી. આજે તો સાધુસાધ્વી પણ એવું બોલવા માંડ્યાં કે આપણે જ સાચા છીએ ? પેલા ન હોઇ શકે ? આપણે સાચા માર્ગે છીએ, આપણા ગુરુભગવંત સાચા છે એટલું જ્ઞાન અને એટલી શ્રદ્ધા ન હોય તે મક્કમતાથી પગલાં માંડી શકે નહિ તો બીજાને ક્યાંથી ચલાવે ? માર્ગનું જ્ઞાન અને સાચી પ્રીતિ હોય તે તો ગુરુનું ગૌરવ પણ વધારે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો – ૧૪૪
સાહેબના બે ભગત પાલિતાણા ગયા હતા. તેમણે વિચાર્યું કે આજે દરેક ઉપાશ્રયમાં જઇને સાધુભગવંતને જે કાંઇ દવાનો ખપ હોય તે લાવી આપવાનો લાભ લેવો છે. ગુરુને ઔષધ લાવી આપવું એ પણ એક પ્રકારની ગુરુશુશ્રુષા છે. બધાને કહેતા કે પાલિતાણામાં મળશે તો આજે જ આપી દઇશું, નહિ તો બીજેથી મંગાવીને કાલે આપીશું. એક પરપક્ષના સાધુએ પોતાના દરેક સાધુની મોંઘામાં મોંઘી જે દવાઓ હતી તે પૂરતા પ્રમાણમાં લખાવી. સાહેબના ભક્તો તો ભક્તિ કરવા જ નીકળ્યા હતા તેથી કાંઇ પણ વિચાર કર્યા વિના લિસ્ટ પ્રમાણે બધી જ દવા લઇ આવ્યા. જે ન મળી તે મંગાવીને પહોંચાડી. એ ભાઇ દવા આપીને પાછા ફર્યા અને ઉપાશ્રયનાં પગથિયાં ઊતરતા હતા ત્યાં તેમના કાને પેલા સાધુમહાત્માના શબ્દો પડ્યા કે - ‘રામચન્દ્રસૂરિ મહારાજના ભગત એટલે ભગત !' પૈસા જાય તો ભલે જાય, સમયનો ભોગ આપવો પડે તો ય ભલે પરંતુ આપણા ગુરુભગવંત માટે એક પણ અક્ષર ઘસાતો કોઇ બોલે એવું નથી કરવું. આપણામાં આવડત હોય તો સાચો માર્ગ બીજાના હૈયામાં વસે એવું કરી શકીએ. છોડવા બેઠા છીએ તો છોડી જાણવું. પૈસા ગયા તો ભલે ગયા પણ ધર્મ વધતો હોય તો તેવું શા માટે ન કરવું ? જેમના ભગત આવું ઔચિત્ય જાળવે તે ગુરુ કેવા હશે - આવું જો બીજ કોઇના હૈયામાં પડે તો તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ને ? આપણને જ દેવગુરુધર્મ પ્રત્યે લાગણી ન હોય તો બીજા ક્યાંથી ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૪૫

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86