Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 74
________________ સાથે રહેવું ગમે, નાના સાથે નહિ. ચૌદ હજાર સાધુના નેતા એવા શ્રી ગૌતમસ્વામીજીએ કોઇ દિવસ કહ્યું નથી કે હું આટલાનો સ્વામી છું. ઉપરથી ભગવાનના ગયા બાદ મને ગૌતમ કહીને કોણ બોલાવશે – એનું એમને દુ:ખ હતું. મોટાઓને મોટા ગમે. ચોમાસા માટે ગયેલો ભેગો જ ન થાય તો ભણી શકે કઇ રીતે ? અને ગુરુકુળવાસમાં ઘડાય કઈ રીતે ? આજે તો બે શિષ્ય થાય તો ચોમાસું કરવા તૈયાર થઇ જાય. શ્રાવકને પણ પહેલાં જ કહી દે કે સાહેબ કહે તો હું આવવા માટે તૈયાર છું – આથી શ્રાવક પણ વિનંતિ કરે અને સાહેબ કહે કે “મારી પાસે સાધુ નથી' તો ધીમે રહીને કહે કે આપ આજ્ઞા કરો તો પેલા મહાત્મા આવવા તૈયાર છે. પછી સાહેબ શા માટે ના પાડે ? બે ય રાજી હોય તો આપણે વચ્ચે કાજી બનવું નથી ! આજે નિયમ આપે કે - “સાહેબ કહેશે તો જઇશ” આવું કોઇની આગળ બોલવું નહિ. સ0 સંઘને સાચવવાની ભાવના ખરાબ નથી ને ? આપણે સંઘને સાચવવા નહિ, આપણી જાતને સાચવવા અહીં આવ્યા છીએ – એ યાદ રાખવું. સાધુપણું સંઘને તારવા માટે નહિ, આપણી જાતને તારવા માટે લીધું છે, ગુરુનું કહ્યું માનવા માટે લીધું છે. સંઘને સાચવવાની જવાબદારી તો ગુરુની છે. આપણી જવાબદારી ગુરુનું માનવાની અને તરવાની છે. આચાર્યભગવંત આપણા હિતમાં જ પરાયણ હોય, તેઓ જે કહે તે માની લેવાનું. અમને પણ એ મહાપુરુષ કહેતા કે આ સાહેબની કૃપાથી આ શાસન મળ્યું છે. સાહેબને પામ્યા પછી સાચું સમજાયા પછી પોતાના ગામમાં ખોટી આરાધના થવા દીધી નથી. અત્યારે લગભગ એક ગામ એવું નહિ હોય કે જયાં આરાધનાના બે પક્ષ ન હોય. જ્યારે આ મહાપુરુષના પ્રભાવે આજે પણ મુરબાડ ગામમાં એક જ આરાધનાનો પક્ષ છે.પોતે ગામના લોકોને સમજાવી દીધું હતું કે માર્ગ સમજાયા પછી આડાઅવળા નથી થવું. એક વાર પોતે બહારગામ ગયા હતા. વિહારમાં પરપક્ષનાં ચાર સાધ્વીજી મહારાજ મુરબાડ પધાર્યા હતાં. તેમણે ગામમાં સારું જમાવ્યું હતું. ગામની બહેનો પણ બોલવા લાગી કે શેષકાળમાં પર્યુષણ જેવું વાતાવરણ લાગે છે. બધાએ ભેગા થઈને સાધ્વીજી મહારાજને ચોમાસાની વિનંતિ પણ કરી. માત્ર નિર્ણય લેવાનો બાકી હતો. બધા કહે - ‘સનાભાઇ આવે એટલે નક્કી કરીએ.' બીજે દિવસે આવ્યા એટલે એમણે વિગત જાણી. તેમણે કહ્યું કે આપણે સાહેબને પામ્યા અને સાચો માર્ગ પામ્યા, આ જ માન્યતા સાચી છે એ જાણ્યું છે. તેથી આ માન્યતા જેની ન હોય તે ગમે તેટલા પ્રભાવક હોય તેમનું ચારિત્ર ગમે તેટલું ચઢિયાતું હોય તોપણ તેમને આ ગામમાં નથી રાખવા. આ ગામમાં હવે ખોટું ઘાલવું નથી. રાતોરાત એક શ્રાવિકાબહેનને લઇને સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં ગયા અને બીજા જ દિવસે તેમને વિહાર કરવાની વિનંતિ કરી, સાધ્વીજી મહારાજનાં પોટલાં પહોંચાડવાનું અને ડબ્બા લઈ જવાનું ઔચિત્ય પૂરેપૂરું જાળવ્યું. પણ ગામમાં ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૨ ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૪૩

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86