Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
કારણ કે સાહેબ જે કહે તે જ વાત કરતા, જેટલું કહે તેટલું જ કહેતા. તેમને જૈનપ્રવચનની ફાઇલ લઇને બેસતાં શરમ ન હતી આવતી. તે તો ચોખ્ખું કહેતા કે હું ભણેલો નથી પણ આ સાહેબ આ પ્રમાણે કહે છે. તેમની પાસે અનુભવ જ્ઞાન, સામાજિક દૃષ્ટાંતો, કહેવાની રીત એવી હતી કે ધાર્યું નિશાન તાકી શકતા. અમારા પદર્શનના જ્ઞાતા પંડિતજી પણ તેમની પાસે રાતે વાર્તા સાંભળવા જાય. અમને કહી દે કે “આજ તો હમ બડે મહારાજ સે કહાની સુરેંગે...” ગુમહારાજ એકની એક વાર્તા કહે તોય પ્રેમથી સાંભળે, છેલ્લે કહે કે – “યહ તો પહલે કહ ગયે થે, દૂસરી સુનાઓ...' એ બધા દિવસો ગયા. મહાપુરુષો ગયા પછી પાછા નથી આવતા, દર વર્ષે ગુણ ગાઇએ છીએ પણ પરિણામ નથી જાગતા. ત્યાં ને ત્યાં જ છીએ ને ? ઘરમાં એકતાલીસ વર્ષ કાઢ્યાં, અહીં ચુમ્માલીસ વર્ષ રહ્યા.
શ્યાશીમા વર્ષે કાળ કર્યો. ચારિત્ર પ્રત્યે પ્રીતિ અને જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ એવો હતો કે ક્યાંય દીનતા વર્તાય નહિ. આજે ઝળહળતો વૈરાગ્ય લઇને આવેલા પણ દીન બની જાય છે. તેઓશ્રીએ હૈયાની સરળતાથી ‘ગુરુ કહે તે પ્રમાણે જ કરવું, ગુરુને ન ગમે તે ન કરવું' – આ સિદ્ધાંત અપનાવી લીધો હતો. આપણામાં વક્રતા છે તેથી આપણને જેમ ગમે, જેમ ફાવે તેમ કરવું છે, તો ક્યાંથી ફળ મળે ? ચારિત્ર પ્રત્યે પ્રીતિ હોય તો આ બધું શક્ય બને. તેમને ચારિત્ર પ્રત્યે અખૂટ વિશ્વાસ હોવાથી ગુરુની આજ્ઞા સહજતાથી માની શકતા. સાહેબ કહેતા કે – આ બે-ત્રણ ટુકડી
એવી છે કે જયાં મોકલવી હોય ત્યાં મોકલી શકાય. ગમે તેટલા દૂર જઇએ પણ ચોમાસા પછી પાછા ભેગા થઇ જ જઇએ. ચોમાસાનો પ્રવેશ મોડામાં મોડો કરવાનો અને વિહાર વહેલામાં વહેલો કરવાનો. ક્યાં છીએ એ નહિ જોવાનું, ક્યાં જવાનું છે – એ જોઇને ચાલવા માંડવાનું ! સાહેબ શું કહે છે – એની તરફ જ નજર રાખવાની. ગુરુશુક્રૂષાનો ગુણ ભાવશ્રાવકમાં હોય તો સાધુમાં કેવો હોય ? શુશ્રુષા એટલે માત્ર ગુરુની સેવા કરવી તે નહિ, ગુરુનું કહ્યું સાંભળવાની ઇચ્છા-તત્પરતા તેનું નામ ગુરુશુશ્રુષા. દિવસે ગુરુનું કહ્યું ન સાંભળે અને રાત્રે ગુરુના પગ દબાવે તેનો અર્થ - ગુરુને દબાવે છે – એમ જ થયો ને ? સ0 ચોમાસામાંથી પાછા ભેગા થઇ જવાનું? શાસનનું કંઈ કામ
હોય તો આજ્ઞા ન મંગાવાય ?
આજ્ઞા મંગાવવાની ન હોય, આજ્ઞા આપે એ ઝીલવાની હોય. આજ્ઞા માંગવાની વસ્તુ નથી, માનવાની વસ્તુ છે. ગુરુને બધી પરિસ્થિતિનો ખ્યાલ હોય જ. તેથી તેમને ખ્યાલ આપવાની જરૂર નથી, જે કામ માટે મોકલ્યા હોય તે કરીને પાછા વળી જવાનું. તમને શેઠે પોતાના કુટર ઉપર ઘરે જમવા મોકલ્યા હોય તો એ સ્કુટર ઉપર છોકરીને બેસાડી સ્કૂલમાં મૂકી આવો એ ચાલે ? મોટા જાતે પુછાવે તો કહેવાનું. મોટાઓ, મોટાની ઉપાસના કરીને મોટા થતા હોય છે. મોટાઓને લાત મારીને મોટા ન થવાય. નાના કામ કરે, નામ મોટાનું આપે, પોતાના નામે ન કરે. મોટાને મોટા
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૦
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૪૧