Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 64
________________ વ્યાખ્યાનમાં એવું બનેલું. છેલ્લી ઘડીએ સાહેબને કામ આવવાથી ન આવ્યા, નાના સાધુને મોકલ્યા. બધાં સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકા પાથરેલાં આસન, કટાસણાં લઈને ચાલવા માંડ્યાં. ત્યારે નાના સાધુને કહેવું પડ્યું કે – ભાઇ જિનવાણીનો અનાદર ન કરશો.. આજે તમને પણ વ્યાખ્યાન કોનું ફાવે ? નાના મહારાજનું કે પ્રભાવકનું? જમણવારમાં ઘરધણી ન પીરસે અને પગારદાર નોકર પીરસે તોય મજેથી વાપરી લો ને ? જમવાનું ગમે છે તેટલી જિનવાણી નથી ગમતી ને? ભલે ને નાના સાધુએ કીધેલું ન સમજાય તો પછી મોટા મહારાજને પૂછી લઇશું - પણ જિનવાણીનો અનાદર નથી કરવો - એટલું ખરું ? આ બાજુ યશ-સુયશ પ્રતિબોધ પામ્યા. તેથી માતાપિતા પાસે દીક્ષાની અનુમતિ લેવા ગયા. માતાપિતા કોઇ પણ રીતે તૈયાર થતાં નથી. બહુ કાલાવાલા કર્યા પછી બેમાંથી એકને દીક્ષાની રજા આપી. મોટાએ કહ્યું કે હું દીક્ષા લઉં, તું ઘર સંભાળ. જયારે નાનો કહે કે ભાઈ તમે અનુભવી છો. તમે જ માતાપિતાની ભક્તિ અને ઘરની સંભાળ કરો. મોટા ભાઇએ વિચાર્યું કે - ભલે નાનો ભાઇ દીક્ષા લઇને કલ્યાણ સાધે. હું એને અનુકૂળતા કરી આપું અને અપ્રતિકાર્ય એવાં માબાપની સેવા કરું. કારણ કે જેનો પ્રત્યુપકાર વાળી ન શકાય તેવાં માતાપિતાની અવજ્ઞા કરવી યોગ્ય નથી.’ આ પ્રમાણે વિચારીને સુયશને દીક્ષા આપી. યશ દીક્ષાના ભાવથી ઘરમાં રહ્યો. યશને માતાપિતાએ તેની ઇચ્છા વિના પણ કુલીન કન્યા પરણાવી અને તેને ખેતી વગેરેના કામમાં લગાડ્યો. આ બાજુ સુયશમુનિ જ્ઞાન-ચારિત્રની આરાધનામાં લાગી ગયા અને આ બાજુ યશનાં માતાપિતા કાલાંતરે મૃત્યુ પામ્યાં. યશનું મન ચારિત્ર ગ્રહણ કરવામાં જ તત્પર હોવાથી પોતાની પત્ની પાસે દીક્ષાની રજા તેણે માંગી. તેના માટે ઘણું સમજાવ્યું પણ તે પ્રતિબોધ પામી નહિ તેથી તેને પ્રતિબોધવાનો ઉપાય ન જણાવાથી તે દુઃખી થઇને રહેવા લાગ્યો. એક વાર વિવિધ તપસ્યાથી કાયાને ક્ષીણ કરી અવધિજ્ઞાન પામેલા સુયશમુનિ ભાઇને પ્રતિબોધવાનો સમય જાણી તે નગરમાં પોતાના ભાઇને ઘેર આવ્યા. ભાભીએ બહુમાનપૂર્વક વંદના કરી ત્યાં જ ઊતરવા માટે જગ્યા આપી અને ઉચિત ભાત પાણી વહોરાવ્યાં. સાધુએ વિધિપૂર્વક આહાર કર્યો. ગૃહિણીને પૂછ્યું કે ઘરના સ્વામી ક્યાં છે? પેલીએ કહ્યું કે કામ કરવા ખેતરે ગયા છે. ઘણો સમય થવા છતાં યશ પાછો ન આવ્યો એટલે તેની સ્ત્રી ભાત લઇને ખેતરે જવા નીકળી, પણ નદી બે કાંઠે વહેતી હોવાથી પાછી આવી અને રોવા લાગી. કારણ કે યશ એક જ વાર જમતો હતો. તેને રોતી જોઈ મુનિભગવંતે કારણ પૂછ્યું ને જાણ્યું. સુયશમુનિએ કહ્યું કે નદીને જઇને કહે કે મારા દિયર મુનિ નિત્ય ઉપવાસી હોય તો નદી તું મને માર્ગ કરી આપ. પેલીને શંકા તો પડી કે આ શક્ય કઇ રીતે બને ? છતાં ગુરુના વચનમાં શંકા કરવી યોગ્ય નથી, એમ સમજીને ગઇ, કહ્યું. નદીએ માર્ગ કરી આપ્યો. યશની પાસે પહોંચી. ખાવાનું આપ્યું. યશે ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૨ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૩

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86