Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
દેશ તરફ આવી રહ્યા છીએ. રાત્રે બ્લેક આઉટનું ફરમાન હતું.
ત્યાં પ્રકાશને જોઇને નેપોલિયન પેલા સૈનિકની છાવણી પાસે આવ્યો અને પૂછ્યું કે – શું કરે છે? પેલાએ કહ્યું કે આ પ્રમાણે ચિઠ્ઠી લખું છું. નેપોલિયને કહ્યું કે એની નીચે એક લીટી લખ કે મારા સેનાપતિની આજ્ઞા મેં માની નથી તેથી મને બંદૂકથી ઉડાવી દેવામાં આવ્યો છે. આ પ્રમાણે લખાવીને તે સૈનિકને બંદૂકથી મારી નાંખ્યો. આજ્ઞાભંગનો દોષ કેવો છે એ સમજાય છે ? આપણને ફાવે ત્યારે અને ફાવે તે રીતે ધર્મ કરવાથી પણ તેનું ફળ મળતું હોત તો ભગવાને વિધિ-અવિધિના ભેદ બતાવ્યા ન હોત. સ0 દ્રવ્યક્ષેત્રકાળભાવને જોઇ ગીતાર્થો ફેરફાર માન્ય રાખે ને ?
હજી સુધી સામાયિકના કાળમાં ફેર નથી થયો ને ? નોકરિયાત વર્ગને ટાઇમ નથી રહેતો તેઓ સાવ સામાયિક વગરના રહી જાય તેના કરતાં અડધા કલાકનું સામાયિક કરીને જાય તો શું વાંધો ? આવું કોઇએ કહ્યું ? ત્રિકાળપૂજા ન થાય તો થાય એટલું કરે પણ જે કરે તેમાં ફેરફાર ન કરે ને ? પેથડશાએ પણ પહેલાં દેવગુરુ પછી રાજાની સેવા એમ કહ્યું હતું ને ? બપોરે ખાવાનું છોડી દો તો મધ્યાહ્નપૂજા મજેથી થાય એવી છે. કરવું હોય તો ઉપાય છે. ‘વિધિથી કર્યું જ કર્યું કહેવાય’ એવું તમારે ત્યાં રાંધવા વગેરેમાં પણ છે ને ? તો અહીં આગ્રહ નહિ રાખવાનો ?
આ રીતે શ્રાવકધર્મના વિષયમાં જ નહિ, વ્યાપાર વગેરેના વિષયમાં પણ યથાર્થ બોલનારો હોય, વેચવા-ખરીદવામાં ઓછું -
વનું ન કરે. સાક્ષી તરીકે રાજસભામાં બોલાવ્યા હોય તોય ખોટું ન બોલે. તેમ જ ધર્મમાં રક્ત રહીને ધર્મની હાંસી થાય તેવું વચન વર્જે છે. ત્રીજો ઋજુવ્યવહાર એ છે કે શ્રાવક કોઈને છેતરે નહિ. છેતરવાથી બીજાને દુઃખ થાય છે. બીજાને દુઃખનું કારણ બને તેવી ક્રિયા-વ્યાપાર શ્રાવક ન કરે. તેની નીતિ ચોખ્ખી હોય.
તેમ જ શ્રાવક પોતાના પરિવારજનને ભવિષ્યના કષ્ટ વગેરેને જણાવે. જેમ કે અનીતિ, ચોરી વગેરે પાપકર્મોનાં ફળ ભવાંતરમાં પણ ઘણાં માઠાં મળે છે... ઇત્યાદિ જણાવે, પણ તેના અનીતિયુક્ત વ્યવહારની ઉપેક્ષા ન કરે. અથવા તો કેટલાક આચાર્યો કહે છે કે ધર્મ અને અર્થના વિષયમાં જે સારો ઉપાય હોય તે જણાવે. જેમ કે દાન, શીલ વગેરે ધર્મના ઉપાય છે અને નીતિથી ચાલવું, ઉધારે વ્યાપાર ન કરવો વગેરે અર્થના ઉપાય છે અને ઋજુવ્યવહારનો ચોથો ઉપાય છે – સાચી મિત્રતા રાખવી. શ્રાવક બનાવટી મૈત્રી કરતો નથી. સાચી મૈત્રી તેને કહેવાય કે જે કષ્ટમાં પડખે ઊભો રહે, કહ્યું છે કે, અમને તિતિ ન વાન્યa: સંકટમાં ઊભો રહે તેને બંધ કહેવાય. કપટ અને મૈત્રીને વિરોધ છે. કહ્યું છે કે જેઓ કપટપણાથી મિત્રને ઇચ્છે છે, મનમાં મલિનતાથી ધર્મ કરવા ઇચ્છે છે, સુખ ભોગવીને વિદ્યા મેળવવા ઇચ્છે છે અને કઠોરતાથી સ્ત્રીને પોતાને આધીન કરવા ઇચ્છે છે તેઓ મૂર્ખ છે.
હવે અયથાર્થભાષણ વગેરે કરવામાં શું દોષ પ્રાપ્ત થાય છે તે જણાવતાં કહે છે કે તેનાથી બીજાને અબોધિની પ્રાપ્તિ થાય છે
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૯