Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 63
________________ માનવાથી પણ ફળ મળી જાય છે. અહીં જે કથા, જવાબમાં જણાવી છે તે સુપ્રસિદ્ધ છે અને આપણને એની ફાવટ આવી ગઇ છે. આપણે એ વિચારવું છે કે જ્ઞાન અને શ્રદ્ધા અવિરતિને તોડ્યા વિના રહેતા નથી. શ્રાવક અવિરતિમાં પડ્યો છે માટે તે અવિરતિને કેમ સેવે છે – એમ ન પુછાય. પણ જે અવિરતિનો ત્યાગ કરીને બેઠા છે તેઓ અવિરતિને સેવવા માંડે તો તેને પૂછવું પડે ને ? સમુદ્રમાં કે પાણીમાં પડેલો માણસ ભીંજાય – એ તો સમજી શકાય છે, પરંતુ જે પાણીમાંથી બહાર નીકળી ગયો છે તેનાં વસ્ત્રો ભીના થયાં હોય તો પૂછવું પડે ને ? તેમ આ કથા શ્રાવકોને ઉદેશીને છે એમ સમજવું. આજે તો સાધુભગવંતો મજેથી અવિરતિ સેવે અને કહે કે ઉપાદેય નથી માનતા તો માનવું પડે કે છટ્ટેથી ચોથે ગયા. પાપથી વિરામ પામે તેને છઠું ગુણઠાણું હોય. પાપથી વિરામ ન પામે અને પાપને ઉપાદેય ન માને તે ચોથા ગુણઠાણે હોય. આજે ચોથા ગુણઠાણા કરતાં છઠ્ઠાની અવસ્થા ચઢિયાતી છે. છતાં પણ આપણને ચોથાની અવસ્થા ગમી જાય. તેનું કારણ એ છે કે આપણને પાપ છોડ્યા વગર ધર્મ થતો હોય તો કરવો છે.આજે દુનિયાના એક પણ ક્ષેત્રમાં એવું નથી કે માત્ર ઇચ્છાથી ફળ મળી જાય. આમ છતાં અહીં શાસ્ત્રકારો કહે કે શ્રવણ અને કરણની રુચિના કારણે ફળ મળે છે – તો એ સાંભળીને આનંદ થાય. તેનું કારણ એ છે કે અહીં કશું કર્યા વગર ફળ મેળવવું છે ! કરું છું પણ ઉપાદેય નથી માનતો – આ અવસ્થા ચોથાની હોય, છઠ્ઠાની નહિ. છતાં આજે સાધુસાધ્વીને પણ આમાં ફાવટ આવી ગઇ છે. શ્રાવક એવું કહી શકે કે “કરું છું પણ ઉપાદેય નથી માનતો.' કારણ કે તે તો પહેલેથી અવિરતિમાં બેઠો છે. સાધુસાધ્વી તો અવિરતિને છોડીને બેઠા છે તો પછી કઇ રીતે કહી શકે કે – “કરું છું, પણ ઉપાદેય નથી માનતો.' ! અહીં કથાનકમાં જણાવે છે કે એક કુળપુત્રને યશ અને સુયશ નામના બે પુત્રો હતા. એકવાર શ્રી ધર્મદિવસૂરિજી ત્યાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને યશ અને સુયશ પ્રતિબોધ પામ્યા. માબાપ પ્રતિબોધ પામ્યાં નહિ અને પુત્રો પ્રતિબોધ પામ્યા. આવું બને ને ? કારણ કે છોકરાઓની બુદ્ધિ કાચી હોય, ખરું ને ? માબાપની બુદ્ધિ પાકી એટલે પ્રતિબોધ ન પામે ! સાહેબજીના વ્યાખ્યાનમાં એક ભાઇ રોજ આવતા. એક વાર સાહેબે તેમને પૂછયું કે તમે એકલા કેમ આવો છો, ઘરે છોકરાઓ નથી ? ત્યારે પેલાએ કહ્યું – “છે ને ! પણ સાહેબ કાચી બુદ્ધિના છે !' કાચી બુદ્ધિના એટલે સમજાયું ને ? સાધુભગવત્તની વાતમાં આવી જાય તે. જયારે સાધુની વાતમાં ન આવે તે પાકી બુદ્ધિના કહેવાય ! સ) તો એ સાહેબના વ્યાખ્યાનમાં કેમ આવતા હશે ? મોભા માટે કે ‘હું રામચન્દ્રસૂરિ મહારાજના વ્યાખ્યાનમાં જઉં છું.” આ પણ એક ગૌરવ લેવાનું સાધન છે. પ્રભાવક પુરુષના વ્યાખ્યાનમાં જવાથી આપણે પણ મોટા માણસમાં ગણાઇએ - માટે આવે. નાના સાધુના વ્યાખ્યાનમાં કોણ જાય ? એકવાર સાહેબના ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૦ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨૧

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86