Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 58
________________ જ આપેલું હોય ને ? તારા-મારાનો ભેદ આપણે જુદું વસાવ્યું તેના કારણે પડ્યો ને ? સ૦ પછી આપે શું કર્યું ? એ દિવસથી નક્કી કર્યું કે આચાર્યભગવંતને કીધા વગર કશું રાખવું નહિ અને રાખ્યું હોય તો તેમને બતાવી દેવું. આ તો મહાશતકને ખબર હતી કે નહિ : એટલાપૂરતી વાત છે. ચૌદ વર્ષના મોટા પુત્ર ઉપર ઘરનો ભાર સોંપી મહાશતક શ્રાવક પૌષધશાળામાં જઇ ધર્મધ્યાન કરવા લાગ્યો. તેમ જ શ્રાવકપ્રતિમા વહન કરવા લાગ્યો. તેમાં એક વાર મઘમદિરાથી મદોન્મત્ત થયેલી રેવતીએ અનુકૂળ ઉપસર્ગ કર્યો. તેને મહાશતકે શુભ ભાવનાથી સહન કર્યો. પ્રતિમાવહન પછી અવસર જાણી અનશન ગ્રહણ કર્યું. શુભભાવનાના પ્રભાવે કર્મનો ક્ષયોપશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું; જેમાં તે પૂર્વદિશામાં લવણસમુદ્રમાં હજાર યોજન સુધી, દક્ષિણપશ્ચિમદિશાએ વર્ષધર પર્વત સુધી, ઉત્તરદિશાએ ક્ષુલ્લહિમવાનપર્વત સુધી અને અધોદિશાએ પહેલી નરકના લોલુયનરકાવાસ સુધી જોઇ શકતો હતો. એક વાર ફરી પેલી રેવતી મદોન્મત્ત થઇ ઉપસર્ગ કરવા આવી. તે વખતે મહાશતકે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને આ આવી કેમ છે - તે જાણ્યું. તેણીનું સમગ્ર જીવનચરિત્ર તેમ જ મરીને પહેલી નરકે જવાની છે તે જાણીને તેને કહ્યું કે - હે પાપિણિ ! હજુ કંઇક સમજ. કેટલાં પાપ કરવાનાં બાકી છે ? તારું મૃત્યુ નજીક આવ્યું છે. સાત ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૧૦ દિવસ પછી રાત્રિના અંતે શરીરમાં અળસિયાના વ્યાધિ(શરીરમાં સડો થવાથી અળસિયાં થાય)ની પીડાથી મરીને લોલુય નામના પહેલી નરકના આવાસમાં જવાની છે - આ સાંભળતાંની સાથે જ રેવતીનો નશો ઊતરી ગયો અને મૃત્યુના ભયથી આકુળ થઇ આર્દ્રધ્યાનમાં મગ્ન થઇ. તે અરસામાં ભગવાન તે નગરમાં સમવસર્યા. ત્યારે ભગવાને ગૌતમસ્વામીને આજ્ઞા કરી કે - ‘હે ગૌતમ ! મહાશતક શ્રાવકને કહે કે - શ્રાવકને સત્ય એવું પણ મનને પીડા કરનારું વચન બોલવું યોગ્ય નથી. તેમાં પણ ઉત્તમ ગુણસ્થાનકને પામેલા અને અણસણ અંગીકાર કરનારા તારે તો ખાસ કરીને આવું દુર્વચન બોલવું જ ન જોઇએ. તેથી તે દુર્વચન બોલ્યાનું પ્રાયશ્ચિત્ત લે...’ ભગવાનનો આ સંદેશો સાંભળતાંની સાથે સંવેગથી સારભૂત હૃદયવાળા એવા મહાશતકે ખૂબ જ પશ્ચાત્તાપપૂર્વક ભગવાનને વંદના કરી સમ્યક્ત્રકારે દુર્વચનની આલોચના, નિંદા અને ગહ કરી. પછી ગૌતમસ્વામીજી પાસે તેનું પ્રાયશ્ચિત્ત લઇ દેહત્યાગ કરી સૌધર્મ દેવલોકમાં અરૂણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. શ્રાવક દેવલોકથી આગળ ન જઇ શકે ને ? આ મહાશતક શ્રાવકનું દૃષ્ટાંત સાંભળીને કહેવું પડે ને કે મહાશતક શ્રાવક કરતાં આપણે ઘણા સુખી છીએ. તેમની અપેક્ષાએ સાવ સામાન્ય ગણાતાં દુઃખો આપણને આવે તેમાં ભાવશ્રાવકનાં છે લક્ષણો - ૧૧૧

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86