Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 6
________________ દીપક બસ છે. પણ મીણબત્તીનો પ્રકાશ કર્યો હોય તો એક ચાલે કે હારમાળા લગાડવી પડે ? તેમ કેવળજ્ઞાનનો સૂર્ય ન પ્રકાશે ત્યાં સુધી અનેક ગુણો રૂપી મીણબત્તીઓ જોઇએ ને? તેથી ધર્મની યોગ્યતાના એકવીસ ગુણો જણાવ્યા. જો કે આપણે એ ગુણોને છોડીને ભાવશ્રાવકનાં છ લક્ષણ વિચારવાં છે. તમને સાધુપણું જોઇએ છે ને ? માટે માર્ગાનુસારીના ગુણોની વાત નથી કરવી, ભાવશ્રાવકના ગુણોની વાત શરૂ કરવી છે. આમે ય એ ગુણો અમે પહેલાં જોઇ-વિચારી લીધા છે. ભાવશ્રાવકનું પહેલું લક્ષણ જ એ છે કે એને સાધુ થવાનું મન હોય. શ્રાવક તો છીએ જ હવે શ્રાવક નથી રહેવું, સાધુ થવું છે – ખરું ને? રત્ન આપણે લેવા જવું પડે, કોઇ પ્રભાવનામાં ન આપે. એ રીતે ધર્મરત્ન ખરીદવા માટે આ ગુણો પામવા જરૂરી છે. સ0 એકવીસ ગુણો આવ્યા પછી પણ દ્રવ્યશ્રાવક જ કહેવાય ? એમાં કોઇ મતભેદ નથી. એકવીસ ગુણો તો ધર્મસામાન્યની યોગ્યતા સ્વરૂપ છે. એકવીસ ગુણવાળો ભાવશ્રાવક થવાની યોગ્યતા ધરાવે છે જયારે ભાવશ્રાવકના છ કે સત્તર ગુણોથી યુક્ત હોય તે ભાવસાધુ થવાની યોગ્યતા ધરાવે છે. આજે તો પહેલા ગુણનું જ દેવાળું છે ને ? કૃપણતા પૂરેપૂરી છે ને ? કોઈ પૂછે કે સાધુ થવા શું કરવું? તો તેને કહેવું કે તનમનધનવચનની શક્તિ પૂરેપૂરી વાપરવા માટે તત્પર બનવું. શક્તિ બચાવવાની ભાવનાવાળા સાધુપણું પાળી નહિ શકે, જે પોતાની શક્તિ જ ન વાપરે તેને તીર્થકરો પણ તારી ન શકે. તમે ધંધામાં શક્તિ કેવી વાપરો ? કરોડપતિ માણસ પણ જો નોકર હાજર ન હોય તો સાવરણી કે ઝાટકણી લઇને સાફ કરવા બેસી જાય ને ? આજે તો અમારાં સાધુસાધ્વીને પડિલેહણમાં પણ કંટાળો આવે ! જેમતેમ કરી લેવું એ શક્તિ છુપાવવાનાં જ લક્ષણ છે. શક્તિ છુપાવવાના જોઇએ એટલા માર્ગ છે. બધી શક્તિ છુપાવીને જાણે સાથે લઇને ન જવાની હોય તે રીતે વર્તીએ છીએ ને ? અંતે સ્મશાનમાં તન, મન, ધનની બધી જ શક્તિ પૂરી થઇ જવાની અને લોકો પાછળ શ્રદ્ધાંજલિમાં કહેશે કે લીલી વાડી મૂકીને ગયા ! ધર્મક્ષેત્રમાં શક્તિ બચાવીશું તો ય તે કામ નથી લાગવાની. - હવે શિષ્ય શંકા કરે છે કે આટલા બધા ગુણોનું કામ શું છે ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે શુદ્ધ ભૂમિકામાં જ કોઇ પણ ચિત્ર શોભાયમાન બને છે. આ વસ્તુ સમજાવવા માટે અહીં એક કથાનક આપ્યું છે. આપણે કથા તો ઘણી વાર સાંભળી છે. આ કથા સાંભળ્યા પછી પણ આપણે તો ચિત્ર દોરવાનું જ કામ કરવાના, ભૂમિકા સાફ નથી કરવાના – બરાબર ને ?! અહીં જણાવે છે કે સાકેતપુર નામના નગરમાં મહાબળ નામનો રાજા રાજય કરે છે. જે રાજા હોય તે મહાબળવાળો હોય જ ને ? એ રાજાને ત્યાં એકવાર એક દૂત આવ્યો ત્યારે મહાબળ રાજાએ પૂછ્યું કે - “અન્ય દેશમાં તું ફરીને આવ્યો તો એવી એકે વસ્તુ જોઇ કે જે અન્ય રાજાને ત્યાં હોય અને રાજાને ઉચિત હોવા છતાં મારે ત્યાં ન હોય ?' પ્રશ્ન ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૬ ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૭

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 86